શાહરૂખ ખાનના ઘરની બહાર મુંબઈ પોલીસે અચાનક કેમ વધારી સિક્યોરિટી?
બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ જવાન સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં રીલિઝ થઇ રહી છે. આ ફિલ્મના ટ્રેલરને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મ એક્શનવાળી છે. તેની વચ્ચે શાહરૂખના ઘર મન્નતની બહાર અમુક લોકો પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. મુંબઈ પોલીસે આ પ્રદર્શનકારીઓને રોક્યા હતા.
મામલો શું
વાત એ છે કે, અમુક લોકો શાહરૂખના ઓનલાઇન ગેમિંગ એપ્સ અને ગેમ્બલિંગને પ્રમોટ કરવાથી નારાજ છે. તેમનું કહેવું છે કે આવી વસ્તુઓનો પ્રચાર કરવાથી યુવા પેઢીને ખોટો મેસેજ પહોંચે છે. માટે અમુક લોકોએ શાહરૂખ ખાનના ઘર મન્નતની બહાર પ્રદર્શન કરવાની કોશિશ કરી. તેને જોતા મુંબઈ પોલીસે શાહરૂખના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી.
શનિવારના રોજ બપોરે એક પ્રાઈવેટ અનટચ યૂથ ફાઉન્ડેશને શાહરૂખ પર ઓનલાઇન જુગારને પ્રોત્સાહન આપવાના આરોપમાં વિરોધ કરવાનું એલાન કર્યું હતું. સોશિયલ મીડિયા અને અન્ય મેસેજિંગ એપ દ્વારા મેસેજ ફેલાવાયો હતો કે ઓનલાઇન જુગાર ગેઇમ્સ જેવી કે, જંગરી રમી, ઝુપી એપનો પ્રચાર કરનારા શાહરૂખના ઘરની બહાર પ્રદર્શન કરવામાં આવશે.
શનિવારે અનટચ ઈન્ડિયા ફાઉન્ડેશન તરફથી વિરોધ કરવા માટે લોકો શાહરૂખના ઘરની બહાર પહોંચવાના હતા. પણ પોલીસે બંદોબસ્ત વધારી દીધો અને બધાની ડિટેન કરી બાંદ્રા પોલીસ સ્ટેશન લઇ ગયા. આ પ્રોટેસ્ટ અનટચ ઈન્ડિયા ફાઉન્ડેશન નામની સામાજિક સંસ્થાના અધ્યક્ષ કૃષ્ણચંદ્ર અદલના નેજામાં કરવામાં આવી રહ્યું હતું.
અદલે કહ્યું કે, શાહરૂખ જેવા મોટો સ્ટારની વાતો લોકો સાંભળે છે. તે ઘણી ગેમ્બલિંગ એપને પ્રમોટ કરે છે. જેને કારણે ઘણી યુવા પેઢી પર ખોટી અસર પડે છે. માટે અમે લોકો એ કહેવા માગીએ છીએ કે આવી જુગાર વાળી ગેઈમ્સને પ્રમોટ કરે નહીંતર અમારે વારે વારે પ્રોટેસ્ટ કરવું પડશે. અદલનું એવું પણ કહેવું છે કે જો પોલીસ યુવાનોને ગેમ્બલિંગ કરતા જુએ છે તો પકડી લે છે. જ્યારે મોટા સ્ટાર્સ આ જાણતા હોવા છતાં કે આ ખોટું છે. આવી વસ્તુઓને પ્રમોટ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp