- Entertainment
- નવાઝુદ્દીને પત્ની આલિયાના આરોપો પર તોડ્યું મૌન, કહ્યું-મારા બાળકોને 45 દિવસથી...
નવાઝુદ્દીને પત્ની આલિયાના આરોપો પર તોડ્યું મૌન, કહ્યું-મારા બાળકોને 45 દિવસથી...
નવાઝુદ્દીન સિદ્દીકીની ગણતરી બોલિવુડના શાનદાર એક્ટર્સમાં થાય છે. હાલ, અભિનેતા પોતાની પત્ની આલિયા સાથે ચાલી રહેલા વિવાદને લઈને ચર્ચામાં છે. અભિનેતા અને આલિયાની વચ્ચે વિવાદ વધતો જ જઈ રહ્યો છે. આલિયા સિદ્દીકીએ એક્ટર પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, તેને બાળકો સાથે ઘરમાં જવાની પરવાનગી નથી આપવામાં આવી. હવે, એક્ટરે તમામ આરોપો પર મૌન તોડ્યું છે. તેણે સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કરતા કહ્યું છે કે, તે માત્ર એટલા માટે ચૂપ રહી જાય છે કારણ કે, તે ડરે છે કે ક્યાંક આ બધા તમાશા વિશે તેના નાના બાળકો ના વાંચી લે.

નવાઝુદ્દીન સિદ્દીકીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. જેમા લખ્યું છે કે, મારા મૌનના કારણે મને દરેક જગ્યાએ ખરાબ વ્યક્તિ તરીકે જોવામાં આવી રહ્યો છે. હું માત્ર એટલા માટે ચૂપ રહી જાઉં છું કારણ કે, હું ગભરાઉં છું કે ક્યાંક આ બધા તમાશા વિશે મારા નાના બાળકો ના વાંચી લે. એકતરફી થઈને ઘણા સમયથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, પ્રેસ અને કેટલાક લોકો, એકતરફી અને છેડછાડવાળા વીડિયોઝ દ્વારા મારા ચરિત્ર હનને ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. હું કેટલાક પોઇન્ટ્સની મદદથી પોતાની વાત રજૂ કરવા માંગીશ.

નવાઝે પોતાની પોસ્ટમાં લખ્યું કે, પહેલી વાત તો એ કે આલિયા અને મારા છૂટાછેડા થઈ ચુક્યા છે અને અમે બંને માત્ર અમારા બાળકોના ભવિષ્યના કારણે એકબીજાની સહમતિથી સાથે રહીએ છીએ. શું કોઈને એ વિશે ખબર છે કે મારા બંને બાળકો છેલ્લાં 45 દિવસથી ભારતમાં છે અને તેઓ સ્કૂલે નથી જઈ રહ્યા અને સ્કૂલ તરફથી સતત તેમની લાંબી અનુપસ્થિતિને લઈને મને લેટર આવી રહ્યા છે. મારા બાળકોને તેણે છેલ્લાં 45 દિવસથી બંધક બનાવ્યા છે અને તેઓ દુબઈમાં પોતાની સ્કૂલ મિસ કરી રહ્યા છે.

એક્ટરે આગળ લખ્યું કે, આલિયા છેલ્લાં 4 મહિનાથી બાળકોને આગળ ધરીને મારી પાસે પૈસા માંગી રહી છે. છેલ્લાં 2 વર્ષમાં તેને આશરે 10 લાખ રૂપિયા દર મહિને આપી રહ્યો છું. આ ઉપરાંત હું તેને 5-7 લાખ રૂપિયા ત્યારે પણ આપતો હતો જ્યારે તે બાળકો સાથે દુબઈ નહોતી ગઈ. આ ઉપરાંત, મેં બાળકો માટે મુંબઈના વર્સોવામાં એક અપાર્ટમેન્ટ પણ ખરીદ્યુ છે. કારણ કે, હાલ મારા બાળકો નાના છે આથી આલિયાને તેમના કો-ઓનર બનાવી છે. મેં મારા બાળકો માટે દુબઈમાં પણ એક અપાર્ટમેન્ટ ખરીદ્યુ છે. જ્યાં તે પણ રહે છે. આટલું બધુ હોવા છતા તેને હજુ વધુ પૈસા જોઈએ. જેને લઈને તેણે મારી અને મારી મમ્મી વિરુદ્ધ ઘણા કેસ કર્યા છે. આલિયા હંમેશાંથી આવુ કરતી આવી છે.
View this post on InstagramA post shared by Nawazuddin Siddiqui (@nawazuddin._siddiqui)
નવાઝુદ્દીને આગળ લખ્યું કે, બાળકો જ્યારે પણ ઈન્ડિયા આવે છે તો તેઓ પોતાની દાદી સાથે રહે છે, તેને કોઈ બહાર કઈ રીતે કાઢી શકે છે. તે સમયે હું પોતે પણ ઘરે નહોતો. તે કોઈપણ વાતનો વીડિયો બનાવી લે છે, તો જ્યારે તેને ઘરમાંથી બહાર કાઢવામાં આવી તેનો વીડિયો કેમ ના બનાવ્યો. તે માત્ર મારું કરિયર ખરાબ કરવા માટે આવુ કરી રહી છે.

