
ટી.વી.થી બોલિવુડમાં ધમાલ મચાવનારી એક્ટ્રેસ મૌની રોયે બીકિની લૂકની કેટલીક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. ત્યારબાદ ઈન્ટરનેટ પર આગ જેવી લાગી ગઈ છે. એક્ટ્રેસ બીકિની લૂકમાં સોશિયલ મીડિયા પર કેર મચાવી દીધો છે. સમુદ્રની લહેરો સાથે મસ્તી કરતી મૌની રોયે આ દરમિયાન ટૂ પીસ કલરફૂલ બીકિની પહેરીને નજરે પડી રહી છે. મૌની રોયે સોશિયલ મીડિયા પર સમુદ્રની લહેરોથી બીકિની તસવીર શેર કરી, જેને જોઈને તે દરેકના દિલમાં છવાઈ ચૂકી છે.
ટી.વી.થી લઈને બોલિવુડ સુધીની સફર નક્કી કરનારી એક્ટ્રેસ મૌની રૉય આજકાલ અમેરિકાથી પોતાના હૂસનના જલવા વિખેરી રહી છે. એક્ટ્રેસે પોતાની એવી એવી હોટ તસવીરો શેર કરી રહી છે જેને જોઈને ફેન્સ ખૂબ ફોટો અને વીડિયો પર કમેન્ટ કરી રહી છે. એટલું જ નહીં, દિશા પટાની પણ મૌની રોયન તસવીર પર કમેન્ટ કરી છે. એક્ટ્રેસ મૌની રૉય સારી એક્ટ્રેસ સાથે સાથે ડાન્સર પણ છે, પરંતુ શાનદાર રોલ ન મળવાથી તેનું ફિલ્મી કરિયર કંઈ ખાસ નથી રહ્યું છે. છતા તે ચર્ચામાં રહે છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર તેનો જલવો જોતા જ બને છે.
હાલની એક તસવીરમાં મૌની રૉય ઓરેન્જ ટ્યુબ ડ્રેસમાં કેર વર્તાવતી નજરે પડી રહી છે. તેણે પોતાના લૂક પૂરો કરવા માટે બપ હેર બનાવ્યા છે. સાથે જ મેકઅપમાં સૌથી વધુ ફોકસ આંખો પર કર્યું છે અને બાકી મેકઅપ લાઇટ રાખ્યું છે. એક્ટ્રેસની એક તસવીરને અત્યાર સુધી 3 લાખની આસપાસ લાઇક મળી ચૂકી છે અને 2000ની આસપાસ લોકોએ તેના પર કમેન્ટ કરી છે. જેવી જ એક્ટ્રેસે તસવીર શેર કરી, એવી જ તેની બેસ્ટ ફ્રેન્ડ દિશા પટાણીએ પણ કમેન્ટ કરી. તેણે ઘણી ઇમોજી સાથે કમેન્ટ કરી સેક્સી.
તો એક્ટ્રેસ અદા ખાને પોસ્ટમાં ફાયરની ઇમોજી લગાવી. તો, એક યુઝરે લખ્યું કે, તારી ડ્રેસ ખૂબ સુંદર છે. તો બીજા એક ફેને લખ્યું કે, તારા પર ઓરેન્જ કલર ખૂબ સારો લાગી રહ્યો છે. આ અગાઉ એક્ટ્રેસે બીકિનીમાં તસવીર શેર કરી હતી. આ કારણે તે ખૂબ ટ્રોલ થઈ હતી. ઘણા લોકોએ તેની બોડીને લઈને કમેન્ટ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસને છેલ્લી વખત મોટા પરદા પર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં નજરે પડી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp