નસીરે ફિલ્મફેર એવોર્ડથી વોશરૂમના હેન્ડલ બનાવી દીધા, કહ્યું લોબિંગથી મળે છે એટલે

PC: nationalheraldindia.com

બોલિવુડના સીનિયર એક્ટર નસીરુદ્દીન શાહ દશકોથી દર્શકોનું મનોરંજન કરતા નજરે પડી રહ્યા છે. આ દિવસોમાં પોતાની વેબ સીરિઝ ‘તાજ: રેન ઓફ રિવેન્જ’ને લઈને એક્ટર ચર્ચામાં છે. એ સિવાય વિવાદિત નિવેદનોને લઈને પણ નસીરુદ્દીન શાહ ચર્ચા મેળવી રહ્યા છે. હવે નસીરુદ્દીન શાહે જણાવ્યું કે, તેઓ પોતાને મળતા એવોર્ડ્સનો ઉપયોગ વૉશરુમના દરવાજાના હેન્ડલના રૂપમાં કરે છે. નસીરુદ્દીન શાહે પોતાના ઇન્ટરવ્યૂમાં એવોર્ડ્સને લઈને વાત કરી હતી.

તેમને પૂછવામાં આવ્યું કે, શું એ અફવા સાચી છે કે તમે પોતાને મળનારા એવોર્ડ્સનો ઉપયોગ પોતાના ફાર્મહાઉસના દરવાજાઓના હેન્ડલના રૂપમાં કરો છો. તેના પર નસીરુદ્દીન શાહને હસવું આવી ગયું. તેમણે કહ્યું કે, હા એ સાચું છે. મને ટ્રોફીઓમાં કોઈ વેલ્યૂ નજરે પડતી નથી. મને શરૂઆત દિવસોમાં એવોર્ડ મળ્યા, તો હું ખુશ હતો, પરંતુ પછી મારી ચારેય તરફ ટ્રોફીઓ જમા થવા લાગી. મોડે મોડે હું સમજી ગયો કે આ લોબિંગનું પરિણામ છે. કોઈને આ એવોર્ડ તેમની યોગ્યતાના કારણે મળી રહ્યા નથી, એટલે મેં તેમને પાછળ છોડવાનું શરૂ કરી દીધું.

તેમણે આગળ કહ્યું કે, ત્યારબાદ જ્યારે મને પદ્મ શ્રી અને પદ્મ ભૂષણ મળ્યા તો મને પોતાના દિવંગત પિતાની યાદ આવી ગઈ, જે હંમેશાં મારી નોકરીને લઈને ચિંતિત રહેતા હતા. તેઓ કહેતા હતા કે, ‘આ ફાલતુ કામ કરીશું તો મુર્ખ બની જશો.’ એટલે જ્યારે હું એવોર્ડ લેવા માટે રાષ્ટ્રપતિ ભવન ગયો તો મેં ઉપર જોયું અને પોતાના પિતાજીને પૂછ્યું કે શું તેઓ આ બધુ જોઈ રહ્યા છે. તેઓ જોઈ રહ્યા હતા અને મને વિશ્વાસ છે કે તેઓ ખુશ હતા. હું એ એવોર્ડ્સ મેળવીને ખુશ હતો, પરંતુ હું આ પ્રતિસ્પર્ધી એવોર્ડ્સને સહન નહીં કરી શકું.

ઇન્ટર્વ્યું દરમિયાન નસીરુદ્દીન શાહે એવોર્ડ્સ આપવાના કોન્સેપ્ટસ પર પણ સવાલ ઊભા કર્યા. તેમણે કહ્યું કે, કોઈ પણ એક્ટર જેણે કોઈ રોલને ભજવવા માટે પોતાના જીવન અને એફર્ટ લગાવી દીધું છે તે એક સારો એક્ટર છે. જો તમે એક વ્યક્તિને પસંદ કરીને કહી દો કે આ વર્ષનો બેસ્ટ એક્ટર, તો એ કેવી રીતે યોગ્ય છે? મને એ એવોર્ડ્સ પર ગર્વ નથી. મને મળેલા છે 2 એવોર્ડને લેવા પણ હું નહોતો ગયો. એટલે જ્યારે મેં એક ફાર્મહાઉસ બનાવ્યું તો મેં આ એવોર્ડ્સને ત્યાં રાખવાનો નિર્ણય લીધો. જે પણ વૉશરૂમ જશે, તેને ત્યાં 2-2 એવોર્ડ મળશે કેમ કે હેન્ડલ ફિલ્મફેર એવોર્ડ્સના બનેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp