હીરોની સાથે જમવા બેઠો તો મને કોલર પકડીને બહાર કાઢી મૂક્યો હતો

PC: indiatimes.com

બોલિવુડનો દમદાર એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી પોતાની એક્ટિંગ કરતા વધુ આજકાલ પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. આજે એક્ટર ભલે મોટો સ્ટાર બની ગયો હોય પરંતુ, એક સમય હતો, જ્યારે તે નાના રોલ્સમાં દેખાતો હતો. એક્ટરે જણાવ્યું કે, શરૂઆતના દિવસોમાં તેણે ખૂબ જ સ્ટ્રગલ કરી. તેણે બોલિવુડમાં થનારા ભેદભાવને પણ સહન કર્યો છે. એક્ટરે આ અંગે ખુલાસો કર્યો છે. નવાઝુદ્દીન સિદ્દીકીએ એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેણે એકવાર ભેદભાવ સહન કરવો પડ્યો. તે લીડ એક્ટરની સાથે ભોજન માટે ગયો હતો ત્યારે, તેને કોલરથી પકડીને ઘસડીને બહાર કાઢવામાં આવ્યો. તેણે જણાવ્યું કે, તે એ દિવસોની વાત છે જ્યારે, તે સ્ટ્રગલ કરી રહ્યો હતો. તેની પાસે એ દિવસોમાં ખાવાના પણ પૈસા નહોતા.

નવાઝુદ્દીને એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો, હું સ્પોટ બોય પાસે પાણી મંગાવતો હતો અને તે મને સંપૂર્ણરીતે નજરઅંદાજ કરી દેતો હતો. પછી હું પોતે પાણી લેવા જતો હતો. બોલિવુડમાં ઘણા બધા પ્રોડક્શન હાઉસ એવા છે જે ફિલ્મની કાસ્ટ અને ક્રૂને અલગ-અલગ રીતે જુએ છે. ઘણી જગ્યાએ બધા એક સાથે ભોજન કરે છે પરંતુ, ઘણી જગ્યાઓ પર ખાવાના સમયે તેમને વિભાજિત કરવામાં આવે છે. જૂનિયર એક્ટર અલગ જમે છે. સહાયક કલાકારોનું અલગ ખાવાનું હોય છે અને લીડ એક્ટર્સને અલગ પ્રકારનું ખાવાનું મળે છે. ઘણીવાર મેં પ્રયત્ન કર્યો કે, મેન એરિયામાં જઇને જમુ, જ્યાં લીડ એક્ટર્સ જમે છે પરંતુ, ત્યાંથી કોલર પકડીને ભગાડી દેવામાં આવ્યો.

નવાઝે વધુ એક પ્રસંગ યાદ કરતા કહ્યું કે, તેણે એક સીનિયર એક્ટર પાસે 50 રૂપિયા ઉધાર માંગ્યા હતા. તેણે જણાવ્યું કે, તે સીનિયર એક્ટરની પરિસ્થિતિ પણ સારી નહોતી. એક્ટરની જેમ તેની હાલત પણ ટાઇટ હતી. સીનિયર એક્ટરની પાસે માત્ર 100 રૂપિયા હતા, જેમાંથી તેમણે 50 રૂપિયા નવાઝને આપી દીધા. આગળ એક્ટર જણાવે છે કે, બંનેને એકબીજાની પરિસ્થિતિ પર દયા આવી ગઈ અને બંને રડી પડ્યા.

હાલમાં જે એક્ટર ફિલ્મ ‘જોગિરા સા રા રા’ માં દેખાયો હતો. ગત મહિને જ આ ફિલ્મ થિયટર્સમાં રીલિઝ થઈ હતી. એક્ટરને ‘ગેંગ્સ ઓફ વાસેપુર’થી અલગ ઓળખ મળી, ત્યારબાદ તેને એક પછી એક કમાલની ફિલ્મો મળવા માંડી. ‘હડ્ડી’, ‘સૈંધવ’, ‘અદ્ભુત’, ‘ટિકૂ વેડ્સ શેરૂ’, ‘નૂરાની ચેહરા’, ‘બોલે ચૂડિયાં’ જેવી ઘણી અન્ય ફિલ્મોમાં એક્ટરની દમદાર એક્ટિંગનો જાદુ ચાલ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp