મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વીની બર્થડે પાર્ટીમાં સેલેબ્સનો બાળકો સાથે જમાવડો

PC: zeenews.com

અંબાણી પરિવારે જ્યાં થોડા દિવસો પહેલા જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈની શાનદાર પાર્ટી રાખી હતી તો હવે મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને વહુ શ્લોકા અંબાણીના પુત્ર એટલે કે તેમના પૌત્ર પૃથ્વી અંબાણી માટે તેના જન્મ દિવસની ભવ્ય પાર્ટીનું જિયો ગાર્ડનમાં આયોજન કર્યું હતું. આકાશ અને શ્લોકાએ પૃથ્વી અંબાણીની બીજી બર્થડે નિમિત્તેની પાર્ટી રાખી હતી, જે 10 ડિસેમ્બરની હતી. આ પાર્ટીમાં બોલિવુડ થી લઈને ક્રિકેટ અને બિઝનેસ સાથે જોડાયેલી નામચીન હસ્તીઓ સામેલ થઈ હતી.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

 આ બર્થ ડે પાર્ટીના વીડિયોઝ અને ફોટોઝ હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે. બર્થડે પાર્ટીમાં ત્રણેય કેઝ્યુલ કપડાંમાં જોવા મળ્યા હતા અને એન્ટ્રી કરતી વખતે પાપારાઝી સામે પોઝ પણ આપ્યો હતો. બર્થડે ઈવેન્ટને બ્લુ કલરના બલૂનથી સજાવવામાં આવ્યો હતો અને આ પેંગવીન થીમવાળું વિન્ટર વન્ડરલેન્ડ હતું. છોકરાના જન્મ દિવસની પાર્ટીમાં બંને જણા ઘણા ખુશ દેખાઈ રહ્યા હતા.

બર્થ ડે પાર્ટીની થીમ પ્રમાણે એન્ટ્રી પર જ વન્ડરલેન્ડ લખવામાં આવ્યું હતું અને ગેટને બ્લૂ કલરના બલૂનથી સજાવવામાં આવ્યો હતો.

આ પાર્ટીમાં કરણ જોહર તેના બંને છોકરા રુહી અને યશ સાથે આવી પહોંચ્યો હતો. કરણ જોહરે જ્યાં બ્લેક જેકેટ સાથે બ્લેક જીન્સ પહેર્યું હતું તો સાથે જ બ્લેક ગોગલ્સ પણ પહેરેલો જોવા મળ્યો હતો.

મુકેશ અંબાણી જેવા જ પાર્ટીમાં પહોંચ્યા તો પિતાને લેવા માટે આકાશ અંબાણી તેમની કાર પાસે પહોંચ્યો હતો. બંને એ પાપારાઝી સામે એકસાથે પોઝ આપ્યા હતા.

આ પાર્ટીમાં જાણીતા ડાયરેક્ટર અને રણબીર-આલિયાનો નજીકનો મિત્ર અયાન મુખર્જી પણ આવી પહોંચ્યો હતો. અયાન ચેક્સ શર્ટની સાથે ગ્રે કલરના જીન્સમાં જોવા મળ્યો હતો.

તેની સાથે જ ક્રિકેટર હાર્દિક પંડ્યાનો પુત્ર અગસ્ત્ય અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક પણ અંબાણીની પાર્ટીમાં આવી પહોંચ્યા હતા. જોકે હાર્દિક પંડ્યા આ પાર્ટીમાં સામેલ થયો ન હતો પરંતુ નતાશા અને અગત્સ્ય કુણાલ પંડ્યા અને તેની પત્ની પંખુરી શર્મા અને તેમના પુત્ર કવિર સાથે આવ્યા હતા. ભારતના ક્રિકેટર રોહિત શર્માની પુત્રી સમાયરા શર્મા પણ આ પાર્ટીમાં સામેલ થઈ હતી. આ વર્ષની શરૂઆતમાં પૃથ્વીને મુંબઈમાં નર્સરી સ્કૂલના પહેલા દિવસે શ્લોકાની સાથે ફોટો પડાવતા જોવામાં આવ્યો હતો. માલાબાર હિલની સનફ્લાવર સ્કૂલમાં પોતાની માતાની ગોદીમાં ઝૂલતો જોવા મળ્યો હતો. આ ફોટો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. પૃથ્વીનો પહેલો બર્થ ડે 10 ડિસેમ્બર, 2021ના મુકેશ અંબાણીના જામનગરના ફાર્મહાઉસ પર ઉજવવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp