
કન્નડ ફિલ્મ સ્ટાર નરેશ બાબુ ફરીથી લગ્ન કરવા માટે તૈયાર છે. એક્ટરે નવા વર્ષના મોકા પર એક વીડિયો શેર કરીને ફેન્સને ખુશખબરી આપી હતી. જ્યાં તે પોતાના લેડી લવ, એક્ટ્રેસ પવિત્રા લોકેશ સાથે લિપ લોક કરતો પણ જોવા મળી રહ્યો હતો. આ વીડિયો જોત જોતામાં જ વાયરલ થઇ ગયો, જેના પર નરેશ બાબુની ત્રીજી વાઇફ રામ્યા રઘૂપતિએ પોતાનું રિએક્શન પણ આપ્યું છે. રામ્યાએ ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે, તે આ લગ્ન ક્યારેય નહીં થવા દેશે.
નરેશ અને પવિત્રાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે પોતાના જીવનની ઝલક બતાવવાનો દાવો કર્યો છે. વીડિયોમાં નરેશ અને પવિત્રાને એક કેક કટ કરતા, એક બીજાને ખવડાવતા અને નવા વર્ષનું સ્વાગત કરતા બતાવાયા છે. વીડિયોમાં કપલની પાછળ આતશબાજીથી આકાશ ચમકતું જોવા મળી રહ્યું છે. વીડિયોના અંતમાં જલ્દી જ લગ્ન થઇ રહ્યા છે એવું લખતા નરેશે પવિત્રા નરેશે ટેગ પણ કરી છે. વીડિયો શેર કરતા નરેશે લખ્યું કે, નવું વર્ષ નવી શરૂઆત. તમારા દરેકનો આશિર્વાદ જોઇએ છે. તમને દરેકને નવા વર્ષની શુભકામના.
New Year ✨
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) December 31, 2022
New Beginnings 💖
Need all your blessings 🙏
From us to all of you #HappyNewYear ❤️
- Mee #PavitraNaresh pic.twitter.com/JiEbWY4qTQ
નરેશ અને પવિત્રાનો આ વીડિયો તુરંત જ વાયરલ થઇ ગયો. આ વીડિયો પર નરેશની ત્રીજી પત્ની રામ્યા રઘુપતિએ વાંધો વ્યક્ત કર્યો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, રામ્યાએ કહ્યું કે, તે આવું કઇ રીતે કરી શકે છે. તે ચોથા લગ્ન કેવી રીતે કરી શકે. હું તેને આ લગ્ન ક્યારેય નહીં કરવા દઇશ. અમારા હજુ સુધી ડિવોર્સ થયા નથી. તે પહેલા જ ત્રણ લગ્ન કરી ચૂક્યો છે, અમારું એક સંતાન પણ છે.
રિપોર્ટ્સ અનુસાર, રામ્યાએ કહ્યું કે, નરેશે તેના પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો હતો. નરેશે રામ્યા પર દિવંગત સુપરસ્ટાર કૃષ્ણાની સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો અને અલગ થવાની વત કરી હતી. નરેશે એક લવ લેટર પણ જોયો હતો, જેને રામ્યાએ નકલી ગણાવ્યો અને કહ્યું કે, તેના પર તેની ખોટી સિગ્નેચર કરેલી છે. ગયા વર્ષે જુલાઇમાં જ રામ્યાએ નરેશ અને પવિત્રાને હોટલમાંથી નીકળતા લિફ્ટમાં પકડ્યા હતા. રામ્યાએ તેને જોતા જ ચપ્પલથી મારવાનું શરૂ કરી દીધું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp