મધમાખીની જેમ સની લિયોનીની કાર પર ઉમટી પડી ભીડ, જુઓ વીડિયો

PC: theprevalentindia.com

સની લિયોનીનું દેશમાં ફેન ફોલોઇંગ કેટલું છે એ કહેવાની જરૂર નથી. દેશમાં લાખો દર્શકો તેના ફેન છે. દરમિયાન સની લિયોનીની કેટલીક તસવીરો ટ્વીટર પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરો કેરળની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જ્યાં સની લિયોની માટે હજારોની સંખ્યામાં ભીડ રસ્તા પર ઉતરેલી દેખાઈ રહી છે. ભારે ભીડ સની લિયોનીની સફેદ કારની આસપાસ મધમાખીના મધપૂડાની જેમ લટકેલી દેખાઈ રહી છે. આ તસવીરો ટ્વિટર પર છવાયેલી છે અને કહેવામાં આવી રહ્યું છે કે, આ તેની કેરળ ટ્રિપની તસવીરો છે. આ જ કારણ છે કે, સની લિયોની ટ્વિટર પર જબરદસ્ત ટ્રેન્ડ પણ થઈ છે. તો તમે પણ જાણી લો આ વાયરલ તસવીરોનું સત્ય.

એ સાચુ છે કે, સની લિયોનીની આ તસવીરો સાઉથની જ છે. જ્યારે તે કોચ્ચિ પહોંચી હતી ત્યારની આ તસવીરો છે. સની લિયોનીની ફેન ફોલોઇંગ જબરદસ્ત છે અને તેની એક ઝલક કોચ્ચિમાં પણ જોવા મળી. સનીની આ તસવીરો કોચ્ચિમાં એમજી રોડની છે, જ્યાં તે સ્માર્ટફોન બ્રાન્ડના લોન્ચ પર પહોંચી હતી અને તેની એક ઝલક મેળવવા માટે હજારોની ભીડ ત્યાં ભેગી થઈ ગઈ હતી. પરંતુ, જણાવી દઇએ કે આ તસવીરો નવી નથી પરંતુ ઘણી જૂની છે. સની લિયોની માટે હાજર આ ભીડની તસવીરો વર્ષ 2017ની છે.

જે-તે સમયે આ ભીડને સની લિયોનીએ સ્ટ્રોમ એટલે કે તૂફાનનું નામ આપ્યું હતું. સનીને જોવા માટે ભીડ જાણે એમજી રોડ પર એકદમ અટકી ગઈ હતી. સનીએ પોતે આ ઘટનાનો વીડિયો શેર કર્યો હતો અન કહ્યું હતું કે કોચ્ચિના લોકોનો આભાર કહેવા માટે તેની પાસે શબ્દો નથી. તેણે કહ્યું હતું કે, લોકોના આ પ્રેમ અને સપોર્ટને જોઈને તે દંગ રહી ગઈ હતી અને ચાહકોના આ પ્રેમને તે ક્યારેય ભૂલાવી નહીં શકશે.

સની લિયોનીએ એ તસવીર પણ શેર કરી હતી જેમા તેની કાર ભીડની વચ્ચે ફસાયેલી દેખાઈ રહી હતી. જોકે, આ ભીડની સરખામણી સની લિયોનીએ પ્રેમના સમુદ્ર સાથે કરી હતી. એટલું જ નહીં, જ્યારે સની લિયોની સ્ટેજ પર હતી તો લોકોએ પડદાને ફાડીને પણ તેને કેપ્ચર કરવાનો પ્રયત્ન કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp