અક્ષયની ફિલ્મ ‘મિશન રાનીગંજ' ફ્લોપ જાય તેવી ચર્ચા કેમ ચાલી રહી છે?

‘OMG’ની સફળતા બાદ એમ લાગ્યું કે અક્ષય કુમારને મોટા પરદા પર જોવા માટે જનતા ફરીથી એક્સાઈટેડ છે. આજે અક્ષય કુમારની નવી ફિલ્મ ‘મિશન રાનીગંજ’ થિયેટર્સમાં રીલિઝ થઈ છે અને તેને જે પ્રકારે રિસ્પોન્સ મળી રહ્યો છે, એ જરાય સારો નથી. ‘રિયલ લાઇફ ઘટનાઓ’ પર બેઝ્ડ અક્ષય કુમારની ફિલ્મો થિયેટર્સમાં સારો બિઝનેસ કરતી રહી છે. ‘મિશન રાનીગંજ’ પણ એક રિયલ ઘટના પર બેઝ્ડ છે. ફિલ્મની કહાની માઇનિંગ એન્જિનિયર જસવંત સિંહ ગિલ પર બેઝ્ડ છે, જેમણે કોયલાની ખાણમાં ફસાયેલા 65 લોકોના જીવ બચાવ્યા હતા.
‘મિશન રાનીગંજ’માં અક્ષય આ જ જસવંત સિંહ ગિલની ભૂમિકા ભજવી રહ્યો છે, પરંતુ અક્ષયના સ્ટારડમના હિસાબે શરૂઆતથી જ ફિલ્મને લઈને એવો મજાનો માહોલ નહોતો, જેવો તેની ફિલ્મો માટે હોય છે. હવે આ ફિલ્મ થિયેટર્સમાં તો પહોંચી ચૂકી છે, પરંતુ પહેલા દિવસે તેનો બિઝનેસ સારો એવો થતો નજરે પડી રહ્યો નથી. અક્ષયની ફિલ્મ માટે એડવાન્સ બુકિંગ આ અઠવાડિયાથી શરૂ થઈ હતી. રિપોર્ટ્સ બતાવે છે કે આખું અઠવાડિયુ વીતી ગયા બાદ પણ નેશનલ ચેન્સમાં ‘મિશન રાનીગંજ’ની લગભગ 7 હજાર જ ટિકિટ બુક થઈ છે.
જ્યારે સેકનિલ્કનો રિપોર્ટ બતાવે છે કે ફિલ્મ માટે માત્ર 36 હજારથી વધારે જ ટિકિટ એડવાન્સ બુક થઈ છે. આ બુકિંગથી ‘મિશન રાનીગંજ’નો એડવાન્સ ગ્રોસ કલેક્શન 1 કરોડ રૂપિયાથી પણ ઓછો છે. નેશનલ ચેન્સમાં ‘મિશન રાનીગંજ’ની એડવાન્સ બુકિંગ, અક્ષયની સૌથી મોટી ફ્લોપ ફિલ્મોમાંથી એક ‘સેલ્ફી’થી પણ ઓછી છે. અક્ષય કુમાર અને ઈમરાન હાશમી અભિનીત ‘સેલ્ફી’ માટે રીલિઝ અગાઉ સુધી 16 હજાર કરતા વધુ ટિકિટ બુકિંગ થઈ ચૂકી હતી, જ્યારે ‘મિશન રાનીગંજ’ માટે આ આંકડો 7 હજારની નજીક જ છે.
એડવાન્સ બુકિંગનો ટ્રેન્ડ કહે છે કે ‘મિશન રાનીગંજ’ પહેલા દિવસે 3-4 કરોડ રૂપિયાનો કલેક્શન કરી શકે છે. ફિલ્મની બુકિંગ ભલે સારી નથી, પરંતુ તેને સારા રિવ્યૂ મળી રહ્યા છે. જો પહેલા દિવસની ફિલ્મને જનતા પાસેથી સારી એવી પ્રશંસા મળવાની શરૂ થાય છે તો ‘મિશન રાનીગંજ’ની કમાણી સારી થઈ શકે છે. છતા પણ અક્ષયની ફિલ્મ માટે 5 કરોડનો આંકડો થોડો દૂર રહેશે. લોકડાઉન વચ્ચે રીલિઝ થયેલી ‘બેલ બોટમ’ (2021)ને છોડી દઈએ તો અક્ષયના કરિયરની સૌથી ઠંડી ઓપનિંગ સેલ્ફીને મળી હતી.
આ વર્ષે આવેલી ‘સેલ્ફી’એ પહેલા દિવસે 2.55 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. વર્ષ 2012 બાદ અક્ષયની કોઈ પણ ફિલ્મનું કલેક્શન 5 કરોડ રૂપિયાથી ઓછું થયું નહોતું, પરંતુ આ વર્ષે ‘સેલ્ફી’ની ખૂબ નબળી ઓપનિંગે લોકોને શૉક કરી દીધા. હવે ‘મિશન રાનીગંજ’ પણ આ માર્ગે જઈ રહી છે. એડવાન્સ બુકિંગમાં થયેલી કફોળી હાલતથી ‘મિશન રાનીગંજ’નો બેડો પાર લાગતો નજરે પડી રહ્યો નથી. જો કે, અક્ષયની ફિલ્મોને જે એક વસ્તુ હેલ્પ કરે છે તે જનતાની પ્રશંસા. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ‘મિશન રાનીગંજ’ માટે પોઝિટિવ વર્ડ ઓફ માઉથ બની શકે છે કે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp