કાર્તિકને એક્શન અવતારમાં દર્શાવતી ફિલ્મ ‘શેહજાદા’ જોતા પહેલા વાંચી લો આ રિવ્યૂ

PC: amarujala.com

એક હિટ ફિલ્મ માટે જરૂરી હોય છે ડાન્સ, હીરો-વિલનની ફાઈટ, રોમાન્સ, મ્યુઝિક અને હાં સાથે ઈમોશનનો તડકો. કાર્તિક આર્યન કંઈક આ જ ફોર્મ્યુલા સાથે પોતાના ફેન્સ માટે ‘શેહજાદા’ના રૂપમાં મસાલા ફિલ્મ લઈને આવ્યો છે. હવે કાર્તિકને આ નવા એક્શન અવતારમાં ફેન્સ પસંદ કરે છે કે નહીં એ તો સમય જ બતાવશે. તમે પણ ફિલ્મ જોતા પહેલા વાંચી લો રિવ્યૂ.

ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો જિંદલ એન્ટરપ્રાઈસીસના માલિક રણદીપ જિંદલ (રોનિત રૉય) અને તેની કંપનીમાં કામ કરનારો સ્ટાફ બાલ્મિકી (પરેશ રાવલ)ના ઘરમાં દીકરાનો જન્મ થાય છે. કોઈક કારણસર બાલ્મિકી બંને બાળકોની અદલા-બદલી કરી દે છે. એવામાં જિંદલ કંપનીનો એકમાત્ર શેહજાદા બંટૂ (કાર્તિક આર્યન) એક મામૂલી ક્લાર્કનો દીકરો બનીને રહી જાય છે અને ક્લાર્કનો દીકરો રાજ (રાઠી) જિંદલ પરિવારમાં ઠાઠથી રહે છે. પોતાના નસીબ માટે બંટૂએ હંમેશાં સેકન્ડ હેન્ડ વસ્તુઓથી કામ ચલાવવુ પડે છે. નોકરી શોધતા બંટૂની મુલાકાત સમારા (કૃતિ સેનન) સાથે થાય છે. બોસના રૂપમાં મળેલી સમારાને જોતા જ બંટૂ તેને પ્રેમ કરવા માંડે છે. દરમિયાન તેને બાલ્મિકીની આ હરકત વિશે જાણકારી મળે છે. સ્ટોરી અહીંથી જ વળાંક લે છે. હવે આગળ શું થાય છે એ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મના ફર્સ્ટ હાફની વાત કરીએ તો ફિલ્મ થોડી લેંથમાં લાંબી લાગે છે અને કેટલાક સીન્સ કારણ વિના રાખવામાં આવ્યા છે, જેને જોતા એડિટરની બેદરકારી દેખાઈ આવે છે. જ્યારે, સેકન્ડ હાફમાં ફિલ્મ સ્પીડ પકડે છે. ખાસ કરીને ફિલ્મમાં વન લાઈનર્સ અને કોમિક પંચ તેના સેકન્ડ હાફને રસપ્રદ બનાવે છે. મોનોલોગ માટે ફેમસ કાર્તિક આર્યનને નેપોટિઝ્મ પર આપવામાં આવેલો સીન ખરેખર મજેદાર છે. ક્લાઈમેક્સને એક અલગ વળાંક પર પૂર્ણ કરવામાં આવે છે. ફિલ્મના ફર્સ્ટ હાફમાં કાર્તિક અને કૃતિના રોમાન્સ પર ફોકસ હોય છે, જ્યારે અંતમાં ફિલ્મ ફેમિલી ડ્રામા બની જાય છે. છેલ્લી 30 મિનિટમાં કૃતિ સેનન બાકાત છે. જો તમે ફિલ્મનું ઓરિજિનલ વર્ઝન નથી જોયુ, તો તમને આ ફિલ્મ નિરાશ નહીં કરશે.

ફિલ્મનું સમગ્ર કાસ્ટિંગ તેનો પ્લસ પોઈન્ટ છે. કાર્તિક આર્યને આ ફિલ્મમાં પોતાને એન્ટરટેનર તરીકે એક્સપ્લોર કર્યો છે. એક્શન, રોમાન્સ, કોમેડી અને થોડું ઈમોશન દરેક એસન્સને કાર્તિકે સ્ક્રીન પર ખૂબ જ સારી રીતે પ્લે કર્યો છે. તેમજ વકીલના રૂપમાં કૃતિ સેનનનું કામ ડિસન્ટ રહ્યું છે. જોકે, ફર્સ્ટ હાફની સરખામણીમાં સેકન્ડ હાફમાં કૃતિ એટલો પ્રભાવ નથી છોડી શકતી. બાલ્મિકીના રૂપમાં પરેશ રાવલની કાર્તિક સાથેની જોડી પરફેક્ટ છે. મનીષા કોઈરાલા અને રોનિત રોય પોતાના કેરેક્ટરમાં સહજ લાગી રહ્યા છે. આ ઉપરાંત, રાજપાલ યાદવની કોમિક ટાઈમિંગ કમાલની રહી છે.

એક એન્ટરટેનર ફિલ્મ હોવાની સાથે આ ફિલ્મ તમને પરિવારના કેટલાક વેલ્યૂઝ પણ શીખવે છે. કાર્તિક આ ફિલ્મમાં જબરદસ્ત એક્શન કરતો દેખાઈ રહ્યો છે. આ ફિલ્મમાં એ બધી જ ક્વોલિટી છે, જે એક સિનેમા લવર શોધે છે. ફિલ્મમાં વધારે લોજિક શોધવા જશો તો હાથમાં નિરાશા જ આવશે. પરંતુ, જો એન્ટરટેનમેન્ટના ઈરાદાથી જોશો તો મજા આવશે.

ફિલ્મઃ શેહજાદા

ડિરેક્ટરઃ રોહિત ધવન

સ્ટાર કાસ્ટઃ કાર્તિક આર્યન, ક્રિતી સેનન, પરેશ રાવલ, મનિષા કોઈરાલા, રોનિત રોય

ફિલ્મને મળેવા સ્ટાર્સ

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાઃ 3 સ્ટાર્સ

બોલિવુડ હંગામાઃ 4 સ્ટાર્સ

ઈન્ડિયા ટીવી ન્યૂઝઃ 1 સ્ટાર

IMDB: 4.5 સ્ટાર્સ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp