26th January selfie contest

મુકેશ અંબાણીની થનારી વહુ રાધિકા મર્ચન્ટે કર્યો ડાન્સ, જુઓ વીડિયો

PC: zeenews.com

મુકેશ અંબાણી અને નીતા અંબાણીની થનારી નાની વહુ રાધિકા મર્ચન્ટની સગાઈ પહેલાના મેંદી ફંક્શનના ફોટોઝ સોશિયલ મીડિયા પર ઘણા છવાયેલા જોવા મળે છે. આ ફોટામાં રાધિકા પિંક કલરના લહેંગામાં એટલી સુંદર લાગી રહી છે કે ફોટા જોઈને સૌ કોઈ તેના લૂકના વખાણ કરી રહ્યા છે. આ ફોટા પછી હવે સોશિયલ મીડિયા પર રાધિકા મર્ચન્ટનો ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે અભિનેત્રી આલિયા ભટ્ટના ગીત ઘર મોરે પરદેશીયા પર એવો ડાન્સ કરી રહી છે કે તેના લૂક અને ડાન્સની આગળ બોલિવુડની હીરોઈનો પણ ફિક્કી લાગશે.

 
 
 
View this post on Instagram

A post shared by Akash Ambani (@akashambani_fc)

અનંત અંબાણીની થનારી દુલ્હન રાધિકા મર્ચન્ટની મહેંદી સેરેમનીનો ડાન્સ વીડિયો સામે આવી ગયો છે. આ વીડિયોમાં રાધિકા પિંક કલરના લહેંગામાં કલકં ફિલ્મના ગીત ઘર મોરે પરદેશીયા પર એવો ડાન્સ કરી રહી છે કે ત્યાં હાજર તમામ લોકો સતત તાળી પાડતા જોવા મળી રહ્યા છે. લોકોની નજર તેના પરથી હટી રહી નથી. આમ પણ રાધિકા એક પ્રોફેશનલ પારંપારિક નૃત્ય કરવાનું જાણે છે. વીડિયોમાં રાધિકા સ્માઈલ સાથે ડાન્સ કરી રહી છે અને આ વીડિયો જોત જોતામાં વાયરલ થઈ ગયો છે.

અસલમાં રાધિકા એક ટ્રેઈન ડાન્સર છે. તેણે આશરે 8 વર્ષ સુધી ભરતનાટ્યમ શીખ્યું છે. રાધિકા આ વીડિયોમાં પિંક કલરના લહેંગાની સાથે તેની મેચિંગની જ્વેલરી પહેરેલી જોવા મળે છે. તેણે કાનમાં મોટા ઝુમકા પહેર્યા છે. જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ વર્ષોથી એકબીજાને ઓળખે છે. એટલે સુધી કે રાધિકાને અંબાણી પરિવારના મોટાભાગના તમામ ફેમિલી ફંક્શનમાં જોવમાં આવે છે. પરંતુ ટૂંક સમયમાં રાધિકા અંબાણી પરિવારની નાની વહુ બનવા જઈ રહી છે. ડિસેમ્બર મહિનામાં રાજસ્થાનના નાથદ્વારામાં આવેલા શ્રીનાથજીમાં બંનેની સગાઈ થઈ હોવાના સમાચાર સાથેના ફોટા પણ વાયરલ થયા હતા.

રાધિકા વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની છોકરી છે. વિરેન એનકોર હેલ્થકેરના સીઈઓ છે. રાધિકાની વાત કરીએ તો તેણે ન્યુયોર્ક યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. પિતાના એનકોર હેલ્થકેરમાં રાધિકા ડાયરેક્ટર છે. તેને પુસ્તકો વાંચલા, સ્વિમીંગ અને ડાન્સનો ઘણો શોખ છે. તે ઘણી સ્ટાઈલિશ પણ છે. હાલમાં તે ફિમીલી બિઝનેસ સંભાળી રહી છે. રિપોર્ટ્સ પ્રમાણે રાધિકા મર્ચન્ટની નેટ વર્થ 8-10 કરોડ રૂપિયાની આસપાસની છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp