ટોમ ક્રૂઝની ‘મિશન ઇમ્પોસિબલ 7’એ પહેલા દિવસે તોડ્યા કમાણીના આ રેકોર્ડ્સ

PC: usatoday.com

હોલિવુડ સ્ટાર ટોમ ક્રૂઝની ફિલ્મ ‘મિશન ઇમ્પોસિબલ 7’ સિનેમાઘરોમાં રીલિઝ થઈ ચૂકી છે. ઘણા સમયથી ફિલ્મને લઈને બઝ બનેલો હતો અને હવે તેને જોઈને ફેન્સનું દિલ ખુશ થઈ ગયું છે. ફિલ્મનું આખું નામ ‘મિશન: ઇમ્પોસિબલ- ડેડ રેકનિંગ પાર્ટ 1’ છે. તે 12 જુલાઇના રોજ આખી દુનિયાના સિનેમાઘરોમાં રીલિઝ થઈ છે. આ દરમિયાન ફિલ્મનું પહેલા દિવસનું કલેક્શન સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 12.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

ટોમ ક્રૂઝની ગત ફિલ્મ ‘મિશન ઇમ્પોસિબલ ફોલઆઉટ' વર્ષ 2018માં રીલિઝ થઈ હતી. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 9.25 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી હતી. એ હિસાબે જોવા જઈએ તો નવા ભાગે પહેલા દિવસે શાનદાર કલેક્શન કર્યું છે. વેરાઇટીના રિપોર્ટ મુજબ, ‘મિશન ઇમ્પોસિબલ 7’ નોર્થ અમેરિકામાં 85-90 મિલિયન ડોલર એટલે કે 698 થી 740 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે. એ હિસાબે પોતાની રીલિઝના શરૂઆતી 5 દિવસોમાં તેનું ઇન્ટરનેશનલ કલેક્શન 160 મિલિયન ડોલર એટલે કે 1313 કરોડ રૂપિયા થઈ જશે.

તેના કારણે ફિલ્મની ગ્લોબલ ઓપનિંગ 250 મિલિયન એટલે કે લગભગ 2051 કરોડ રૂપિયા થઈ શકે છે. આ વર્ષે રીલિઝ થયેલી અન્ય હોલિવુડ ફિલ્મોના કલેક્શનની વાત કરીએ તો વિન ડીઝલ અને જેસન મોમોઆની ‘ફાસ્ટ એક્સ’એ પણ ભારતીય બોક્સ ઓફિસ પર 12.50 કરોડ રૂપિયાથી ઓપનિંગ કરી હતી, પરંતુ ‘જોન વીક: ચેપ્ટર 4’ (10 કરોડ), ‘એન્ટ મેન એન્ડ ધ વાસ્પ: ક્વાંટમ મેનિયા (9 કરોડ રૂપિયા) અને ‘ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સી’ (7.30 કરોડ રૂપિયા) કરતા વધુ મોટી ઓપનિંગ ‘મિશન ઇમ્પોસિબલ 7’ને મળી છે.

21 જુલાઇના રોજ ટોમ ક્રૂઝની ફિલ્મ ‘મિશન ઇમ્પોસિબલ 7’નો સામનો માર્ગો રોબીની ફિલ્મ ‘બાર્બી’ અને ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ ‘ઓપેનહાઇમર’ સાથે થશે. હવે જોવાનું એ રહેશે કે આ બે મોટી ફિલ્મો સામે ટોમ ક્રૂઝ ટકી શકે છે કે નહીં.

શું છે ‘મિશન ઇમ્પોસિબલ 7’ની કહાની?

ફિલ્મની કહાની ટોમના પાત્ર ઇથન હંટ પર આધારિત છે, જે વધુ એક ઇમ્પોસિબલ મિશનને પૂરું કરવા નીકળ્યો છે. ઇથનને એક ચાવી શોધવાનું કામ સોંપવામાં આવ્યું છે. તે કઈ વસ્તુની ચાવી છે અને તેનાથી શું રહસ્ય ખુલશે તેની બાબતે કોઈ જાણતું નથી. આ રહસ્યમય ચાવીની શોધમાં ઘણી મુશ્કેલીઓનો સામનો ઇથન અને તેની ટીમ કરવો પડે છે. ‘મિશન ઇમ્પોસિબલ 7’ના ડિરેક્ટર ક્રિસ્ટોફર મક્કવેરી છે. તેમાં ટોમ ક્રૂઝ સાથે હેલી ઇટવેલ, રિબેક ફોર્ગ્યૂશન અને વેનેસા કિર્બીએ કામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp