છોકરી માટે માતાએ ગાયું ગીત, જેને સાંભળ્યા પછી સોનુ સૂદે કરી માતાને આ ઓફર

PC: wp.com

સોશિયલ મીડિયા પર એક મહિલાનો ગીત ગાતો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સાંભળવામાં આવી રહ્યું છે કે મહિલા ઘણા જ સુરીલા અવાજમાં ગીત ગાઈ રહી છે. આ ગીતને સાંભળ્યા પછી સોનુ સૂદ પણ પોતાને રોકી શક્યો ન હતો. આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરતા તેણે લખ્યું છે- મા હવે ફિલ્મોમાં ગીત ગાશે. અસલમાં સોશિયલ મીડિયા પર હંમેશા આ રીતના વીડિયો જોઈ શકાય છે. ટેલેન્ટેડ લોકો માટે સોશિયલ મીડિયા એક ઘણું મોટું પ્લેટફોર્મ છે. વીડિયોને જોયા પછી તમે પણ દંગ રહી જશો.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા ચૂલા પર રોટલી બનાવી રહી છે. મહિલાની પુત્રી માને એક ગીત ગાવા માટે વિનંતી કરી રહી છે. મા પહેલા ના પાડી દે છે. પછી ગીત ગાય છે. જેવી જ મા તેરે નૈના સાવન ભાદો ગીત ગાય છે, તો માનો એવું લાગે છે કે જાણો કોઈ પ્રોફેશનલ સિંગર ગીત ગાઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ ગીત ઘણું વધારે વાયરલ થઈ રહ્યું છે. આ ગીતને સાંભળ્યા પછી બોલિવુડ સુપર સ્ટાર સોનુ સૂદ પણ ખુશ થઈ ગયો છે. આ વીડિયોને શેર કરીને તેણે લખ્યું છે- માતા હવે ફિલ્મોમાં ગીત ગાશે. આ ગીતને 70 હજારથી વધારે વ્યુઝ મળી ગયા છે.

આ ગીત પર ઘણા લોકો કોમેન્ટ્સ કરતા જોવા મળ્યા છે. ટ્વીટમુકેશ નામના યુઝરે આ વીડિયોને શેર કર્યો છે. આ પર ઘણા લોકોની સારી કોમેન્ટ્સ પણ જોવા મળી રહી છે. એક યુઝરે કોમેન્ટ કરતા કહ્યું છે કે- ગરીબીમાં દર્દ છે, આ બસ અવાજ નહીં એક સ્ટોરી છે. તો અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે- આટલું પ્યારું ગીત મેં ક્યારેય સાંભળ્યું નથી. સોનુ સૂદની લોકોને મદદ કરવાના સ્વભાવ વિશે સૌ કોઈ સારી રીતે જાણે છે.

કોરોના કાળ દરમિયાન લાખો લોકોને દવાથી માંડીને રેમેડિસિવિરના ઈંન્જેક્શનની સાથે હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજન પૂરુ પાડવામાં તેની સંસ્થાએ ઘણી મદદ કરી છે. તે સિવાય પણ જરૂરિયાતમંદ લોકોને તેણે એક પણ રૂપિયા લીધા વગર લોકોને મદદ કરી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp