
રાની મુખર્જીની ‘મિસીસ ચેટર્જી વર્સીસ નોર્વે’ એક ભારતીય કપલ પર કેન્દ્રિત ફિલ્મ છે, જે પોતાના બાળકોની કસ્ટડી માટે નોર્વેની સરકાર સામે લડે છે. આ ફિલ્મ પર નોર્વે તરફથી તીખી પ્રતિક્રિયા મળી. ભારતમાં નોર્વેના રાજદૂતે આ ફિલ્મને કાલ્પનિક કૃતિ બતાવી અને કહ્યું કે, તેમા તથ્યાત્મક અશુદ્ધિઓ છે. ‘મિસીસ ચેટર્જી વર્સીસ નોર્વે’ એક ભારતીય અપ્રવાસી કપલની સ્ટોરી પર આધારિત છે, જેમના પરિવાર પર 2011માં બનેલી એક ઘટનાની અસર પડી હતી. ત્યારે તેમના બે બાળકોને સંસ્કૃતિમાં અંતરના કારણે નોર્વેજિયન ફોસ્ટર સિસ્ટમે પોતાની દેખરેખમાં લઈ લીધા હતા.
નોર્વેજિયન દૂતાવાસે પોતાના નિવેદનમાં કહ્યું, જણાવવામાં આવેલા સાંસ્કૃતિક અંતરના આધાર પર બાળકોને તેમના પરિવારોથી ક્યારેય દૂર નહીં કરવામાં આવશે. પોતાના હાથથી ખાવવાનું ખવડાવવુ અથવા બાળકોનું પોતાના માતા-પિતા સાથે એક જ બેડ પર સૂવું, બાળકો માટે હાનિકારક માનવામાં નથી આવતું. આ કલ્ચરલ બેકગ્રાઉન્ડ છતા નોર્વેમાં તે અસામાન્ય નથી. દૂતાવાસે ભાર આપીને કહ્યું કે, કેટલાક સામાન્ય તથ્યોને યોગ્ય કરવા જોઈએ.
દૂતાવાસે કહ્યું, બાળકોને વૈકલ્પિક દેખરેખમાં રાખવાનું કારણ તેમની ઉપેક્ષા, હિંસા અથવા અન્ય પ્રકારના દુર્વ્યવહારનો શિકાર હોવાનું હોય છે. નોર્વેજિયન રાજદૂત હંસ જૈકબ ફ્રાયડેનલંડે ભારપૂર્વક કહ્યું કે, નોર્વે એક લોકતાંત્રિક, બહુ સાંસ્કૃતિક સમાજ છે. તેમણે ટ્વીટર પર શેર કરેલા નિવેદનમાં કહ્યું, નોર્વેમાં અમે વિભિન્ન ફેમિલી સિસ્ટમ અને સાંસ્કૃતિક પ્રથાઓને મહત્ત્વ આપીએ છીએ અને તેમનું સન્માન કરીએ છીએ. ભલે તે અમારી આદતોથી અલગ હોય. પાલન-પોષણમાં શારીરિક દંડ ઉપરાંત કોઈપણ આકાર કે રૂપમાં હિંસા ક્યારેય સ્વીકાર્ય નથી.
નોર્વેના ચાઇલ્ડ વેલફેરે એક નિવેદનમાં કહ્યું કે, તેમનું કામ લાભથી પ્રેરિત નથી. ચાઇલ્ડ વેલફેરે ફિલ્મમાં કરવામાં આવેલા એ કથિત દાવાનું ખંડન કર્યું છે કે, જેટલા વધુ બાળકો ફોસ્ટર સિસ્ટમમાં નાંખે છે, એટલી જ વધારે તેમની કમાણી થાય છે. તેમણે કહ્યું કે, વૈકલ્પિક દેખરેખ જવાબદારીનો મામલો છે અને આ પૈસા બનાવનારી સંસ્થા નથી. નોર્વેના દૂતે કહ્યું કે, બાળકોને વૈકલ્પિક દેખરેખમાં ત્યારે જ રાખવામાં આવે છે જ્યારે તેઓ ઉપેક્ષાનો સામનો કરે છે અથવા હિંસા અથવા અન્ય પ્રકારના દુર્વ્યવહારનો શિકાર બને છે.
My Op-Ed in @IndianExpress today about the film #MrsChatterjeeVsNorway. It incorrectly depicts Norway’s belief in family life and our respect for different cultures. Child welfare is a matter of great responsibility, never motivated by payments or profit. #Norwaycares pic.twitter.com/FpVWmdLv5h
— Ambassador Hans Jacob Frydenlund (@NorwayAmbIndia) March 17, 2023
સાગરિકા ચેટર્જી (જેના પર ફિલ્મ મિસીસ ચેટર્જી વર્સીસ નોર્વે બની છે)ના બાળકોને તેમની પાસેથી લઈ જતા નોર્વે સરકારે આરોપ લગાવ્યો હતો કે તેણે પોતાના બાળકોને હાથથી ખાવાનું ખવડાવ્યું હતું. દંપતિ પર પોતાના બાળકોને માર મારવો, તેમને રમવા માટે પર્યાપ્ત જગ્યા ના આપવી અને તેમને અનુપયુક્ત કપડાં અને રમકડાં આપવાનો પણ આરોપ લગાવ્યો હતો. બંને દેશોની વચ્ચે એક કૂટનીતિક વિવાદ બાદ નોર્વેના અધિકારીઓએ બાળકોની કસ્ટડી તેમના કાકાને સોંપી દીધી જેના કારણે તેમને પાછા ભારત લાવવામાં મદદ મળી. લગ્ન તૂટ્યા બાદ સાગરિકાએ કસ્ટડી માટે કોર્ટના દરવાજા ખખડાવવા પડ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp