મીકા સિંહની તબિયત બગડી, સિંગરે જણાવી પોતાની ભૂલ, ઉઠાવ્યું કરોડોનું નુકસાન

PC: starsunfolded.com

પ્રસિદ્ધ મ્યૂઝિક સિંગર મીકા સિંહને લઈને શૉકિંગ સમાચાર સામે આવી રહ્યા છે. મીકા સિંહ થોડા સમય અગાઉ જ વિદેશ ગયા હતા અને ત્યાં તેમની તબિયત ખરાબ થઈ ગઈ. મીકા સિંહ વિદેશમાં ફસાઈ ગયા છે. તેમણે સ્વાસ્થ્ય ખરાબ થવાના સમાચાર પોતે જ આપ્યા છે. મીકા સિંહે પોતાના એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે, તેમણે એક ભૂલ કરી દીધી, જેના કારણે તેમને સજા ઝીલવી પડી. આ કારણે કરોડોનું નુકસાન થઈ ગયું.

આ સમાચાર સામે આવ્યા બાદ મીકા સિંહના ફેન્સ પરેશાન થઈ ગયા છે અને તેઓ જલદી સ્વાસ્થ્ય થાય એવી દુવા કરી રહ્યા છે. મીકા સિંહના અમેરિકામાં થનારા કોન્સર્ટને લઈને ખૂબ ચર્ચાઓ હતી, પરંતુ ત્યાં જઈને મીકા સિંહ બીમાર પડી ગયા. તેમણે બાબતે એક અંગ્રેજી અખબારને જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, મારા 24 વર્ષના કરિયરમાં પહેલા મને ઘણા શૉઝ કેન્સલ કરવા પડ્યા છે. હું પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ સતર્ક રહું છું. મેં એક બાદ એક અમેરિકામાં ઘણા શૉઝ કર્યા છે, પરંતુ જરાય આરામ કર્યો નથી. આ જ કારણ છે કે મારી તબિયત બગડી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મીકા સિંહના ગળામાં ઇન્ફેક્શન થઈ ગયું છે.

મીકા સિંહને પોતાના સ્વાસ્થ્યના કારણે આર્થિક રૂપે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તેમણે ઘણા શૉઝ કેન્સલ કરી દીધા છે અને તેના કારણે તેમને કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. મીકા સિંહે જણાવ્યું કે, તેમને 10-15 કરોડ રૂપિયા પાછા આપવા પડ્યા. ઉલ્લેખનીય છે કે, મોકા સિંહ વર્લ્ડ ટૂર પર નીકળ્યા છે અને અમેરિકા બાદ તેમનો પ્લાન ઓસ્ટ્રેલિયાનો છે. હવે જોવાનું રહેશે કે સ્વાસ્થ્યના કારણે આગામી પ્લાન પર શું અસર પડે છે.

એક રિપોર્ટ મુજબ, મીકા સિંહે જણાવ્યું કે, USમાં બેક ટૂ બેક શૉ કર્યા, જેના કારણે તેમને પ્રોપર આરામ ન મળ્યો. આરામ ન મળવાના કારણે તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી, ખાસ કરીને તેમના ગળા પર. તેમણે કહ્યું કે, તેમનો અંતિમ શૉ ડલાસમાં હતો, જ્યાં તેને શરદી થઈ ગઈ અને તેની અસર તેમના ગળા અને અવાજ પર પડી. જ્યારે તેણે એક ડૉક્ટરની સલાહ લીધી તો તેમણે મીકાને કોઈ પણ પ્રકારની બચવા માટે 25 કલાક માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ન જવા અને પૂરો આરામ કરવાની સલાહ આપી.

તેમણે કહ્યું કે, ડૉક્ટરે મને યાત્રાથી બચવા કહ્યું હતું, એટલે હું ભારત પણ ન આવ્યો. તેની આખી ટીમને લગભગ 15 કરોડ રૂપિયાનું નુકસાન થયું કેમ કે ઘણા શૉ રદ્દ અને સ્થગિત કરવા પડ્યા. તેમણે રોકાણકારોને પૈસા પણ પરત કરવાના હતા, પરંતુ રોકાણકારોએ તેમની સ્થિતિને સમજી. એવામાં મીકા સિંહે તેના માટે આભાર માન્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp