ડૉન-3માં ન શાહરુખ ન રણવીર સિંહ, બોલિવૂડનો નવો ડૉન બનશે આ એક્ટર

PC: siasat.com

બોલિવુડ એક્ટર શાહરુખ ખાનની ફિલ્મ ‘ડૉન’ના ત્રીજા ભાગની દર્શકો રાહ જોઈ રહ્યા છે. એક્શન થ્રીલર ફિલ્મ ‘ડૉન 3’ પર ફરહાન અખ્તર લાંબા સમયથી કામ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન બાદ શાહરુખ ખાન બોલિવુડના આગામી ડૉન બન્યા હતા, પરંતુ હવે એવા સમાચાર મળી રહ્યા છે કે, ‘ડૉન 3’થી શાહરુખ ખાને દૂરી બનાવી લીધી છે અને આ વખત બોલિવુડને નવો ડૉન મળવા જઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી સમાચારો હતા કે ફિલ્મમાં બોલિવુડના બાજીરાવ એટલે કે રણવીર સિંહ નવો ડૉન બનીને પરદા પર ધૂમ મચાવશે, પરંતુ હવે ફિલ્મને લઈને નવું અપડેટ સામે આવ્યું છે.

અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન બાદ હવે દર્શકોને ફરહાન અખ્તર ડૉનની ભૂમિકા ભજવતા મોટા પરદા પર નજરે પડી શકે છે. જો કે, આ વાતના અત્યાર સુધી કોઈ પણ સત્તાવાર અનાઉન્સમેન્ટ થયું નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ વખત ફિલ્મમાં પોતે ફરહાન અખ્તર લીડ રોલ કરવાના છે. હવે એ તો સમય આવવા પર જ ખબર પડશે કે બોલિવુડના આગામી ડૉનના રૂપમાં કયો એક્ટર દેખાવાનો છે. ‘ડૉન 2’ની વાત કરીએ તો આ ફિલ્મમાં શાહરુખ ખાન સાથે પ્રિયંકા ચોપડા લીડ રોલમાં નજરે પડી હતી.

આ બંને  સ્ટારો સાથે લારા દત્તા અને બોમન ઈરાનીએ પણ સ્ક્રીન શેર કરી હતી. ફરહાન અખ્તર અને રિતેશ સિદ્ધવાનીને જ્યારે ફિલ્મને લઈને સવાલ કરવામાં આવ્યો તો રીતેશે કહ્યું કે, ડિરેક્ટર ફરહાન અખ્તર હાલના દિવસોમાં ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે અને આગામી સમયમાં તેના પર કામ શરૂ થઈ શકે છે. ફરહાન અખ્તરના કરિયરની વાત કરીએ તો તેના કરિયર માટે ફિલ્મ ‘દિલ ચાહતા હૈ.’ મહત્ત્વની સાબિત થઈ હતી. આ ફિલ્મથી ફરહાન અખ્તરને રાતોરાત ઓળખ મળી હતી. ‘દિલ ચાહતા હૈ’ માટે ફરહાનને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. ફરહાન અખ્તરે પોતાના કરિયરની શરૂઆત ‘રોક ઓન’થી કરી હતી.

આ પહેલી વખત નથી, જ્યારે ‘ડૉન 3’ને લઈને મોટું અપડેટ આવ્યું હોય. બોલિવુડ હંગામાના જૂના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફરહાન અખ્તરે ‘ડૉન 3’ની સ્ક્રિપ્ટ પૂરી કરી લીધી છે. તેને લઈને તેઓ શાહરુખ ખાન પાસ ગયા હતા. શાહરુખ ખાનને કહાની જરાય પસંદ ન આવી. તેણે સ્ક્રિપ્ટ રિજેક્ટ કરી દીધી. કહેવામાં તો એમ પણ આવી રહ્યું છે, ફરહાને ત્યારબાદ નવી રીતે કહાની પર કામ કરવાની શરૂઆત કરી. ફરહાન ઈચ્છે છે કે ‘ડૉન 3’માં 3 જનરેશનને દેખાડવામાં આવે છે. અમિતાભ, શાહરુખ અને ત્રીજો કોઈ અન્ય એક્ટર. આ ત્રીજો એક્ટર ફ્રેન્ચાઇઝીને આગળ લઈ જવાનું કામ કરતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp