- Entertainment
- 'બડે અચ્છે લગતે હૈ'ના મુખ્ય અભિનેતા નકુલ મહેતાએ અધવચ્ચે જ છોડી સિરિયલ, જાણો કારણ
'બડે અચ્છે લગતે હૈ'ના મુખ્ય અભિનેતા નકુલ મહેતાએ અધવચ્ચે જ છોડી સિરિયલ, જાણો કારણ
TVની ફેમસ સીરિયલ 'બડે અચ્છે લગતે હૈં 2'ને લઈને એવા સમાચાર આવ્યા છે, જે ચાહકોનું દિલ તોડી શકે છે. આ સિરિયલના બંને મુખ્ય કલાકારો રામ અને પ્રિયા એટલે કે, નકુલ મહેતા અને દિશા પરમારે આ શોને અધવચ્ચે જ છોડી દીધો છે. આ સમાચાર આવતા જ ચાહકોના દિલ તૂટી ગયા છે. એટલું જ નહીં આ શો છોડવાનું કારણ જાણીને તમારે વિશ્વાસ કરવો મુશ્કેલ થશે. હાલમાં જ નકુલ મહેતાએ આ શોને અધવચ્ચે જ છોડવાના નિર્ણયને લઈને એક ઇન્ટરવ્યુ એવી વાત કહી દીધી કે, તેમનું નિવેદન ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

આ કારણે નકુલ મહેતાએ છોડ્યો શો
નકુલ મહેતાએ હાલમાં જ આ શોને છોડવાની જાહેરાત કરી હતી. આ પછી તેણે એક ઈન્ટરવ્યુમાં નકુલે કહ્યું કે, 'આ સિરિયલની જ્યારે જાહેરાત થઈ ત્યારે લોકોના મનમાં ઘણા સવાલો હતા કે, રિબૂટને રામ કપૂર અને સાક્ષી તંવરની આઇકોનિક સિરિયલના મુકામ સુધી પહોંચાડી શકશે કે પછી નહીં. પરંતુ અમને તેવો જ પ્રેમ મળ્યો.

રામના પાત્રને કરીશ મિસ
'બડે અચ્છે લગતે હૈં 2' ટૂંક સમયમાં જ લીપ લેવાની છે. એવામાં નકુલે આગળ કહ્યું કે, 'આ સફર મારા માટે ખૂબ જ સુંદર હતો. હવે તેની કહાની હજુ આગળ વધી રહી છે અને મને નથી લાગતું કે, હું આનાથી વધુ આમાં કઈં કરી શકીશ. પરંતુ એટલું જરૂર છે કે, રામના રોલને ખૂબ જ મિસ કરીશ.

ટૂંક સમયમાં લીપ લેશે સિરિયલ
નકુલ મહેતા અને દિશા પરમારના 'બડે અચ્છે લગતે હૈં 2' છોડવાના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા હતા. રિપોર્ટ્સનું માનીએ તો આ બંને સ્ટાર્સ લીપમાં વધુ ઉંમરનો રોલ નથી કરવા માંગતા. જેના કારણે આ બંનેએ શો છોડી દીધો છે. રિપોર્ટ્સમાં કહેવામાં તો એવું પણ આવી રહ્યું છે કે, હવે શોમાં રામ અને પ્રિયાની દીકરી પિહૂની સ્ટોરી બતાવવામાં આવશે. આ સાથે જ શોમાં હિતેન તેજવાનીની એન્ટ્રી પણ થઈ શકે છે.

