મુઘલ લૂંટ કરવા નહોતા આવ્યા, ખરાબ હતા તો લાલ કિલ્લા-તાજમહેલ તોડી પાડો: નસીરુદ્દીન

PC: dnaindia.com

બોલિવુડના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ  હમણાં પોતાની આવનારી Taj: Divided by Blood  વેબ સીરિઝને લઇને ચર્ચામાં છે. આ સીરિઝ Zee5 પર રીલિઝ થવાની છે. આ સીરિઝની રજૂઆત પહેલા, નસીરુદ્દીને તેના લેટેસ્ટ ઇન્ટરવ્યુમાં, જે રીતે મુઘલોને સ્ક્રીન પર દર્શાવવામાં આવ્યા છે તેના પર ખુલીને વાત કરી છે. નસીરુદ્દીને સ્પષ્ટ કર્યું છે કે તેમને મુઘલોને માત્ર વિલન તરીકે બતાવવાનું સંપૂર્ણપણે ખોટું લાગે છે. તેના પર વાત કરતા તેમણે લાલ કિલ્લા અને તાજમહેલને લઈને મોટું નિવેદન આપ્યું છે.

નસીરુદ્દીને મુઘલોને ખોટી રીતે દર્શાવવા પર નારાજગી વ્યક્ત કરી છે અને ભારતમાં તેમના યોગદાન પણ ગણાવ્યા છે. તેમણે ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, લોકો અકબર અને હત્યારા નાદિર શાહ કે તૈમુરને એક જ ત્રાજવામાં તોલે છે ત્યારે મને આશ્ચર્ય થાય છે. બંને આક્રમણકારી તરીકે આવ્યા હતા પણ મુઘલો લૂંટ કરવા નહોતા આવ્યા. મુઘલ તો અહીં તેમના ઘર બનાવવા માટે આવ્યા હતા અને આ જગ્યાને તેમણે વધારે ખુબસુરત બનાવી દીધી હતી.

નસીરુદ્દીન કહે છે કે,આપણે લાલ કિલ્લાને આટલો પવિત્ર કેમ માનીએ છીએ,  એ તો મુઘલોએમુગલોએ બાંધ્યો હતો, મુઘલોના યોગદાનને કોણ નકારી શકે? કેટલીક બાબતો અમુક હદ સુધી છે, પરંતુ તેમને વિલન બનાવવાની પણ જરૂર નથી. તેમણે કહ્યું કે, જો તમને ખરેખર મુઘલો વિલન લાગતા હોય તો તાજમહલને પાડી દો, લાલ કિલ્લાને પાડી દો, કુતુબ મિનારને પાડી દો. હું એમ નથી કહેતો કે તેમની વાહવાહી કરો, પરંતુ, એટલીસ્ટ તેમને વિલન તો ન ચિતરો.

શાહે કહ્યું, મુઘલોમાં માત્ર દુષ્ટતા જ હતી એવું વિચારવું દેશના ઈતિહાસની સમજનો અભાવ દર્શાવે છે.  શક્ય છે કે ઈતિહાસના પુસ્તકો ભારતની સ્વદેશી સંસ્કૃતિના ભોગે મુઘલોના મહિમામંડન સુધી ખુબ દયાળુ હતા, પરંતુ ગૌરવ આપવા માટે ખૂબ જ દયાળુ હોઈ શકે છે, પરંતુ ઈતિહાસમાં તેમના સમયને વિનાશકારી ગણવો ન જોઇએ.

નસીરુદ્દીને કહ્યું  કે, વિશ્વાસ છે કે તેઓ એકલા નથી. કમનસીબે શાળાનો ઈતિહાસ મોટે ભાગે મુઘલો અથવા અંગ્રેજો પર આધારિત હતો. અમે લોર્ડ હાર્ડી, લોર્ડ કોર્નવોલિસ અને મુઘલ સમ્રાટો વિશે જાણતા હતા, પરંતુ ગુપ્ત વંશ, અથવા મૌર્ય વંશ, અથવા વિજયનગર સામ્રાજ્ય, અજંતા ગુફાઓના ઇતિહાસ અથવા પૂર્વોત્તર વિશે જાણતા ન હતા. અમે આમાંથી કશું વાંચ્યું નહોતું, કારણકે ઇતિહાસ અંગ્રેજો અથવા એંગ્લોફાઇલ્સ દ્રારા લખવામાં આવ્યો હતો. મને લાગે છે હકિકતમાં આ ખોટું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp