ઘર-ઘરની કહાની રજૂ કરતું મનોજ બાજપેયી, શર્મિલા ટાગોરની ગુલમહોરનું ટ્રેલર, ગમી જશે

PC: livehindustan.com

આ દુનિયામાં દરેક વ્યક્તિને પોતાની એક ખાસ જગ્યા જોઈતી હોય છે. તે જગ્યાની શોધ કરતી વખતે અને તેને મેળવવા માટેની મહેનત કરવાની લ્હાયમાં લોકો ઘણીવાર તેમના પ્રિયજનોથી દૂર જતા રહે છે. ક્યારેક આપણને આ વાતનો અહેસાસ પણ નથી થતો, તો ક્યારેક આપણે આ નિર્ણય ખૂબ જ સમજી-વિચારીને લીધો છે. તમે સમજી વિચારીને પરિવારથી દૂર ગયા હોવ કે સમયની સાથે સંબંધોમાં તિરાડ આવી હોય, બંનેમાં પીડા તો એક સરખી જ થાય છે. એવી જ આ  ફિલ્મ 'ગુલમહોર'માં, પોતાના પોતાની સાથે રહેતા હોવા છતાં એ પ્રિયજનોથી દૂર રહેવાની વાર્તા છે.

મનોજ બાજપેયી અને શર્મિલા ટાગોર સ્ટારર ફિલ્મ 'ગુલમોહર'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલરમાં એક પરિવારની વાર્તા બતાવવામાં આવી છે. આ વાર્તા દરેક પરિવારની પણ હોઈ શકે છે, પરંતુ તેમ છતાં તેમાં કંઈક અલગ છે. પરિવારમાં એક દાદી (શર્મિલા ટાગોર) છે, જેમણે જાહેરાત કરી છે કે તેણે પુડુચેરીમાં એક નાનું ઘર ખરીદ્યું છે, જેમાં તે હવે એકલા રહેશે. અહીંથી જ આ પરિવારના સંબંધોના સ્તરો ખુલવાની શરૂઆત થવા લાગે છે.

ઘરમાં એક પિતા (મનોજ બાજપેયી) છે, જે પોતાના જ પુત્રથી અલગ થઇ ગયો છે. બંને એક જ ઘરમાં રહે છે, પણ દિલ વચ્ચેનું અંતર સમજતા નથી. એક માતા (સિમરન બગ્ગા) છે, જે પિતા અને પુત્ર વચ્ચે પીસાઈ રહી છે અને તેનાથી તે પરેશાન રહેતી હોય છે. પુત્ર તેના પરિવાર સાથે રહીને પણ એક અલગ જ જીવન જીવી રહ્યો છે, જેમાં તેના માટે પિતાનું અને માતાનું સ્થાન બહુ ઓછું છે. હવે આગળ શું થશે અને આ ગુંચવાયેલા સંબંધો કેવી રીતે ઉકેલાશે, આ જ વાત આ ફિલ્મમાં જોવાની છે.

2010 પછી અભિનેત્રી શર્મિલા ટાગોર હવે ફિલ્મ 'ગુલમહોર'થી પડદા પર પરત ફરી રહી છે. આ સાથે, તે તેની ડિજિટલ ડેબ્યૂ પણ હશે. જેમાં તે એક માતા બની છે, જેણે પોતાનું આખું જીવન તેના પરિવારને આપી દીધા પછી, આખરે પોતાની રીતે એક અલગ જીવન જીવવા જઈ રહી છે. મનોજ બાજપેયી શર્મિલાના પુત્રના રોલમાં છે. તે એક એવો વ્યક્તિ બની ગયો છે, જે પોતાના પરિવારને વિખેરાતો અટકાવવાના પ્રયાસો કરી રહ્યો છે. લોકોથી અને તે પોતાની જાત સાથે ગુસ્સે પણ છે. પણ ક્યાંક ને ક્યાંક તેને એ વાતનો અહેસાસ પણ થાય છે કે, તેના બે માળના મકાનમાં રહેતા લોકોએ પોતાના રૂમમાં પોતાનું એક અલગ ઘર બનાવેલું છે.

આ બંને સિવાય સૂરજ શર્મા, સિમરન બગ્ગા અને કાવેરી સેઠ ફિલ્મ 'ગુલમહોર'માં જોવા મળવાના છે. ડિરેક્ટર રાહુલ V ચિત્તેલાએ આ ઈમોશનલ ફેમિલી ફિલ્મ બનાવી છે. 3 માર્ચથી, ફિલ્મ 'ગુલમોહર' ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp