રણબીર-આલિયાના લગ્ન અંગે નીતૂ કપૂરે કહ્યું- લગ્ન ખૂબ જ ઉતાવળમાં થયા જેને કારણે...
14 એપ્રિલના રોજ રણવીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટના (Alia Bhatt) લગ્ન થયા હતા. જેની ચર્ચા ખૂબ જ થઈ. પરિવારના સભ્યો અને એકદમ નજદીકના લોકોની વચ્ચે થયેલા આ લગ્ન પછી જ્યારે રણબીર અને આલિયા પહેલીવાર મીડિયાની સામે આવ્યા તો તેમને જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આ લગ્ન માટે આલિયાએ (Alia Bhatt) ખૂબ જ સિમ્પલ લૂક રાખ્યું હતું, જ્યારે રણબીર કપૂર (Ranbir Kapoor) પણ શેરવાનીમાં ખુબ જ સુંદર લાગી રહ્યો હતો. પરંતુ સૌથી વધુ જો કોઈ ખુશ હતું તો તે હતી નીતૂ કપૂર (Neetu Kapoo). હવે લગ્નના ઘણા મહિનાઓ પછી નીતૂ કપૂરે (Neetu Kapoo) આ લગ્નને લઈને પોતાના દિલની લાગણીઓ જણાવી છે.
શું બોલી નીતૂ કપૂર
એક ન્યૂઝ રિપોર્ટ મુજબ, નીતૂ કપૂરે (Neetu Kapoo) કહ્યું કે લગ્ન ખૂબ જ ઉતાવળમાં થયા, જેને કારણે તેમને વધુ તૈયારીઓ કરવાનો સમય જ નહીં મળ્યો. પરંતુ તેમના જણાવ્યા મુજબ જો બધું જ તેમના પર છોડી દેવામાં આવ્યું હોત તો તેઓ આ લગ્નને હજી વધુ ઉત્સાહથી કર્યા હોત અને દરેકને લગ્નમાં આમંત્રિત કર્યા હોત. વાસ્તવમાં, આ લગ્નમાં ફક્ત નજદીકના લોકો અને પરિવારના સભ્યોને જ બોલાવવામાં આવ્યા હતા. જ્યારે લગ્ન પછી થયેલી પાર્ટીમાં પણ આલિયા અને રણવીરે પાર્ટી પોતાના ઘરે જ રાખી હતી.
હવે નીતૂ કપૂરે કરશે સ્પેશિયલ રિસેપ્શન
જી હાં... રિપોર્ટ મુજબ નીતૂ કપૂરે (Neetu Kapoo) એ પણ જણાવ્યું કે, તેઓ પેપરાજીઓ માટે એક ખાસ રિસેપ્શન પણ રાખશે, કારણકે પેપરાજીઓએ આલિયા અને રણવીરના લગ્નનું રીસેપ્શન ન થવાની ફરિયાદ કરી છે. નીતૂ કપૂરના (Neetu Kapoo) જણાવ્યા મુજબ પેપરાજીઓ રિસેપ્શન નહીં થવાના કારણે ખૂબ જ નિરાશ છે અને તે કોઈને નિરાશ જોઈ શકતી નથી.
પાંચ વર્ષ સુધી એકબીજાને કર્યા ડેટ
આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂરે (Ranbir Kapoor) એકબીજાને પાંચ વર્ષ સુધી ડેટ કર્યા. બંનેના પ્રેમની શરૂઆત બ્રહ્માસ્ત્રના શૂટિંગ દરમિયાન થઇ હતી. તેઓનો સંબંધ પાંચ વર્ષ સુધી ચાલ્યો, ત્યાર પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp