શાહિદને એક્શન અવતારમાં દર્શાવતી ‘બ્લડી ડેડી’ જોતા પહેલા વાંચી લો આ રિવ્યૂ

શાહિદ કપૂરની ફિલ્મ ‘બ્લડી ડેડી’નું ટ્રેલર રીલિઝ થયા બાદથી જ ફેન્સ ફિલ્મ રીલિઝની રાહ જોઈ રહ્યા હતા. 9 જૂને ફિલ્મ Jiocinema પર રીલિઝ થઈ ચુકી છે. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો, તે માત્ર 24 કલાકનો કિસ્સો છે. જ્યાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોનો અંડર કવર ઓફિસર સુમેર (શાહિદ કપૂર) 50 કરોડનું ડ્રગ્સ જપ્ત કરી લે છે. અહીંથી જ અસલી સ્ટોરી શરૂ થાય છે. સુમેરને ડ્રગ્સ માફિયાનો સાથી સિકંદર (રોનિત રોય) નો ફોન આવે છે. તે તેની સામે એક ડીલ મુકે છે. આ ડીલ કોઈ નાની ડીલ નથી. સિકંદરે સુમેરના દીકરા અથર્વને કિડનેપ કરી લીધો છે. હવે સુમેર જો ડ્રગ્સ પાછુ ના આપે તો તેણે પોતાનો દીકરો ગુમાવવો પડશે.

એવામાં સુમેર પોતાના દીકરાનો જીવ બચાવવા માટે ડ્રગ માફિયાની વાત માની લે છે અને ડ્રગ્સ પાછું આપવા માટે હોટેલ પહોંચી જાય છે. અહીં ટ્વિસ્ટ એ છે કે, સુમેરે હોટેલમાં જ્યાં ડ્રગ્સ ભરેલી બેગ સંતાડી હતી. તે ત્યાંથી ગાયબ થઈ જાય છે. આગળની સ્ટોરી જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. આ ફિલ્મ 2011માં રીલિઝ થયેલી ફ્રેન્ચ ફિલ્મ ‘સ્પીલલેસ નાઇટ’નું અડોપ્ટેશન છે. અબ્બાસ ઝફરે આ ફિલ્મના અડોપ્ટેશનને ખૂબ જ સારી રીતે રજૂ કર્યું છે.

ફિલ્મનો ફર્સ્ટ હાફ તમને સ્ટોરી સાથે બાંધીને રાખે છે. ‘બ્લડી ડેડી’માં હીરોએ જે દુઃખ સહન કરવું પડ્યું તે ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. ત્યારબાદ રોનિત રોય અને શાહિદની વચ્ચે થયેલી ફોન પર વાતચીતનો સીન પણ જબરદસ્ત છે. ફિલ્મ એટલી પરફેક્ટ છે કે વધુ ખામી શોધવી મુશ્કેલ છે. ફિલ્મમાં એક્ટિંગની વાત કરીએ તો, શાહિદે દરેક ઇમોશનને પડદા પર ખૂબ જ સારી રીતે રજૂ કર્યા છે. તેનું ફ્રસ્ટ્રેશન હોય કે પછી ગુસ્સો. તેણે પોતાની એક્ટિંગને એકદમ નેચરલ રાખી છે. શાહિદ બાદ ડ્રગ માફિયાના રોલમાં રોનિત ખૂબ જ જબરદસ્ત એક્ટિંગ કરતો દેખાય છે. તેને જોઈને એવુ લાગે છે કે જાણે સ્ક્રીન પર હકીકતમાં કોઈ હાઈ ક્લાસ ડ્રગ માફિયા આવી ગયો હોય. ફિલ્મમાં ડાયના પેંટી અને રાજીવ ખંડેલવાલ પણ છે. અદિતિના કેરેક્ટરમાં ડાયનાની એક્ટિંગ ઓકે-ઓકે રહી. જોકે, રાજીવ પણ પોતાના કેરેક્ટર સાથે વધુ જસ્ટિસ ના કરી શક્યો. શાહિદના ફેન્સ માટે આ ફિલ્મ વીકેન્ડ પર ટ્રીટ સમાન છે.

ફિલ્મઃ બ્લડી ડેડી

સ્ટાર કાસ્ટઃ શાહિદ કપૂર, રોનિત રોય, ડાયના પેંટી, રાજીવ ખંડેલવાલ

ડિરેક્ટરઃ અલી અબ્બાસ ઝફર

ફિલ્મને મળેલા સ્ટાર્સ

આજતકઃ 3 સ્ટાર્સ

IMDb: 10માંથી 8.8 સ્ટાર્સ

ઇન્ડિયા ટાઇમ્સઃ 3.5 સ્ટાર્સ

ઇન્ડિયા ટીવી ન્યૂઝઃ 2.5 સ્ટાર્સ

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.