માધુરી પર The Big Bang Theoryમાં કરાઇ ગંદી કમેન્ટ, જયા બચ્ચન ભડ્ક્યા

PC: msn.com

હોલિવુડના પોપ્યુલર શો ધ બિગ બેંગ થિયરીના એક સીન પર ઘમાસાન છેડાઈ ગયુ છે. તેના એક એપિસોડમાં ઐશ્વર્યા રાય અને માધુરી દીક્ષિતની ખૂબ જ ભદ્દી સરખામણી કરવામાં આવી છે. તેને લઇને નેટફ્લિક્સને નોટિસ પણ જાહેર કરવામાં આવી ચુકી છે. આ સમગ્ર મામલા પર જયા બચ્ચન, ઉર્મિલા માતોંડકરે પણ પોતાના અભિપ્રાય આપ્યા છે. ભદ્દા કમેન્ટ્સ કરનારા એક્ટર કુણાલ નાયર પર જયા ભડકી ગયા હતા, તેમજ તેને પાગલખાનામાં મોકલવાની વાત કહી હતી.

ધ બિગ બેંગ થિયરી શોમાં માધુરી દીક્ષિત અને ઐશ્વર્યા રાય પર કરવામાં આવેલી આપત્તિજનક ટિપ્પણી પર જયા બચ્ચનનો ગુસ્સો ભડકી ઉઠ્યો છે. તેમણે એક્ટરને પાગલખાનામાં મોકલવાની વાત પણ કહી દીધી છે. મીડિયા સાથે વાતચીતમાં તેમણે ખૂબ જ ગુસ્સામાં જવાબ આપ્યો. જયા બચ્ચને કહ્યું- શું આ કુણાલ નાયર પાગલ છે? ખૂબ જ ગંદી જુબાન છે. તેને તો પાગલખાનામાં મોકલી આપવો જોઈએ. આ સવાલ તો તેની ફેમિલીને પૂછવો જોઈએ કે તેમને કેવુ લાગ્યું છે આ કમેન્ટ પર.

તેમજ ઉર્મિલા માતોંડકરને એક્ટરના આ ભદ્દા કમેન્ટ પર આઘાત લાગ્યો છે. એક્ટરે કહ્યું- આ કેવી ભદ્દી કમેન્ટ છે. મને આ આખા એપિસોડનો કોઈ આઈડિયા નથી. તો મારે કોઈ કમેન્ટ ના કરવી જોઈએ. પરંતુ, જો એ સાચુ છે તો હકીકતમાં તે ખૂબ જ ભડકાઉ છે. આ તેની ચીપ મેન્ટાલિટીને દર્શાવે છે. તેને આ હકીકતમાં મજાક લાગે છે, ચોંકાવનારી વાત છે.

નેટફ્લિક્સ પર રીલિઝ બિગ બેંગ થિયરી શોના એક એપિસોડમાં ઐશ્વર્યા રાય અને માધુરી દીક્ષિતની ખૂબ જ ભદ્દી સરખામણી કરવામાં આવી છે. સેકન્ડ સિઝનના પહેલા એપિસોડમાં જિમ પાર્સન્સ જો શેલ્ડન કપૂરના રોલમાં છે, તે માધુરી અને ઐશ્વર્યાનું કમ્પેરિઝન કરે છે. ડાયલોગ બોલતા જિમ કહે છે- ઐશ્વર્યા ગરીબોની માધુરી દીક્ષિત છે. ત્યારબાદ રાજ કુથરાપલ્લીનું કેરેક્ટર પ્લે કરી રહેલો કુણાલ નાયર કહે છે- ઐશ્વર્યા રાય દેવી જેવી હતી અને તેની સરખામણીમાં માધુરી દીક્ષિત લેપરસ પ્રોસ્ટિટ્યૂટ છે.

માધુરી માટે કરવામાં આવેલા આ પ્રકારના કમેન્ટ્સ પર લોકો ગુસ્સે થયા છે. માધુરી માટે આ શોને અપમાનજનક બતાવતા મિથુન વિજય કુમારે નેટફ્લિક્સને નોટિસ મોકલી છે. આ એપિસોડને તેણે સેક્સિઝમ અને મહિલાઓ માટે નીચતાની ભાવનાને પ્રોત્સાહન આપતો પણ ગણાવ્યો છે. મિથુન વિજય કુમારે કહ્યું, નેટફ્લિક્સ જેવી ઓટીટી કંપનીઓએ પોતાના કામ માટે જવાબદારી લેવી જરૂરી છે. એ જરૂરી છે કે, તેઓ એ સમુદાયોના સાંસ્કૃતિક મૂલ્યો અને ભાવનાઓ પ્રત્યે સંવેદનશીલ રહે, જેમને તેઓ સર્વિસ આપી રહ્યા છે. મારું માનવુ છે કે, સ્ટ્રીમિંગ સર્વિસ પ્રોવાઇડર્સની જવાબદારી છે કે તે પોતાના પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવતા કન્ટેન્ટ પર ધ્યાન આપે. તે કોઈને ઠેસ ના પહોંચાડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp