26th January selfie contest

કપિલ શર્માની Zwigato ફિલ્મ જોતા પહેલા વાંચી લો આ રિવ્યૂ

PC: zeebiz.com

કોઈએ આશા નહીં રાખી હોય કે ટીવી પર સૌને હસાવનારો કપિલ શર્મા એક ગંભીર કેરેક્ટરને સિલ્વર સ્ક્રીન પર પ્લે કરશે. કોમેડીના બાદશાહ કપિલ શર્માને ફિલ્મ ‘ઝ્વિગાટો’માં એક ડિલીવરી બોયના રૂપમાં જોવો ફેન્સ તેમજ દર્શકો માટે કંઈક અલગ જરૂર હશે. શું દર્શક કપિલને આ રૂપમાં એક્સેપ્ટ કરી શકશે. તે જાણવા તમારે રિવ્યૂ વાંચવો પડશે.

ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો ભુવનેશ્વરમાં પોતાના પરિવાર સાથે રહેતો માનસ સિંહ મહતો (કપિલ શર્મા) એક ડિલીવરી બોયનું કામ કરે છે. માનસ એક ફેક્ટરીમાં મેનેજરની પોસ્ટ પર હતો પરંતુ, કોરોના બાદ આવેલી મંદીમાં તેની નોકરી જતી હતી અને હવે પરિવાર ચલાવવા માટે તે ઝ્વિગાટો કંપનીમાં ડિલીવરી બોય બની જાય છે. માનસની પત્ની પ્રતીમા (શાહના ગોસ્વામી) આર્થિક તંગીમાં પતિને મદદ કરવા માટે બોડી મસાજ જેવું નાનું-મોટું કામ કરી લે છે. કોરોના બાદ એક લોઅર મીડિલ ક્લાસ ફેમિલીએ કયા પ્રકારના સંઘર્ષ કરવા પડ્યા તેના પર આ સ્ટોરી આગળ વધે છે. માનસની ઈચ્છા છે કે તે એક દિવસમાં 10 ડિલીવરી કરી પોતાનો ટાર્ગેટ પૂરો કરે. એક સારી રેટિંગ મેળવવા માટે માનસની મહેનત સ્પષ્ટ દેખાય છે. આગળ શું થાય છે તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મનો ડ્રૉ બેક માત્ર એ છે કે, તે વધારે પડતી સ્લો છે. સ્ટોરીમાં જાણીજોઈને કોઈ થ્રિલ અથવા હુક ફેક્ટર દર્શાવવામાં નથી આવ્યું, તો કદાચ દર્શકોને બાંધી રાખવામાં મુશ્કેલી આવે. નંદિતાએ ખૂબ જ સરસ સબ્જેક્ટને એડ્રેસ કર્યો છે પરંતુ, તેની ટ્રીટમેન્ટને જોતા લાગે છે કે તેનો ઈરાદો કોમર્શિયલ દર્શકોને લુભાવવાનો નહીં પરંતુ, ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મને દર્શાવવાનો રહ્યો હશે. સ્ટોરીમાં કોઈ રોચક ફેક્ટર ના હોવાના કારણે ફિલ્મ ફર્સ્ટ હાફથી લઈને સેકન્ડ હાફ સુધી ફ્લેટ લાગે છે. અહીં દર્શકોએ સમજવુ પડશે કે ફિલ્મ એક મુદ્દા અને તેનાથી ઊભી થયેલી પરિસ્થિતિ પર ફોકસ્ડ છે. એક લોઅર મીડલ ક્લાસ પરિવારમાં બેરોજગારીનો ડર અને મજબૂરી કેવી હાવી થાય છે, બસ તેનું જ પ્રેઝન્ટેશન છે. ઓવર ઓલ ફિલ્મ એક ખૂબ જ સારી ઈન્ટેન્શન સાથે બનાવવામાં આવી છે પરંતુ, પ્રેઝન્ટેશનના મામલામાં ઘણી બધી ખામીઓ દેખાઈ આવે છે.

કપિલ શર્મા જેવી વ્યક્તિનું આ પ્રકારે ઈન્ટેન્સ કેરેક્ટર પસંદ કરવુ જ પોતાનામાં એક નવો પ્રયાસ છે. એક જોનર માટે કપિલનો પ્રયાસ પ્રશંસનીય છે પરંતુ, સ્ક્રીન પર પણ તે એફર્ટ સ્પષ્ટ દેખાય છે. ઝારખંડના ડાયલેક્ટમાં પણ ક્યાંક ક્યાંક કપિલનો પંજાબી ટોન આવી જ જાય છે. બની શકે કે આ પ્રકારની એક-બે વધુ ફિલ્મો કર્યા બાદ કપિલ સહજ થઈ જશે. પરંતુ, આવી ફિલ્મનો હિસ્સો બનવાનું રિસ્ક લેવુ જ પોતાનામાં એક અચીવમેન્ટ છે. શાહના ગોસ્વામી પ્રતીમાના કેરેક્ટરમાં ખૂબ જ સહજ લાગે છે. શાહનાએ પોતાના કેરેક્ટર સાથે ન્યાય કર્યો છે. તેમજ, અન્ય કેરેક્ટર્સનું સિલેક્શન પણ નંદિતાએ ખૂબ જ સારું કર્યું છે. ઉડીસાના ફ્લેવરને પણ તમામ સપોર્ટિંવ કેરેક્ટર્સે ખૂબ જ સારી રીતે પકડ્યું છે.

એક જરૂરી મુદ્દાને એડ્રેસ કરતી આ ફિલ્મને એક તક જરૂર મળવી જોઈએ. કોરોનાના કહેરે કેટલા પરિવારોની મુશ્કેલી વધારી છે અને કેટલા પરિવાર તેને આજે પણ ઝેલી રહ્યા છે. તેને ઇગ્નોર ના કરી શકાય. પરંતુ, તમે કોઈ એન્ટરટેન્મેન્ટના ઈરાદાથી ફિલ્મને જોવા જઈ રહ્યા હો, તો તમે નિરાશ થઈ શકો છો. તેમજ, કપિલ શર્માને એક નવા અવતારમાં જોવો તેના ફેન્સ માટે ટ્રીટ હશે. પારિવારિક ફિલ્મ છે, એક નાના બજેટની ફિલ્મને તક જરૂર આપી શકાય.

ફિલ્મઃ ઝ્વિગાટો

ડિરેક્ટરઃ નંદિતા દાસ

સ્ટાર કાસ્ટઃ કપિલ શર્મા, શાહના ગોસ્વામી

ફિલ્મને મળેલા સ્ટાર્સ

આજતકઃ 3 સ્ટાર્સ

ઈન્ડિયા ટુડેઃ 3 સ્ટાર્સ

IMDB:  7.2 સ્ટાર્સ

NDTV: 3.5 સ્ટાર્સ

ટાઇમ્સ ઓફ ઈન્ડિયાઃ 3.5 સ્ટાર્સ

ઈન્ડિયા ટાઈમ્સઃ 3.5 સ્ટાર્સ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp