નેહા કક્કરને રડવાના કારણે ટ્રોલ થવાથી નથી લાગતું ખરાબ, કહ્યું-બધા બીજાનું દુ:ખ..

PC: freepressjournal.in

સિંગર નેહા કક્કર રિયાલિટી શોમાં ખૂબ જ જલદી ઈમોશનલ થઇ જવાના કારણે ઓળખાય છે. નેહા કોઈ શો પર જજ બનેલી હોય કે મહેમાન, સિંગિંગ કરતા કન્ટેસ્ટેન્ટ્સના સુર લાગવાના શરૂ થતા જ નેહાના આંસુ વહેવા લાગે છે. પોતાના 15 વર્ષના કરિયરમાં નેહા કક્કરે અનેક રિયાલિટી શોને જજ કર્યું છે. દરેક સમયે તે સારું પરફોર્મન્સ જોઇને રડી પડે છે અને આ જ કારણે તેને ટ્રોલ્સ નિશાના પર લે છે.

નેહાએ આંસુ નીકળવા પર કહી આ વાત

અનેક વાર નેહા કક્કરના રડવાને ડ્રામા પણ કહેવામાં આવે છે. ટ્રોલ્સ હંમેશાં નેહાનો મજાક બનાવે છે, ત્યારે હવે એક ઇન્ટરવ્યૂમાં નેહા કક્કરે આ વિશે વાત કરી છે. તેનું કહેવું છે કે, તે પોતાને મજાક બનાવતા લોકો વિશે ખરાબ બોલી શકતી નથી. કેમ કે, બધા તેના જેવા ઈમોશનલ નહીં હોય.

એક મીડિયા ચેનલ સાથેની વાતચીતમાં નેહા કક્કરને પૂછવામાં આવ્યું કે, જ્યારે તે રિયાલિટી શો પર રડવા માટે ટ્રોલ થાય છે, તો તેનું રિએક્શન શું હોય છે? આના પર સિંગરે કહ્યું કે, ‘હું તેમને ખોટા નથી કહી શકતી. ઘણા બધા લોકો છે જે થોડા પણ ઈમોશનલ નહીં હોય, જે લોકો ઈમોશનલ નથી. તેમને હું ફેક જ લાગીશ, પણ જે લોકો મારા જેવા સેન્સિટીવ છે, તે મને સમજશે અને મારી સાથે જોડાશે. આજના સમયમાં આપણે વધારે લોકોને નથી મળતા, જેમને બીજાના દુ:ખનો અનુભવ થાય છે અને જે બીજાની મદદ કરવા ઈચ્છે છે. મારા અંદર આ ક્વોલિટી છે અને મને આને લઈને કોઈ પશ્ચાતાપ નથી.’

શું રિયાલિટી શોમાં થાય છે ડ્રામા?

અનેક વાર દર્શક રિયાલિટી શોમાં કન્ટેસ્ટેન્ટ્સની પર્સનલ લાઈફની કહાની બતાવવાને ડ્રામા ગણાવે છે. આના પર પણ નેહા કક્કર પાસે તેના અભિપ્રાય માગવામાં આવ્યા હતા. તેને કહ્યું કે, ‘હું આને ડ્રામા નહીં કહીશ. એક શોને ઈન્ટરેસ્ટીંગ બનાવવા માટે તેમાં આ વસ્તુઓ જોડવામાં આવે છે. માત્ર સિંગિંગ અને ડાન્સિંગ જોવું બોરિંગ હોઈ શકે છે, તો અમે કન્ટેસ્ટેન્ટ્સના જીવન પર પણ ફોકસ કરીએ છીએ. વ્યૂઅર્સ પણ આના કારણે જોડાય છે.’

નેહાએ આગળ કહ્યું કે, ‘જ્યારે અમે બતાવીએ છીએ કે, કેવી રીતે એક કન્ટેસ્ટેન્ટ ત્યાગ કરીને, લાંબો પ્રવાસ કરીને અહીં સુધી પહોંચ્યો છે, તો લોકો તેનાથી કનેક્ટ થઇ શકે છે. કેમ કે, બધાના જીવનમાં કોઈ એક પોતાનું છે જેને સ્ટ્રગલ કર્યું છે પછી વસ્તુઓ મેળવી છે. અમે બસ આ જ શો પર બતાવી રહ્યા છે કે, આપણા ઘરોમાં શું થાય છે?’

નેહા કક્કર રિયાલિટી શો ‘સુપરસ્ટાર સિંગર 2’ના મંચ પર જોવા મળી હતી, અહીં જ તે કન્ટેસ્ટેન્ટ માનીના પર્ફોમન્સને જોઇને રડી પડી હતી. માનીએ ‘માહી વે’ ગીત ગયું હતું. શો પર રડવાના કારણે એક વાર ફરી નેહા કક્કર ટ્રોલ્સના નિશાના પર આવી છે. એમ તો આ પહેલી વાર નથી, જ્યારે આવું થયું છે. ‘ઇન્ડિયન આઈડલ 12’મા જજની ભૂમિકા નિભાવતા સમયે પણ નેહા કક્કર અનેક વાર કેમેરાની સામે રડતી જોવા મળી હતી, ત્યારે કોમેડિયન કૃષ્ણા અભિષેકે તેનો મજાક પણ બનાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp