26th January selfie contest

રાની મુખર્જીની મિસીસ ચેટર્જી વર્સીસ નોર્વે ફિલ્મ જોવા જતા પહેલા વાંચી લો રિવ્યુ

PC: indianexpress.com

એક દાયકા પહેલા નોર્વેમાં રહેતા એક દંપતીના કેસે દેશભરમાં મીડિયાનું એટેન્શન મેળવ્યુ હતું. કેસ અનુસાર, નોર્વેના ચાઇલ્ડ વેલફેર સર્વિસે એ કપલના બાળકોને પોતાની કસ્ટડીમાં લેતા પેરેન્ટ્સ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ પોતાના બાળકોની સંભાળ યોગ્યરીતે નથી કરી રહ્યા. બાળકોને જબદસ્તી છીનવી લેવા પર એક માએ એવો હલ્લો મચાવ્યો કે ગ્લોબલ લેવલ પર આ કેસ ચર્ચામાં બની રહ્યો. હવે તે કેસને ફિલ્મ ‘મિસીસ ચેટર્જી વર્સીસ નોર્વે’ના રૂપમાં સિલ્વર સ્ક્રીન પર રીલિઝ કરવામાં આવી રહી છે.

નોર્વેમાં છેલ્લાં ચાર વર્ષથી પોતાના પતિ સાથે રહેતી સાગરિકા ચેટર્જી (રાની મુખર્જી)ના જીવનમાં એ સમયે ભૂકંપ આવી જાય છે, જ્યારે તેના બે નાના બાળકોને ત્યાંની ગર્વનમેન્ટની ચાઇલ્ડ વેલફેર સોસાયટી ઉઠાવીને લઈ જાય છે. વેલફેર સોસાયટીનો એવો આરોપ છે કે સાગરિકા પોતાના બાળકોની સંભાળ કરવામાં અસમર્થ છે, તે માનસિકરીતે સ્ટેબલ નથી. તેમજ, બીજી તરફ બાળકોને નોર્વેનું દંપત્તિ અડોપ્ટ કરી લે છે. જ્યાં સાગરિકા પોતાના બાળકોની કસ્ટડી મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી દે છે. આશરે ચાર વર્ષ સુધી ચાલનારા આ હાઈ પ્રોફાઇલ કેસ દરમિયાન સાગરિકા કયા પ્રકારના ટ્રોમામાંથી પસાર થાય છે. બાળકોની કસ્ટડી પાછી મેળવવા કેવી મહેનત કરવી પડે છે. સત્ય ઘટના પર આધારિત આ કેસમાં સાગરિકાનો પક્ષ શું છે. તેને ડિટેલમાં જાણવા માટે તમારે થિયેટર્સમાં જવુ પડશે.

અશિમા છિબ્બરના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં એક્ઝીક્યૂશનના લેવલ પર ખામીઓ દેખાય છે. આ ફિલ્મનો સૌથી નબળો પાર્ટ તેનો સ્ક્રીનપ્લે રહ્યો છે. રાઈટિંગના લેવલ પર ફિલ્મ ખૂબ જ નબળી છે. કેટલાક કેરેક્ટર્સના ડિટેલિંગ પર કામ ના કરવાને પગલે તેઓ સ્ક્રીન પર કન્ફ્યૂઝ્ડ લાગે છે. આ ખામીઓના કારણે એક ઇમોશનલ સબ્જેક્ટ હોવા છતા ફિલ્મ તમારા સુધી પહોંચતી નથી. એક્ટિંગની વાત કરીએ તો રાનીની એક્ટિંગ કાબિલે તારીફ છે. પરંતુ, ડાયરેક્શનના મામલામાં ફિલ્મ થોડી ઢીલી લાગી રહી છે.

ફિલ્મના ટાઇટલ પરથી લાગી રહ્યું છે તેમ ફિલ્મનો સમગ્ર ભાર રાની મુખર્જીના ખભા પર છે. રાનીએ પોતાના કેરેક્ટર સાથે ન્યાય કર્યો છે. ઈમોશનના વેરિએશનને તેણે સુંદર રીતે પકડ્યો છે. રાનીના પતિના રૂપમાં અનિર્બન ભટ્ટાચાર્યનું કામ પણ સારું રહ્યું છે. નીના ગુપ્તા ઓછાં સમય માટે આવે છે પરંતુ, પોતાની હાજરી નોંધાવી જાય છે. વકીલના રૂપમાં જિમ સરભનું કેરેક્ટર અંત આવતા સુધીમાં કન્ફ્યૂઝ લાગવા માંડે છે.

એક મા પોતાના બાળકો માટે કઈ હદ સુધી જઈ શકે છે, તેની સત્ય ઘટના પર આધારિત સ્ટોરીને એકવાર જરૂર જોઈ શકાય. તેના પર રાનીનું પરફોર્મન્સ ચાર ચાંદ લગાવી દે છે. આ એક ફેમિલી ફિલ્મ છે તો સમગ્ર પરિવાર સાથે બેસીને જોઈ શકાય છે.

ફિલ્મઃ મિસીસ ચેટર્જી વર્સીસ નોર્વે

નિર્દેશકઃ અશિમા છિબ્બર

સ્ટાર કાસ્ટઃ રાની મુખર્જી, અનિર્બન ભટ્ટાચાર્ય, જિમ સરભ, નીના ગુપ્તા

ફિલ્મને મળેલા સ્ટાર્સ

આજતકઃ 3 સ્ટાર્સ

ધ ક્વિન્ટઃ 3 સ્ટાર્સ

ઈન્ડિયા ટુડેઃ 3.5 સ્ટાર્સ

ઈન્ડિયા ટાઈમ્સઃ 3 સ્ટાર્સ

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાઃ 3 સ્ટાર્સ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp