ઐશ્વર્યા-વિક્રમની પોન્નિયિન સેલ્વનનો બીજો પાર્ટ જોતા પહેલા વાંચી લો આ રિવ્યૂ

PC: radiocity.in

મણિરત્નમના નિર્દેશનવાળી ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વન 2’ રીલિઝ થઈ ગઈ છે. ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન, વિક્રમ, કાર્તિ, તૃષા અને જયમ રવિ લીડ રોલમાં છે. મણિરત્નમની ફિલ્મ કલ્કિ કૃષ્ણમૂર્તિના ઉપન્યાસ ‘પોન્નિયિન સેલ્વન’ પર આધારિત છે. આ ઉપન્યાસ 1955માં આવ્યું હતું. ફિલ્મનો પહેલો પાર્ટ 2022માં રીલિઝ થયો હતો. ફિલ્મને દર્શકોનો ખૂબ પ્રેમ પણ મળ્યો હતો. હવે શાનદાર સ્ટારકાસ્ટ સાથે ‘પોન્નિયિન સેલ્વન 2’ રીલિઝ થઈ ગઈ છે. જાણો કેવી છે આ ફિલ્મ.

‘પોન્નિયિન સેલ્વન’માં ઘણા સવાલોના જવાબ અધૂરા રહી ગયા હતા. એ જ સવાલોના જવાબ પાર્ટ 2માં મળે છે. પાર્ટ 1 પોન્નિયિન સેલ્વન મરી ગયાના સમાચાર સાથે પૂર્ણ થઈ હતી. તો શું ખરેખર પોન્નિયિન સેલ્વનનું નિધન થઈ ગયુ. તેમજ, વિક્રમે નંદિની સાથે બદલો લેવાનો છે અને ત્યારે શું થાય છે જ્યારે નંદિની એટલે કે ઐશ્વર્યા અને વિક્રમ એટલે કે આદિત્ય સામસામે હોય છે. આખરે રાજા કોણ બને છે. આ જ સવાલોના જવાબ ‘પોન્નિયિન સેલ્વન 2’માં મળે છે. આ પ્રકારે ફિલ્મ ષડયંત્ર અને ડ્રામાથી ભરપૂર છે. સ્ટોરી ધીમી સ્પીડથી ચાલે છે. આ પાર્ટને સમજવા માટે પહેલો પાર્ટ જોવો ખૂબ જ જરૂરી છે.

મણિરત્ન એવા ડાયરેક્ટર છે જેમની ફિલ્મ બનાવવાની પોતાની ખાસ રીત છે. ‘પોન્નિયિન સેલ્વન’ પણ તેમા જ સામેલ છે. જે રીતે તેઓ માહોલ બનાવે છે અને પાત્રોને રજૂ કરે છે, તે પણ પોતાનામાં અલગ છે. દરેક કેરેક્ટર પોતાનામાં કમ્પ્લીટ છે પરંતુ, ફિલ્મ જોવા માટે સ્ટોરીનો બેકગ્રાઉન્ડ જાણવો જરૂરી છે.

‘પોન્નિયિન સેલ્વન 2’માં વિક્રમની એક્ટિંગને લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. વિક્રમે આદિત્ય કરિકાલનનું કેરેક્ટર પ્લે કર્યું છે અને તેઓ તેમા સંપૂર્ણરીતે ઉતરી ગયા છે. તેમજ ઐશ્વર્યા રાય બચ્ચને પણ સારી એક્ટિંગ કરી છે. વિક્રમ અને ઐશ્વર્યાની એક સાથે સ્ક્રીન પ્રેઝન્સને ફેન્સ જરૂર એન્જોય કરશે. કાર્તિ અને તૃષા પણ ફિલ્મમાં નિખરીને આવ્યા છે અને જયમ રવિએ અરુનમોઝીનું કેરેક્ટર પડદા પર શાનદાર રીતે ઉતાર્યું છે.

‘પોન્નિયિન સેલ્વન’ની સ્ટોરી સારી છે. કાસ્ટિંગ જોરદાર છે અને ડાયરેક્શન પણ પરફેક્ટ છે. જોકે, સ્ટોરીની સ્પીડ ધીમી છે. આ એક ઐતિહાસિક ફિલ્મ છે તો તેમા કંઇ પણ લાર્જર ધેન લાઈફ જોવાની આશા ના કરતા.

ફિલ્મઃ પોન્નિયિન સેલ્વન

ડાયરેક્ટરઃ મણિરત્ન

સ્ટાર કાસ્ટઃ ઐશ્વર્યા રાય બચ્ચન, કાર્તિ, ચિયાં વિક્રમ, તૃષા અને જયમ રવિ

ફિલ્મને મળેલા સ્ટાર્સ

NDTV: 3.5 સ્ટાર્સ

IMDB: 8.9 સ્ટાર્સ

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાઃ 3.5 સ્ટાર્સ

આજતકઃ 4 સ્ટાર્સ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp