લવ-જિહાદના આરોપો પર ગુસ્સે થયા નસીરુદ્દીન, પત્ની રત્ના પાઠકના ધર્મ ન બદલવા પર..

PC: pinkvilla.com

નસીરુદ્દીન શાહ એક એવા શાનદાર એક્ટર છે જે કોઈ મુદ્દા પર પોતાની નારાજગી અને વિચાર જાહેર કરતા ખચકાતા નથી. જો કે, તેમની આ નીડરતાના કારણે એક તબક્કો તેમનાથી ખૂબ નારાજ છે. વિરોધી હવે તેમના પર લવ-જિહાદનો આરોપ લગાવી રહ્યા છે કેમ કે તેમણે વર્ષ 1982માં ગેર-મુસ્લિમ એક્ટ્રેસ રત્ના પાઠક સાથે લવ મેરેજ કર્યા હતા, પરંતુ નસીરુદ્દીન શાહે આ ખુલાસો કરીને વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો છે કે રત્ના પાઠકે તેની સાથે લગ્ન કર્યા બાદ પણ ધર્મ બદલ્યો નહોતો.

નસીરુદ્દીન શાહે હાલની રાજનૈતિક માહોલ પર પોતાની નારાજગી વ્યક્ત કરતા પોતાના લગ્નને લઈને એક ખુલ્લો પત્ર લખ્યો. મીડિયા રિપોર્ટ મુજબ, દિગ્ગજે એક્ટ્રેસે જણાવ્યું કે, ન તેને એક હિન્દુ મહિલા અને ન તો રત્ના પાઠકને એક મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કરવા પર આપત્તિ હતી. નસીરુદ્દીન શાહે પૂર્વ કેબિનેટ મંત્રીના પાર્ટનરના નિવેદન પર હેરાની વ્યક્ત કરી, જેમણે તેમના પર ધમકી ભરેલા અંદાજમાં લવ-જિહાદનો આરોપ લગાવ્યો હતો. એક્ટર બોલ્યા કે, ‘મને ધમકાવ્યો કે તે જ્યારે ધર્મ બદલીને લગ્ન કર્યા, તો કોઇએ તને કંઇ કહ્યું નથી. એ બતાવવા માગીએ છીએ કે હવે મારો સમય રહ્યો નથી.’

નસીરુદ્દીન શાહે ખુલાસો કર્યો કે, તેના ઘર પર આ વિશેષ પર માત્ર એક વખત જ ચર્ચા થઈ હતી. એ પણ માતાએ વાત છેડી હતી. એક્ટરે જણાવ્યું કે, ‘જ્યારે માતાને રાતનના ધર્મ ન બદલવાના નિર્ણય બાબતે ખબર પડી તો તે બોલી હતી કે, આખરે ધર્મ કેવી રીતે બદલી શકાય છે.’ નસીરુદ્દીન શાહે કહ્યું કે, રત્ના પાઠક સાથે તેના લગ્ન, એ વાતના સાક્ષી છે કે હિન્દુ-મુસ્લિમ એક સાથે જીવન જીવી શકે છે. 73 વર્ષીય નસીરુદ્દીન શાહે રત્ના પાઠક સાથે તેમના સંબંધ પર સવાલ કરનારાઓની નિયત પર સવાલ ઊભા કર્યા.

તેઓ કહે છે કે, ‘દેશના ભાગલા સમયે જે નફરતના બીજ રોપવામાં આવ્યા હતા, શું તે અંકુરિત થઈ રહ્યા છે. નસીરુદ્દીન શાહે એક પાછલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું એક રત્ના પાઠકના ઘરવાળા તેમના લગ્નની વિરુદ્ધ હતા, કેમ કે તેમને લાગતું હતું કે તેઓ ડ્રગ્સ લેતા હતા. તેઓ છૂટાછેડાવાળા પણ હતા અને તેમની પહેલી પત્નીથી એક દીકરી પણ હતી. એ છતા રત્ના પાઠકે નસીરુદ્દીન શાહ સાથે લગ્ન કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp