ઘરની બારી પર લટકેલી મળી એક્ટ્રેસ શહાનાની લાશ, કસ્ટડીમાં પતિ
મોડલ અને એક્ટ્રેસ શહાના શુક્રવારે કોઝિકોડમાં મૃત હાલતમાં મળી આવી હતી. 20 વર્ષીય શહાના ઘરની બારી પરની રેલિંગ પર લટકેલી મળી. પરમબિલ બજાર સ્થિત તેના ઘરે પોલીસ પહોંચી હતી. કોઝિકોડથી આ સિટી આશરે 14 કિલોમીટર દૂર છે. શહાનાના પતિ શહદને પૂછપરછ અને સવાલો માટે પોલીસે કસ્ટડીમાં લીધો છે. દોઢ વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા અને બંને ભાડાના મકાનમાં રહેતા હતા.
શહાનાની માતાએ લગાવ્યો મોડલના પતિ પર આરોપ
સંબંધીઓનું માનવું છે કે, શહાનાનું મર્ડર થયું છે શહાનાની માતાએ કહ્યું મારી દીકરીએ હંમેશાં ઘરેલુ હિંસાને લઈને જણાવ્યું છે. તેનો પતિ તેના પર હાથ ચલાવતો હતો. રિપોર્ટ અનુસાર શહાનાની માતાએ કહ્યું કે, તે ક્યારેય પણ આત્મહત્યા કરી શકે એમ નથી, તેણે અમને સૌને 20મા જન્મદિવસ પર બોલાવ્યા હતા. અમે સૌએ તેનો જન્મદિવસ મળીને સેલિબ્રેટ કરવાનો પ્લાનિંગ કરી હતી. આ પૂછપરછ રેવન્યૂ ડિવિઝનલ ઓફિસરની સામે કરવામાં આવશે.
શહાનાની માતાએ કહ્યું કે, ગુરુવારની સાંજે શહાનાએ મારો કોન્ટેક્ટ કર્યો હતો. તેનો 20મો જન્મદિવસ હતો, તેણે મને કહ્યું હતું કે, તે મારા ઘરે આવશે બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે, મને નથી લાગતું કે તેણે સ્યુસાઇડ કર્યું હોય. આ સાથે જ શહાનાની માતાએ આરોપ લગાવ્યો છે કે, શહાનાનુ મર્ડર તેના પતિ સજદે કર્યું છે. સજદે શહાનાને ધમકી આપી હતી કે, જો તેણે એડવર્ટાઈઝમેન્ટમાંથી આવેલા પૈસાનો ચેક તેને ન આપ્યો તો, તે તેને જાનથી મારી નાખશે અને શહાનાએ તેને ચેક આપવા માટે ના કહી દીધું હતું.
શહાનાએ કોઝિકોડમાં સજદ સાથે દોઢ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. કતર એરલાઇન્સમાં સજદ કામ કરે છે. લગ્ન પછી શહાનાએ પોતાના મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેણે તામિલ ફિલ્મમાં એક્ટિંગ કરી અને ઘણી એડ ફિલ્મો પણ કરી. શહાનાએ જ્યારે વધુ પૈસા કમાવાનું શરૂ કરી દીધું તો સજદે કતર એરલાઇન્સમાં કામ કરવા માટે ના કહી દીધું. સજદ શહાનાના ઘણા પૈસા ખર્ચ કરતો હતો.
શહાનાના સંબંધીઓનું કહેવું છે કે, સજદના પરિવારે 25 વસ્તુઓની ડિમાન્ડ કરી હતી. ત્યારબાદ સજદના પરિવારે લગ્ન પછી પણ ડિમાન્ડ કરી. શહાનાએ દરેક વાત પોતાના પરિવારને જણાવી હતી. સજદ અને તેના પરિવારે શહાનાનું તેની માતા સાથે મળવાનું પણ બંધ કરાવી દીધું હતું. ત્યારબાદ શહાના ભાડાના ઘરમાં રહેવા લાગી, પરંતુ સજદે તેને ટોર્ચર કરવાનું બંધ નહીં કર્યું, તે પૈસાની સતત ડિમાન્ડ કરતો રહ્યો.
પરિવારનો આરોપ છે કે સજદે જ શહાનાનો જીવ લીધો છે. થોડા દિવસો પહેલા શહાનાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવવાની પણ કોશિશ કરી હતી, કારણ કે સજદે તેને ટોર્ચર કરી હતી, પરંતુ સજદના મિત્રએ શહાનાને સમજાવી આથી શહાનાએ પોલીસ ફરિયાદ દાખલ નહી કરાવી, તેમજ તે ઘરે પરત ફરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp