મહારાષ્ટ્રમાં પાકિસ્તાની ફિલ્મ રીલિઝ મુદ્દે MNSએ સિનેમાઘરોને ચેતવણી આપી

PC: loksatta.com

પાકિસ્તાનના ઇતિહાસની સૌથી મોટી ફિલ્મ ‘ધ લેજેન્ડ ઓફ મોલા જટ્ટ’ના મહારાષ્ટ્રમાં રીલિઝ થવા પહેલા જ વિરોધ શરૂ થઇ ગયો છે. રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ સિનેમા હોલના માલિકોને આ વિશે ચેતવણી આપી દીધી છે. મનસેએ ઝી સ્ટુડિયોઝ, મૂવીટાઇમ સિનેમા, ઓગસ્ટ એન્ટરટનમેન્ટ અને તિલક એન્ટરટેનમેન્ટ સહિત કેટલાક સિનેમા પ્રતિષ્ઠાનોને પત્ર મોકલ્યો છે, જેમાં પ્રસ્તાવિત રીલિઝ માટે તેમણે જોરદાર વિરોધ કર્યો છે.

સૂત્રો અનુસાર ફિલ્મની 30મી ડિસેમ્બરના રોજ રીલિઝ થવાની આશા છે. એક દાયકામાં ભારતમાં રીલિઝ થનારી આ પહેલી પાકિસ્તાની ફિલ્મ હશે. પત્રમાં કહેવાયું છે કે, અમારા સંજ્ઞાનમાં આવ્યું છે કે, પાકિસ્તાનમાં બનેલી અને પાકિસ્તાની અભિનેતાઓ દ્વારા અભિનીત ફિલ્મ ‘ધ લેજેન્ડ ઓફ મોલા જટ્ટ’ને જાણીજોઇને જલ્દી જ મહારાષ્ટ્રમાં રીલિઝ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે.

આગળ કહેવાયું છે કે, અમારે એ જણાવવાની આવશ્યકતા નથી કે, પાકિસ્તાન સતત ભારત વિરોધી આતંકવાદી ગતિવિધિઓને કઇ રીતે પાર પાડી રહ્યું છે. આ આતંકવાદી કાર્યવાહીઓમાં આપણા કેટલાક સૈનિક, પોલીસ બળ અને નાગરિક માર્યા ગયા છે. જોકે, અમે સમય સમય પર આ વાતનો વિરોધ કરતા આવ્યા છીએ. અમે તમને આ સમયે પાકિસ્તાની ફિલ્મને મહારાષ્ટ્રમાં રીલિઝ ન કરવાનો આગ્રહ કરીએ છીએ.

પાકિસ્તાની ફિલ્મ ‘ધ લેજેન્ડ ઓફ મોલા જટ્ટ’માં ફવાદ ખાન સાથે માહિરા ખાન, હમઝા અલી અબ્બાસી, હુમૈમૈ મલિક, ગૌહર રાશીદ, ફારીસ શાફી, અલી અજમત, રહીલા અઘા, બાબર અલી, સૈમા બલોચ જેવા મોટા સ્ટાર્સ પણ શામેલ છે. આ ફિલ્મે કમાણીમાં 250 કરોડ રૂપિયાનો રેકોર્ડ ઘણા સમય પહેલા જ તોડી નાખ્યો હતો. આ ફિલ્મ પાકિસ્તાનના ઇતિહાસમાં સૌથી મોટા બજેટ વાળી ફિલ્મ છે અને સાથે જ સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ પણ બની ગઇ છે.

પાકિસ્તાનની સાથે સાથે આ ફિલ્મને ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને દુબઇ સાથે અન્ય દેશોમાં પણ રીલિઝ કરવામાં આવી છે. એવામાં દેશની સાથે સાથે વિદેશી દર્શકોને પણ આ ‘ધ લેજેન્ડ ઓફ મોલા જટ્ટ’ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મનું વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ કલેક્શન 100 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. આ કમાલ આ ફિલ્મે ફક્ત 10 જ દિવસમાં કરી બતાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp