મિર્ઝાપુર સીઝન 3 રીલિઝ, જોતા પહેલા વાંચી લો રિવ્યૂ

PC: deccanchronicle.com

મિર્ઝાપુરની ત્રીજી સીઝન આવવામાં ઘણો સમય લાગી ગયો. ત્રીજી સીઝન લાવવામાં મેકર્સને 4 વર્ષ લાગી ગયા. સમય જરૂર વધારે લાગી ગયો, પરંતુ મજા આવશે. પહેલી અને બીજી સીઝનની જેમ આ વખત પણ આખી સીરિઝ ગોળીઓના ધડધડ અવાજથી ભરપૂર છે, ભૌકાલ પણ છે, પરંતુ કાલીનભાઇનો નહીં, ગુડ્ડુભાઈ (અલી ફઝલ)નો. તમે વિચારી રહ્યા હશો કે કહાનીમાં એવું શું થઈ ગયું કે ગુડ્ડુભાઈ કાલીનભાઈ (પંકજ ત્રિપાઠી) પર ભારે પડી ગયો.

ઉલ્લેખનીય છે કે ત્રીજી સીઝન ત્યાંથી જ શરૂ થાય છે, જ્યાં બીજી સીઝન ખતમ થઈ હતી, મુન્નાભાઈ (દિવ્યેન્દુ) આ દુનિયાને અલવિદા કહી ચૂક્યો છે અને કાલીનભાઈ કોમામાં જતો રહ્યો છે. આ કારણે ગુડ્ડુ ભાઈ પાવરફૂલ થઈ ગયો છે. આ સીઝનમાં કાલીન ભાઇનો સ્કીન સ્પેસ થોડો ઓછો છે. આ કારણે પણ ગુડ્ડુભાઇનો રોલ પણ મોટો છે. હવે રોલ વધુ છે તો ખોફ વધારે હશે. ગુડ્ડુભાઈ સાથે ગોલૂ (શ્વેતા ત્રિપાઠી) પણ ફોર્મમાં નજરે પડી રહી છે. તેમાં પણ પહેલાથી થોડો વધારે રૂતબો જોવા મળી રહ્યો છે.

હવે ગુડ્ડુ અને ગોલૂનો બદલો પૂરો થઈ ચૂક્યો છે, પરંતુ હવે લડાઈ મિર્ઝાપુરની ગાદીની છે. બહુબલીઓની મીટિંગ ચાલી રહી છે. ગુડ્ડુભાઈ પણ મીટિંગનો હિસ્સો છે. મીટિંગનો મુદ્દો છે મિર્ઝાપુરની ગાદી પર કોણ બેસશે? ગુડ્ડુભાઈ પોતે જ નક્કી કરી ચૂક્યો છે કે મિર્ઝાપુર પર રાજ હવે તે કરશે અને તેણે કાળી ભાઈની ખુરશી પર કબજો કરી રાખ્યો છે, પરંતુ તેમાં એક પેંચ છે. હવે એ પેંચ શું છે? તેના માટે તમારે આખી સીઝન જોવી પડશે. આમ મજા આવશે, જો તમે આ સીરિઝની પહેલો અને બીજો ભાગ જોયો છે તો ત્રીજા ભાગમાં તમને કંટાળો નહીં આવે.

રહી વાત કહાનીની તો આ વખત સીઝન તમને થોડી સ્લો જરૂર લાગશે. તમને એવું લાગશે કે કહાની બળજબરીપૂર્વક ખેચવામાં આવી રહી છે. ભૌકાલમાં કોઈ કમી નથી. તો એક્ટિંગની વાત કરીએ તો પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, વિજય શર્મા, રસિકા દુગ્ગલ, ઈશા તલવાર, શ્વેતા ત્રિપાઠી, લિલિપુટ અને અન્ય બધા કલાકારોએ આ વખત પણ શાનદાર કામ કર્યું છે. ડિરેક્શનની વાત કરવામાં આવે તો ગુરમીત સિંહે ખૂબ સારી રીતે ત્રીજી સીઝનને સંભળી છે. આ વખત પણ કુલ 10 એપીસોડ છે અને આ બધાને જોવામાં તમારે લગભગ 5 કલાક આપવા પડશે, પરંતુ પહેલા એપિસોડ બાદ તમે આ સીરિઝ વચ્ચે છોડવાનું પસંદ નહીં કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp