મેં કોઈને દુખી નથી કર્યા છતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ મને સ્વીકારી નહીંઃ શ્રુતિ હાસન

અભિનેત્રી શ્રુતિ હાસન ક્યારેય પણ પોતાના મનની વાત કરવામાં ડરતી નથી, પછી તે કોઈપણ બાબત જ કેમ ના હોય. હંમેશા શ્રુતિએ ઈન્ડસ્ટ્રીમાં થતા ભેદભાવ અને ઓપીનિયન વિશે ખુલીને વાત કરી છે. અભિનેત્રીનું કહેવું છે કે જ્યારે તેણે તેના કરિયરની શરૂઆત કરી ત્યારે આ તબક્કો તેના માટે ખૂબ જ મુશ્કેલ રહ્યો હતો. લોકોએ તેના વિશે કંઈ સારું કહ્યું નહીં. શ્રુતિએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મેં કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડી નથી. કે ના મેં કોઈનું કામ છીનવ્યું, છતાં પણ લોકોએ મને સ્વીકારી નહીં.

ફિલ્મી સફર વિશે વાત કરતાં શ્રુતિ હાસને કહ્યું, "તમે જે પણ કામની શરૂઆત કરવા જઈ રહ્યા છો, તે તમે સારું જ વિચારીને કરો છો. કેટલાક લોકો તમારા એ કામને પસંદ પણ કરે છે, તો કોઈક નાપસંદ પણ કરે છે. દરેક ફિલ્મમાં તમે તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાના પ્રયત્નમાં લાગી જાવ છો. દરેક ફિલ્મમાંથી તમે કંઈક શીખો પણ છો. જ્યારે હું ઈન્ડસ્ટ્રીમાં જોડાઈ ત્યારે લોકો મારા વિશે બહુ સારી વાતો નહોતી કહીં, પરંતુ આજે તેઓ કહે છે જેના માટે હું આભારી છું. જ્યારે હું ઈન્ડસ્ટ્રીમાં આવી ત્યારે આ પ્રોફેશનને લઈ મારામાં પેશન નહોતો, પરંતુ આજે મારી પાસે છે. મારા માટે બોલિવૂડમાં એક ખૂબ સારી સફર રહી છે. મને કોઈ ફર્ક નથી પડતો કે લોકો મારા વિશે શું કહે છે, અને શું નહીં.

શ્રુતિએ આગળ કહ્યું, "શરૂઆતના સમયમાં લોકોએ મને ઘણું કહ્યું. મારે કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ, કેવી રીતે વાત કરવી જોઈએ, બધું જ કહેવામાં આવ્યું હતું. એવું પણ કહેવામાં આવ્યું હતું કે હું જે રીતે વાત કરું છું તે લોકો સમજી શકશે નહીં. પરંતુ હું તે જ હતી જે હું વાસ્તવિક જીવનમાં હતી. મારામાં કંઈપણ દેખાડો નહોતું. સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે પોતાને તે રીતે રાખી શકો છો જે વાસ્તવિક જીવનમાં છો. હું એવું નથી કહેતી કે દરેક વ્યક્તિ આવા હોવા જોઈએ, પણ હું રિયલ છું અને મને આ રીતે રહ્વું ગમે છે.

શ્રુતિ હાસનના વર્કફ્રન્ટની વાત કરીએ તો આજકાલ અભિનેત્રી તેના હોલીવુડ પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. 'ધ આઈ'નું શૂટિંગ કરી રહી છે. આ સિવાય એક ફિલ્મમાં શ્રુતિ હાસન, પ્રભાસ સાથે જોવા મળશે. આ બે પ્રોજેક્ટ સિવાય શ્રુતિ પાસે વીર સિમ્હા રેડ્ડી અને ચિરંજીવીની પણ એક ફિલ્મ પણ છે, જેના પર તે જલ્દી કામ શરૂ કરશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.