મેકર્સને રાવણ માટે સૈફ સિવાય બીજું કોઈ મળ્યું જ નહીં? આદિપુરુષ પર ભડક્યા મુકેશ

‘આદિપુરુષ’ને એક તરફ જ્યાં બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ મળ્યું છે ત્યાં બીજી તરફ આ ફિલ્મ વિવાદોની ઘેરાઈ રહી છે. આ ફિલ્મ દુનિયાભરમાં ચાર દિવસોમાં 375 કરોડની કમાણી કરી ચુકી છે. ઘણા લોકોને આ ફિલ્મ પસંદ આવી છે, તો કેટલાક લોકોને તેના કેરેક્ટર અને ડાયલોગ્સ પર આપત્તિ છે. અત્યારસુધી ફિલ્મ વિરુદ્ધ ઇન્ડસ્ટ્રીના કલાકાર સામે આવી ચુક્યા છે, જેમણે ફિલ્મના વિઝ્યુઅલ્સ અને કેરેક્ટર્સથી લઇને ડાયલોગ્સ પર આપત્તિ વ્યક્ત કરી છે. તેમાથી એક નામ મહાભારતમાં ભીષ્મ પિતામહની ભૂમિકા નિભાવનારા મુકેશ ખન્નાનું પણ છે. મુકેશ ખન્નાએ સૈફ અલી ખાનના રાવણના કેરેક્ટર પર નિશાનો સાધ્યો છે.
મુકેશ ખન્નાએ એક વીડિયો શેર કરીને રાવણના કેરેક્ટરને લઇને પોતાના રિએક્શન અને ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું છે, રાવણ ડરાવનો હોઈ શકે છે પરંતુ, ચંદ્રકાંતાના શિવદત્ત વિશ્વપુરુષ કેવા દેખાઈ શકે છે? તે એક પંડિત હતા. તમે દંગ રહી જશો કે કોઈ આ પ્રકારના રાવણની કલ્પના અને ડિઝાઈન પણ કરી શકે છે. મને યાદ છે કે, જ્યારે ફિલ્મની જાહેરાત થઈ હતી ત્યારે સૈફ અલી ખાને કહ્યું હતું કે, તે આ કેરેક્ટરને હ્યૂમરસ બનાવશે અને મેં ત્યારે પણ એ વાત કહી હતી, તું છે કોણ અમારા મહાકાવ્યના કેરેક્ટરોને બદલવાવાળો, પોતાના ધર્મમાં કરીને બતાવો, માથુ કાપવા માંડશે. સાચુ તો એ છે કે, રાવણના લુકમાં વધુ બદલાવ નથી આવ્યો અને નિર્માતાઓએ તેને કોમેડીમાં બદલવાનો પણ પ્રયત્ન કર્યો.
મુકેશ ખન્નાએ આગળ કહ્યું, શું ઓમ રાઉતને રાવણના રોલ માટે માત્ર સૈફ અલી ખાન જ મળ્યો? તેનાથી ઊંચુ કેરેક્ટર ઇન્ડસ્ટ્રીમાં નથી ગયુ કે શું? રાવણ કદ્દાવર હતા, તેને જુગાડથી બનાવ્યો. રાવણને બદલે સસ્તો સ્મગલર વધુ દેખાય છે. મુકેશે એવુ પણ કહ્યું કે, જ્યાં માનવામાં આવી રહ્યું છે કે, લંકા સોનાની બનેલી હતી, ત્યાં ‘આદિપુરુષે’ તેને કાળી બતાવી છે. મુકેશે એવુ પણ કહ્યું છે કે, ફિલ્મના યુદ્ધના સીનને જોઇને એવુ નથી લાગતું કે તે એ કાળનો સીન હોય, તેને બદલે તે પાડોશીઓ વચ્ચેની લડાઈ જેવુ દેખાય છે અને અનર્ગલ શબ્દોથી ભરપૂર.
મુકેશ ખન્નાએ આગળ કહ્યું છે કે, મનોજ મુંતશિરે પોતાની ટપોરી લેંગ્વેજમાં લખેલા ડાયલોગે આ ફિલ્મને કલયુગની રામાયણ બનાવી દીધી. મુકેશ ખન્નાએ ઇન્સ્ટાગ્રામ પર આ ફિલ્મ વિરુદ્ધ પોતાની વાત રજૂ કરતા લખ્યું, ‘આદિપુરુષ’ આપણા પવિત્ર ગ્રંથ વાલ્મિકી રામાયણનું ભયંકર અપમાન છે. કોણે બતાવવા દીધુ આ લોકોને આ ગંભીર દુસ્સાહસ. સેન્સર બોર્ડ? શું જનતા માફ કરશે તેમને? શું જનતા ફ્લોપ કરશે આ મોંઘી ફિલ્મને? જોવાનું બાકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp