ભારતમાં મુસ્લિમ એક્ટર્સને હંમેશાં પ્રેમ મળ્યો, નફરત ન ફેલાઓઃ કંગના રણૌત

PC: twitter.com

શાહરુખ ખાનની ફિલ્મ પઠાણની સફળતા પર એક વાર ફરી કંગના રણૌતે રિએક્શન આપ્યું છે. તેનું કહેવું છે કે, નફરત અને ફાસીવાદ ભારતમાં હવે નથી. એક્ટ્રેસે એક ફિલ્મ નિર્માતાની ટ્વીટ શેર કરી જેમાં, શાહરુખ ખાનના ફેન્સને પઠાણની સફળતાનો જશ્ન મનાવતા જોવામાં આવ્યો છે. કંગનાએ દાવો કર્યો છે કે, પઠાણને મળી રહેલું કલેક્શન એ વાતનો પૂરાવો છે કે, શાહરુખ ખાનની જેવા મુસલમાન એક્ટ્રેસને દેશમાં ફક્ત પ્રેમ મળ્યો છે.

પઠાણની સફળતાને કેટલાક લોકોએ નફરત પર પ્રેમની જીત ગણાવી છે. જેમાં, આલિયા ભટ્ટ અને કરણ જોહર પમ શામેલ છે. કેટલાક લોકોએ કહ્યું કે, આ એ લોકોનું પ્રતિક છે કે જે શાહરુખ ખાન માટે ઉભા છે અને નફરત ફેલાવનારાઓને જોરદાર જવાબ આપ્યો છે. કંગના રણૌતે પોતાની ટ્વીટમાં એ સિદ્ધાંતને ખારિજ કરતા કોન્સેપ્ટથી અસંમતિ વ્યક્ત કરી છે. શનિવારે તેણે એક ફરી વાર આ મુદ્દાને લઇને સોશિયલ મીડિયા પર પોતાના વાત રાખી છે.

પ્રોડ્યુસર પ્રિયા ગુપ્તાએ શાહરુખ ખાનના ફેન્સને ઝૂમ જો પઠાણ પર ડાન્સ કરતો એક વીડિયો શેર કર્યો છે. તેને રી શેર કરતા કંગનાએ લખ્યું કે, સારુ વિશ્લેષણ છે. આ દેશે ફક્ત અને ફક્ત દરેક ખાનોને પ્રેમ કર્યો છે અને ક્યારેક ક્યારેક ખાને અને મુસ્લિમ અભિનેત્રિઓ પર પણ. એટલા માટે ભારત પર નફરત અને ફાસીવાદનો આરોપ લગાવવો ખોટી વાત છે. આખા વિશ્વમાં ભારત જેવો કોઇ દેશ જ નથી.

પ્રિયા ગુપ્તાએ ટ્વીટમાં લખ્યું હતું કે, પઠાણની અપાર સફળતા માટે શાહરુખ ખાન અને દીપિકા પદુકોણને અભિનંદન.... એ સાબિત કરે છે કે, 1. હિંદુ મુસ્લિમ શાહરુખ ખાનને સમાન રૂપે પ્રેમ કરે છે. 2. વિવાદોનો બહિષ્કાર ફિલ્મને નુકસાન નથી પહોંચાડતું પણ, મદદ કરે છે. 3. ઇરોટિકા અને સારુ સંગીત કામ કરે છે. 4. ભારત સુપર સેક્યુલર છે.

આ પહેલા કંગના રણૌતે બોલીવુડને એક નેરેટિવ ન બનાવવાની ચેતવણી આપી હતી કે તે હિંદુ હેટથી પીડિત છે. તેણે બોક્સ ઓફિસ પર પોતાની હાલની અસફળ ફિલ્મ ધાકડને લઇને ટ્રોલ કરનારી ટ્વીટ્સનો પણ જવાબ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp