જ્યારે લિયોનાર્ડો સાથે કરવાના હતા સેક્સ સીન્સ, એક્ટ્રેસે જણાવ્યો કેવો હતો અનુભવ?

PC: indianexpress.com

હોલિવુડની ફેમસ એક્ટ્રેસ માર્ગો રોબીએ 2 જુલાઈએ પોતાના જન્મ દિવસની ઉજવણી કરી. તેણે પોતાના હોલિવુડ કરિયરની શરૂઆત 2013માં કરી હતી. ફિલ્મ ‘ધ વુલ્ફ ઓફ વોલ સ્ટ્રીટ’માં માર્ગો રોબી પહેલીવાર દેખાઈ હતી. આ ફિલ્મમાં તેનો હીરો સુપરસ્ટાર લિયોનાર્ડો ડિકેપ્રિયો હતો. ફિલ્મમાં માર્ગોએ કેટલાક સેક્સ સીન્સ પણ આપવા પડ્યા હતા. જેના વિશે તેણે એક ઈન્ટરવ્યૂમાં વાત કરી હતી. ડાયરેક્ટર માર્ટિનની ફેમસ ફિલ્મમાં માર્ગો રોબી અને લિયાનાર્ડો ડિકેપ્રિયોએ પતિ-પત્નીનો રોલ પ્લે કર્યો હતો. માર્ગો રોબીએ જણાવ્યું હતું કે, તેનો પહેલો પ્રોપર ઓનસ્ક્રીન સેક્સ સીન લિયોનાર્ડો ડિકેપ્રિયો સાથે હતો. એવામાં લિયોનાર્ડો ડિકેપ્રિયો સાથે ક્લોઝ અને પર્સનલ થવું તેના માટે સરળ નહોતું. તેણે કહ્યું કે, ઘણા બધા લોકોની સામે પ્રેમમાં હોવાની એક્ટિંગ કરવી ખૂબ જ અસહજ હતી.

2016માં વેનિટી ફેરને આપેલા ઈન્ટરવ્યૂમાં માર્ગો રોબીએ કહ્યું હતું કે, મેં તે સીન્સ કર્યા હતા, જેમા તમે સેક્સ કરવાના છો અથવા તો સેક્સ કર્યા બાદની ફીલિંગ આપી રહ્યા છે. પરંતુ, મેં ક્યારેય ‘ધ વુલ્ફ ઓફ વોલ સ્ટ્રીટ’ની જેમ શરૂઆતથી અંત સુધી સેક્સ સીન શૂટ નહોતો કર્યો. તે મારો પહેલો સીન હતો. ઘણા બધા લોકો તમને જોઈ રહ્યા હોય, તો અજીબ લાગે છે. આ એવુ છે કે, તમારે તે કરવાનું છે, તો કરો અને આગળ વધો. જેટલું જલ્દી તમે તેને કરી લેશો, તેટલું જલ્દી તે પૂરું થઈ જશે.

વધુ એક ઈન્ટરવ્યૂમાં માર્ગો રોબીએ જણાવ્યું હતું કે, કઈ રીતે સીન દરમિયાન તેને ઈજા પહોંચી હતી. માર્ગોએ જણાવ્યું હતું કે, પૈસાના ઢગલા પર સેક્સ કરવાનો સીન શૂટ કરવો તેના માટે ખૂબ જ મુશ્કેલ હતો. તેણે ડેલી બીસ્ટને 2014માં વાત કરતા કહ્યું હતું કે, મારી પીઠ પર તે પૈસાના કારણે ઘણા બધા પેપર કટ લાગી ગયા હતા. આ એટલું ગ્લેમરસ નથી, જેટલું તમે વિચારો છો. અસલી પૈસાની નોટ સોફ્ટ હોય છે, પરંતુ નકલી તો પેપર જ હોય છે.

માર્ગો રોબીએ પોતાની પહેલી ફિલ્મથી જ હોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં ઓળખ મેળવી લીધી હતી. તેણે સ્પોટલાઈટને પોતાના પર જાળવીને રાખી છે. તે ‘સુસાઈડ સ્કોડ’ અને ‘બર્ડ્સ ઓફ પ્રે’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. હાલ માર્ગો રોબી પોતાની ફિલ્મ ‘બાર્બી’ના શૂટિંગમાં બિઝી છે. આ ફિલ્મમાં તે ફેમસ બાર્બી ડોલનો રોલ પ્લે કરી રહી છે. તેની સાથે હોલિવુડ એક્ટર રાયન ગોસલિંગ દેખાશે, જે બાર્બીના બોયફ્રેન્ડ કેન ડોલના રોલમાં છે. આ ફિલ્મ જુલાઈ 2023માં રીલિઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp