MC સ્ટેને કરી તોડફોડ, અર્ચના ગૌતમને થપ્પડ મારીને બિગ બોસમાંથી થશે બહાર?

PC: siasat.com

બિગ બોસ 16માં ભારે હોબાળો મચી ગયો છે. રેપર એમસી સ્ટેનનું તાપમાન ફરી એકવાર વધ્યું. તેની અર્ચના ગૌતમ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આમાં બંનેએ હદ વટાવી, અંગત કમેન્ટ કરી હતી. પરંતુ જ્યારે એમસી સ્ટેનને અહેસાસ કરાવવામાં આવ્યો કે તે વધુ પડતું બોલી ગયો છે, તે પછી તેણે શોમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો. જી હા. એકવાર ફરી એમસી સ્ટેન બિગ બોસ છોડવા માંગે છે.

મંગળવારના એપિસોડમાં, એમસી સ્ટેનનો અર્ચના ગૌતમ સાથે ઝઘડો થયો હતો. અર્ચનાએ રેપરને ઝાડુ ન મારવા બદલ ટોણો માર્યો, તેના ચાહકોને તેની ફરિયાદ કરી. બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બંનેએ એકબીજાના માતા-પિતા વિશે કમેન્ટ કરી. અર્ચનાએ રેપરના ફેન ફોલોઈંગ અને ગીતો પર કટાક્ષ કર્યો. અર્ચના અને સ્ટેને એકબીજાને નીચું દેખાડવામાં કોઈ કસર છોડી ન હતી. આ પછી સાજિદ ખાન એકાંતમાં સ્ટેનને સમજાવે છે કે તેણે હદ વટાવી દીધી છે. આ વીકેન્ડનું યુદ્ધ પણ અર્ચના પર ચાલશે. અર્ચના પોઝિટિવ બતાવવામાં આવશે. સાજિદની આ વાતોથી સ્ટેન એટલો હેરાન થયો કે તેણે પોતાની મરજીથી શો છોડવાની જાહેરાત કરી.

આવનારા પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે શિવ ઠાકરે એમસી સ્ટેનને સમજાવવાનો ભરપૂર પ્રયાસ કરશે. સ્ટેન પોતાને બાથરૂમમાં બંધ કરી દેશે. તેઓ ઘરમાં તોડફોડ કરે છે. આ દરમિયાન સાજીદ ખાન સ્ટેનને કહે છે કે જો તમારે બહાર જવું હોય, તો કોઈને થપ્પડ મારી દો તો તમને બહાર કાઢી મુકવામાં આવશે. આ પછી સ્ટેન આમ કરવા બહાર જાય છે ત્યારે શિવ તેને રોકી દે છે. સ્ટેનની આ હરકત સ્પષ્ટપણે દર્શાવે છે કે તે વીકેન્ડ કા વારમાં સલમાન ખાનનો સામનો કરવાથી ડરી રહ્યો છે. તેથી જ તેઓ તેનો ઠપકો સાંભળ્યા વિના ઘરની બહાર નીકળવા માંગે છે. તો શું સ્ટેનને શોમાંથી બહાર કરવામાં આવશે, તે વાતનો ખુલાસો બુધવારના એપિસોડમાં થશે.

બીજી તરફ શોના પ્રોમોમાં બિગ બોસને અર્ચના ગૌતમ અને એમસી સ્ટેનની ક્લાસ લેતા પણ બતાવવામાં આવ્યા છે. જ્યાં બિગ બોસ બંનેને ઠપકો આપે છે અને કહે છે કે તમારી નેગેટિવ એનર્જી તમને મુબારક. જો તમારે આટલું નબળું વ્યક્તિત્વ બતાવવું જ હોય તો મારી એજ ફરજ છે કે હું તમારુ આ જ વ્યક્તિત્વ ચાહકો સુધી પહોંચાડું. આ પછી પરિવારના તમામ સભ્યો બિગ બોસની માફી માંગતા જોવા મળે છે.

તો તમને શું લાગે છે સ્ટેન ઘરની બહાર જાશે કે...

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp