‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નવા ટપ્પુની એન્ટ્રી, રાજ અનડકટની જગ્યાએ...

ટી.વી.ના પોપ્યુલર સિટકોમ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના દર્શકોને ત્યારે ભારે ઝટકો લાગ્યો હતો, જ્યારે રાજ અનાદકટે એટલે કે આપણા ટપ્પુએ શૉને અલવિદા કહેવાની વાત કહી હતી. રાજ અનાદકટે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ફેન્સને આ દુઃખદ સમાચાર આપ્યા હતા. ત્યારબાદ મેકર્સે પણ પોતાની ઓડિયન્સને એ સુનિશ્ચિત કર્યું હતું કે તેઓ થોડા દિવસમાં તેમની સામે એક નવા ટપ્પુને લઇને આવશે અને જુઓ તેમણે વાયદો પૂરો કર્યો. નવા ટપ્પુ સાથે મેકર્સ શૉને આગળ વધારવા માટે તૈયાર છે.

મેકર્સે નીતિશ ભલૂનીને આ રોલ માટે કન્ફર્મ કર્યો છે. જલદી જ નવો ટપ્પુ બનીને નીતિશ પરદા પર દર્શકોનું મનોરંજન કરતો નજરે પડશે. એ સિવાય નીતિશ ભલૂની જલદી જ શૂટિંગ પણ શરૂ કરશે. ‘જેઠાલાલ’નો પુત્ર  ટપ્પુ બનીને નીતિશ ભલૂની ઓડિયન્સનું દિલ જીતવામાં સફળ થાય છે કે નહીં એ તો સમય જ બતાવશે, પરંતુ તેની સાથે જ તમને જણાવી દઇએ કે નીતિશ ભલૂની ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં નજરે પડવા પહેલા ‘મેરી ડોલી મેરે અંગના’માં નજરે પડ્યો હતો.

ટી.વી. ઇન્ડસ્ટ્રીમાં નીતિશનો આ એક ખૂબ મોટો બ્રેક હોય શકે છે કેમ કે છેલ્લા 14 વર્ષોથી આ શૉ ઓડિયન્સનો નંબર વન શૉ બનેલો છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, આસિત મોદી અને નીતિશ ભલૂની બંનેને જ્યારે આ બાબતને લઇને જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો તો બંનેએ જ જવાબ ન આપ્યો. તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઇએ કે નીતિશ ભલૂની પહેલા આ રોલ રાજ અનાદકટ નિભાવી રહ્યો હતો. તેણે વર્ષ 2017માં આ શૉ જોઇન્ટ કર્યો હતો. આ અગાઉ ભવ્યા ગાંધી આ રોલમાં દેખાયો હતો.

ડિસેમ્બર મહિનામાં રાજ અનાદકટે આ શૉને અલવિદા કહી દીધો હતો. તેણે પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, 5 વર્ષથી લગભગ આ શૉ સાથે જોડાઇ રહ્યો. જો કે, ડિસેમ્બરથી થોડા મહિના અગાઉ જ રાજના શૉ છોડવાના સમાચારો ચર્ચામાં રહ્યા હતા. પરંતુ એક્ટરે કન્ફર્મ કર્યું નહોતું. પોતાના સોશિયલ મીડિયા પેજ પર પોસ્ટ શેર કરતા રાજે લખ્યું હતું કે ‘હેલ્લો મિત્રો, સમય આવી ગયો છે કે દરેક સમાચાર પર બ્રેક લગાવવાનો. મારો નીલા ફિલ્મ પ્રોડક્શન અને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે સફર સમાપ્ત થાય છે. મારા માટે એ એક શાનદાર જર્ની રહી છે. મેં અનેક મિત્ર બનાવ્યા અને મારા કરિયરનો આ બેસ્ટ ફેઝ રહ્યો છે.’

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.