TMKOC: મિસિસ સોઢીનું દર્દ છલકાયું,પૈસા મળ્યા નથી, ખાતામાં માત્ર 80 હજાર જ છે

ટીવીની પોપ્યુલર સીરિયલ ‘તારક મહેતા કા ઉલટાં ચશ્મા’ (TMKOC)થી જાણીતા મિસિસ સોઢી એટલે કે જેનિફર મિસ્ત્રી બંસીવાલ છેલ્લા કેટલાંક દિવસોથી ચર્ચામાં છે.જ્યારથી અભિનેત્રીનો ઇન્ટરવ્યૂ જાહેરમાં આવ્યો છે, ત્યારથી તેણીને લોકો ફોન કરી કરીને પરેશાન કરી રહ્યા છે. જેનિફેરે શોના પ્રોડ્યુસર અસિત મોદી સામે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ મુક્યો છે. જેનિફરે કહ્યું કે હવે હું થાકી ગઇ છુ અને ટ્રોમામાં છું. દરરોજ મારે સ્પષ્ટતા કરવી પડે છે.

જેનિફરનું કહેવું છે કે તેની ફીમેલ કો-સ્ટાર્સ પણ તેને કોઈપણ રીતે મદદ કરી રહી નથી. તેમને કોઈ સાથ આપવા તૈયાર નથી. દરેકને પોતાની ઇનસિક્યોરીટી હોય છે. જેનિફરે કહ્યું કે મેં પણ આ વાતને લાંબા સમય સુધી દબાવવાનો પ્રયાસ કર્યો હતો. કોઈને કહ્યું નહીં. હું જાહેરમાં આવી છું તો કોઈની સલાહ પર આવી છું, મને કોઇએ પુશ કર્યું છે, એ વ્યકિતએ મને મદદ કરી છે, પરંતુ એ વ્યકિતનું નામ હું જાહેર કરી શકું તેમ નથી.

જેનિફરે છેલ્લો એપિસોડ માર્ચ મહિનામાં શૂટ કર્યો હતો. ત્યારથી અત્યાર સુધી અભિનેત્રીને તેનો બાકી નિકળતો પગાર મળ્યો નથી. જેનિફરે હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું કે જ્યારે મેં શો છોડ્યો ત્યારે મેં એ વિચારીને છોડી દીધો હતો કે હું મારા પૈસા નહીં માંગું.મારા સાડા ત્રણ મહિનાના પૈસા છે, જે ઘણી મોટી રકમ છે. મારો વિશ્વાસ કરો, મારા ખાતામાં એક લાખ રૂપિયા પણ નથી. મારા પિયરમાં સાત છોકરીઓ છે અને દરેકની દેખભાળ હું જ કરું છું.

જેનિફર આધ્યાત્મિક છે, તેને ભરાસો છે કે ભગવાન તેને સાથ આપશે. અભિનેત્રીએ કહ્યું કે હું શા માટે વિચારું કે મારા ખાતામાં માત્ર 80,000 રૂપિયા જ છે. હું શું કામ ડરું. ભગવાને મોંઢુ આપ્યું છે તો ખાવાનું પણ ભગવાન જ આપશે. ભગવાને હંમેશા મારી રક્ષા કરી છે અને હું ડરતી નથી.

જેનિફર અત્યારે મુંજબઇમાં નથી, પરંતુ તેણીને મુંબઇ પોલીસ તરફથી કોલ આવ્યો હતો જેમાં પોલીસે અભિનેત્રીને FIR વિશે સવાલ કર્યા હતા. જો કે, જેનિફરનું કહેવું છે કે પહેલા તો તે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ જેવા શબ્દોનો ઉપયોગ કરવાથી ડરી રહી હતી, પરંતુ હવે ડરતી નથી.

જેનિફરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે મને નોટીસ મળી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે મારે કારણે તેમને નુકશાન થયું છે. આ નોટીસનો 7 દિવસમાં જવાબ આપવાનું મને કહેવામાં આવ્યું હતું. નોટિસ વાંચીને હું ગભરાઇ ગઇ હતી પરંતુ મારા વકીલે મને એ 15 વર્ષની વાત લખવા કહી જે મે સેટ પર સહન કરી હતી. જ્યારે બધી વાત મેં લખીને વકીલને બતાવી તો તેમણે કહ્યું કે જેનિફર, આ તો સેક્સ્યુઅલ હેરેસમેન્ટ જ છે. વકીલે મને સમજાવ્યું અને એ પછી મેં મારા નજીકના મિત્રો સાથે પણ વાત કરી, પછી મારામાં હિંમત આવી.

શરૂઆતમાં તો મેં TMKOCના મેકર્સનો કોઇ નોટીસ મોકલી નહોતી, પરંતુ શોના સોહિલ રમનાની પોતાની સાથે 15 વર્ષમાં બનેલી ઘટના વિશે વ્હોટસેપ પર જાણ કરી હતી. પરંતુ રમનાનીએ મેસેજ વાંચીને ઇગ્નોર કરી દીધો હતો. મને એમ હતું કે આ વાંચીને મેનેજમેન્ટ શાંત થઇ જશે, પરંતુ એ લોકોએ મારા પર પૈસા પડાવવાનો આરોપ લગાવવાનું શરૂ કર્યું. ત્યારબાદ મેં આ લોકોને 8મી એપ્રિલે જાતીય સતામણીની નોટિસ મોકલી હતી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.