મૌની રોયે બ્લેક બિકીનીમાં શેર કર્યો ફોટો, ટ્રોલ થઈ, લોકોએ કહ્યુ- કોઈ ખાવાનું આપો

PC: twitter.com

બોલિવુડ એક્ટ્રેસ મૌની રોયે એક તરફ જ્યાં પોતાની એક્ટિંગના દમ પર પોતાના માટે એક સારું નામ બનાવ્યું છે, તો બીજી તરફ ફેન્સ તેની સુંદરતા અને ફિટનેસના પણ કાયલ છે. મૌની રોયના ફોટોઝ અને વીડિયોઝ ઘણી વખત ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થતા રહે છે, જેની પર ફેન્સ પોતાનો પ્રેમ લુટાવતા જોવા મળે છે. જોકે ઘણી વખત કોઈ ના કોઈ કારણે એક્ટ્રેસ ટ્રોલ પણ થઈ જાય છે. તેવી જ રીતે હાલમાં જ મૌની રોયે બ્લેક બિકીનીમાં ફોટો શેર કરતા ટ્રોલ થયેલી જોવા મળી છે.

મૌની રોયે ઈન્સ્ટાગ્રામ પર એક હોટ ફોટો શેર કર્યો છે. ફોટામાં મૌની રોય બ્લેક બિકીની પહેરેલી જોવા મળે છે. આ ફોટામાં મૌની રોય ઘણી હોટ લાગી રહી છે અને બોલ્ડનેસથી ઈન્સ્ટાગ્રામનો પારો વધારી રહી છે.

ફોટાને શેર કરતા મૌની રોયે કેપ્શનમાં લખ્યું છે- મી ટુ ધ સી એક્સ. મૌની રોયના ફોટાને ફેન્સની સાથે સાથે અનેક સિલેબ્સે પણ લાઈક કર્યો છે. જણાવી દઈએ કે મૌની રોય આજકાલ યુએઈમાં રજા વિતાવી રહી છે.

 
 
 
View this post on Instagram

A post shared by mon (@imouniroy)

મૌની રોયને સોશિયલ મીડિયા યુઝર્સ ઘણા ટ્રોલ કરી રહ્યા છે. એક ટ્રોલે લખ્યું છે- દીદીને કોઈ ખાવાનું આપો. તો અન્ય એકે લખ્યું છે- મેમ, મારો વિશ્વાસ કરો, તમે ઘણા જ સુંદર દેખાઈ રહ્યા છો. પરંતુ એટલું પણ ડાયેટ ના કરો કે હવાના ઝોકાથી ઉડી જાઓ. આ સિવાય અન્ય એકે લખ્યું છે- હાંડકાંનો ઢાંચો લાગી રહી છે. તેનાથી સારી તો નોર્મલ છોકરીઓ લાગે છે. જોકે કેટલીક કોમેન્ટ્સમાં ફેન્સ મૌનીના વખાણ પણ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે નાનકડાં પડદાં પર મૌનીએ ટીવી શો દેવો કે દેવ મહાદેવથી ઘરે ઘરેમાં જગ્યા બનાવી હતી. જેવા પછી મૌનીએ નાગિનની સાથે પોતાનો અલગ અંદાજ દર્શકો સામે જાહેર કર્યો હતો. આજે મૌની ટીવીની સાથે ઓટીટી અને બોલિવુડમાં પણ એક્ટિવ છે.

મૌનીએ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં પણ ઘણી સારી એક્ટિંગ કરી દર્શકોનું દિલ જીતી લીધું હતું. મૌનીનો નેગેટીવ શેડ દર્શકોને ઘણો પસંદ આવ્યો હતો. મૌની ટૂંક સમયમાં સંજય દત્તની સાથે ફિલ્મ ધ વર્જિન ટ્રીમાં જોવા મળવાની છે. જ્યારે હાલમાં તે હની સિંહની સાથે મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp