
અભિનેતા-મોડલ મિલિંદ સોમન પોતાની ફિટનેસ માટે જાણીતા છે. ગુરુવારે તેમણે પાપારાઝીને જોયા અને ફોટા પાડવા માટે કહ્યું. તેના પર મિલિંદ સોમને પોતાના ફોટા લેવાના બદલામાં તેમને પુશ-અપ્સ કરવા માટે કહ્યું હતું. અભિનેતાએ તેમનો કેમેરો પકડી લીધો અને તે પળને કેમેરામાં કેદ કરવા લાગ્યો, જેમાં દરેક કેમેરામેન પુશ-અપ્સ કરવાની કોશિશમાં લાગ્યા હતા. એક વીડિયોમાં મિલિંદ સોમન કેમેરા પકડીને બીજાને વીસ વખત પુશ-અપ્સ કરવા માટે કહેવાનું નજરે પડે છે. તેણે ગ્રે હુડી અને ડેનિમ જીન્સ પહેર્યું હતું.
તેણે પુશઅપ્સની ગણતરી પણ કરી હતી. તેણે એક ફોટોગ્રાફરને ચિટીંગ કરતો પણ પકડ્યો હતો અને તેને કહ્યું કે, આ ચિટીંગ છે. મીડિયાના લોકોમાંથી એકને તેઓ કહી રહ્યા છે કે આજે તારો પસીના છૂટી જશે. એકને કહ્યું કે આજે તારું પેટ અંદર થઈ જશે. અંતમાં મિલિંદ સોમને કેમેરામાં તેમના ફોટા પણ ક્લિક કર્યા. આ મસ્તીભર્યા વીડિયો પર ફેન્સે ઘણી કોમેન્ટ્સ કરી છે. ઘણા ફેન્સે હસવાવાળા ઈમોજી પણ લખ્યા છે.
ઘણા યુઝર્સે કહ્યું છે કે આ પહેલી વખત નથી જ્યારે મિલિંદ સોમને પહેલી વખત તેનો ફોટો ક્લિક કરવા ઈચ્છતા લોકો પાસે પુશઅપ્સ કરાવ્યા છે. આ પહેલા તેના એક ફેને તેની સાથે સેલ્ફી ક્લિક કરવા માટે કહેતા તેને પહેલા પુશઅપ્સ કરવા માટે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ મદદ કરે છે તેમને ફિટ રહેવા અને મજબૂત બનાવવામાં. તેણે એક ફોટો શેર કરીને લખ્યું છે કે શું તમે ઈચ્છો છો કે દુનિયા એક સારી જગ્યા બને. દળાયુભર્યા કામ કરવાનું શરૂ કરી દો. નાની નાની સરળ વસ્તુઓ કરો, જેમાં તમને ખુશી મળે છે. તેને પૂરી કરવામાં સંપૂર્ણ રીતે લાગેલા રહો અને તેને મેળવવામાં તમને ખરેખર ખુશી મળશે.
મિલિંદ સોમન તેની ફિટનેસ માટે ઘણો જાણીતો છે. મોટી ઉંમરે પણ તે યુવાનોને શરમાવે તેવી સ્ફૂ્ર્તિ અને બોડી ધરાવે છે. તે પોતાની પત્ની અંકિતા સાથે ઘણા ફોટોઝ અને વીડિયોઝ તેમની એક્સરસાઈઝના શેર કરતા રહે છે. થોડા સમય પહેલા મિલિંદ સોમન અને તેની વાઈફ અંકિતા કોન્વરે અંડર વોટર સ્કૂબા ડાઈવનો એક વીડિયો શેર કર્યો હતો. જ્યાં બંને પાણીનીઅંદર દિલ બનાવતા જોવા મળ્યા હતા. મિલિંદે આ વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યું હતું- એક સાથે વધારેમાં વધારે એક્સપ્લોર કરે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp