કેવી છે વહુ આલિયા ભટ્ટ? પ્રશ્ન પર નીતૂ કપૂરનો જવાબ જીતી લેશે દિલ
રણબીર કપૂર સાથે લગ્ન કર્યા બાદ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હવે કપૂર પરિવારની વહુ બની ગઈ છે. કપલના લગ્ન બીટાઉનના મોસ્ટ અવેઈટેડ અને સૌથી ચર્ચિત વેડિંગ્સમાંથી એક રહ્યા હતા. લગ્ન બાદ આલિયાની સાસુએ પુત્ર રણબીર અને વહુ આલિયાના વેડિંગ ફોટો શેર કરીને તેમને ‘પોતાની દુનિયા’ કહ્યા હતા. હાલમાં જ પેપરાજીએ પણ નીતૂને તેની વહુના વિશે પ્રશ્નો પૂછ્યો હતો, જેના પર નીતૂએ આપેલો જવાબ વાયરલ થઇ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં પેપરાજી નીતૂને પૂછે છે ‘વહુ કેવી છે તમારી?’. જેના પર સ્માઈલ અને ખુશી સાથે નીતૂ જવાબ આપે છે કે, ‘વહુ...સારી છે, ખૂબ જ સારી છે.’ નીતૂના જવાબથી વધુ તેના એક્સપ્રેશને લાઈમલાઈટ મેળવી હતી, તે ગર્વથી પોતાની વહુ વિશે જણાવતી જોવા મળે છે.
આ વીડિયો પર અનેક લોકોએ નીતૂને ટ્રોલ કરવાનો પણ પ્રયત્ન કર્યો છે. એક યૂઝરે કહ્યું કે, ‘તુમ ઇતના જો મુસ્કુરા રહે હો ક્યા ગમ હૈ, જિસે છુપા રહે હો.’ તેમજ બીજા એક યૂઝરે લખ્યું, ‘તે આટલી ક્યૂટ છે અને તે આલિયાને ખૂબ જ પ્રેમ કરે છે.’ લોકોનું કહેવાનું તો ચાલતું રહેશે, અનેક લોકો ટ્રોલ કરશે, અનેક લોકો વખાણ કરશે પણ નીતૂ અને આલિયાની બોન્ડીંગ પહેલાથી જ સારી જોવા મળતી હતી.
નીતૂ અને આલિયાની વચ્ચે કેવી છે બોન્ડીંગ?
નીતૂની ઈન્સ્ટાગ્રામ પોસ્ટને જોઈએ તો, તે પહેલા પણ આલિયા સાથેના ફોટો શેર કરી ચૂકી છે, તે આલિયાના બર્થડે પર તેને વિશ કરવાનું ભૂલી ગઈ હતી. તેમજ, આલિયા પણ નીતૂ કપૂરની સાથે ખૂબ જ સ્ટ્રોંગ બોન્ડ શેર કરે છે, તેના સોશિયલ મીડિયા પેજ પર પર બંને સાસુ-વહુનો આ મજબૂત સંબંધ લાંબા સમયથી જોવા મળી રહ્યો છે.
લગ્નના થોડા દિવસો પછી જ કામ પર પાછા ફર્યા રણબીર-આલિયા
આલિયા અને રણબીરના લગ્ન 14 એપ્રિલ 2022ના રોજ થયા હતા. સંબંધીઓ અને મિત્રોની ઉપસ્થિતિમાં આલિયા અને રણબીરે પોતાના સંબંધ પર ઓફિશિયલ જાહેર કર્યો હતો. 16 એપ્રિલે વેડિંગ રિસેપ્શન થયું અને પછી એક અઠવાડિયાની અંદર બંને પોતાના કામ પર પાછા ફર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp