સેક્સ પર બનેલી ‘છત્રીવાલી’ અને સિદ્ધાર્થની ‘મિશન મજનૂ’ જોતા પહેલા વાચી લો Review

જાન્યુઆરીના મહિનામાં બોલિવુડ ઈન્ડસ્ટ્રી તરફથી દર્શકો માટે પેટ્રિયોટિઝ્મ બેઝ્ડ ફિલ્મોની ભરમાર થાય છે. આ મહિનામાં શાહરૂખ ખાનની ‘પઠાન’, રાજકુમાર સંતોષીની ‘ગાંધી-ગોડસે એક યુદ્ધ’ જેવી ફિલ્મો થિયેટર પર રીલિઝ માટે તૈયાર છે. બીજી તરફ, સિદ્ધાર્થ મલ્હોત્રાની આ જ જોનરમાં બનેલી ફિલ્મ ‘મિશન મજનૂ’ પણ ઓટીટી પર રીલિઝ થઈ રહી છે. સિદ્ધાર્થની આ ફિલ્મ તમારી અંદરના દેશભક્તને કેટલો જગાડી શકે છે, એ જાણવા માટે વાંચી લો આ રિવ્યૂ.
પાકિસ્તાનના રાવલપિંડીમાં ભારતીય જાસૂસ અમનદીપ અજિતપાલ સિંહ (સિદ્ધાર્થ મલ્હોત્રા) ત્યાં તારિક અલી નામથી દરજી બનીને પોતાના મિશનમાં છે. પંજાબના અમનદીપના પિતા પર દેશદ્રોહીનો દાગ લાગ્યો છે, જેની સજા તે અને તેનો પરિવાર ભોગવી રહ્યા છે. એવામાં અમનદીપ પોતાના પરિવાર પરથી દાગ હટાવવાના ઈરાદાથી પોતાના ભારત માટે કંઈ પણ કરવા તૈયાર છે. અમનદીપને આ તક રૉના સીનિયર કાવ (પરમિત શેઠ્ઠી) આપે છે. અમનદીપે મિશન મજનૂ અંતર્ગત પાકિસ્તાનમાં રહીને ત્યાંની ન્યૂક્લિયર સ્ટ્રેટજી અંગે જાણકારી મેળવીને તેની સાથે સંકળાયેલી માહિતી ભારતને આપવાની છે. જોકે, આ દરમિયાન અમનદીપ નસરીન (રશ્મિકા મંદાના)ના પ્રેમમાં પડીને તેની સાથે નિકાહ કરી લે છે. પાકિસ્તાનમાં બેવડું જીવન જીવી રહેલો અમનદીપ પોતાના મિશનને લઈને પણ દ્રઢ છે અને તેમા તેની મુલાકાત બે અન્ય ઈન્ડિયન રૉ એજન્ટ સાથે થાય છે. શું અમનદીપ પોતાના મિશન મજનૂમાં સફળ થઈ શકશે? ન્યૂક્લિયર ટેસ્ટને રોકવામાં તેનો શું રોલ છે? આ સવાલોનો જવાબ મેળવવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.
દેશભક્તિ પર સિદ્ધાર્થની આ બીજી ફિલ્મ છે. સિદ્ધાર્થનું પરફોર્મન્સ તમને નિરાશ નહીં કરશે. ફિલ્મને એકવાર જરૂર જોઈ શકાય.
Zee5 પર રકુલ પ્રીત સિંહની ફિલ્મ ‘છતરીવાલી’ રીલિઝ થઈ ગઈ છે. ‘છતરીવાલી’ જોયા બાદ મગજમાં પહેલો શબ્દ એ જ આવશે, નામ બડે ઓર દર્શન છોટે. આવુ કહેવા પાછળ ઘણા કારણો છે. ‘છતરીવાલી’ પર વાત કરતા પહેલા થોડું ફ્લેશબેકમાં જઈએ, ગત વર્ષે નુસરત ભરુચા સેફ સેક્સ પર એક ફિલ્મ લઈને આવી હતી. ફિલ્મનું નામ ‘જનહિત મેં જારી’ હતું. જો તમે ‘જનહિત મેં જારી’ જોઈ છે, તો પછી ‘છતરીવાલી’ની સ્ટોરી સમજવામાં વધુ મગજ નહીં દોડાવવુ પડશે.
‘છતરીવાલી’ની સ્ટોરી સેફ સેક્સ અને સેક્સ એજ્યુકેશન પર આધારિત છે. ફિલ્મની લીડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ છે, જે ફિલ્મમાં સાન્યા ઢીંગરાના રોલમાં દેખાશે. ‘છતરીવાલી’ની શરૂઆત થાય છે સાન્યા ઢીંગરાની કેમેસ્ટ્રીથી. સાન્યા કરનાલમાં રહેતી એક સાધારણ યુવતી છે, જેને કેમેસ્ટ્રી વિશે સારું નોલેજ છે. તે ઘરે બાળકોને ટ્યુશન ભણાવીને પોતાનું ઘર ચલાવે છે. સાન્યા નોકરી શોધી રહી છે. એક દિવસ તેને સારા પગાર પર એક કોન્ડોમ ફેક્ટરીમાં જોબ મળી જાય છે. સાન્યાનું જીવન બદલાઈ જાય છે. દરમિયાન એન્ટ્રી થાય છે ઋષિ કાલરા (સુમિત વ્યાસ)ની. ઋષિ, સાન્યાને પ્રેમ થાય છે અને બંને લગ્ન કરી લે છે. પરંતુ, સાન્યા ઋષિને એ નથી જણાવતી કે તે એક કોન્ડોમ ફેક્ટરીમાં કામ કરે છે.
સાન્યા જોબ છોડવાની હોય છે, ત્યારે જ તેને પોતાની જેઠાણીના અબોર્શન અને મિસકેરેજ વિશે જાણકારી મળે છે. અહીંથી સાન્યા નક્કી કરી લે છે કે તે લોકોની વચ્ચે કોન્ડોમ અંગે જાગૃતતા ફેલાવશે. જોકે, તેને માટે આ બધુ સરળ નથી. શું સાન્યા પોતાના પરિવાર વિરુદ્ધ જઈને લોકોને કોન્ડોમનો ઉપયોગ કરવા માટે જાગૃત કરી શકશે? શું થાય છે જ્યારે સાન્યાના પતિને તેની જોબ વિશે માહિતી મળશે? આ સવાલોનો જવાબ મેળવવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.
દર્શકોને અમે એક જ વાત કહીશું કે આ ફિલ્મ જોવાનું કોઈ કારણ નથી. જો તમે ‘જનહિત મેં જારી’ નથી જોઈ તો ‘છતરીવાલી’ જોઈ શકો છો. હાં, જો રકુલ પ્રીત સિંહ અને સુમિત વ્યાસના ફેન છો, તો પણ આ ફિલ્મ એકવાર જરૂર જોઈ શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp