લગ્નને લીધે કોઈ છોકરીએ તેના સપના જોવાના છોડવા જોઈએ નહીં: દેબાત્મા સાહા

દેબાત્મા લગ્ન વિશે એક મજબુત મંતવ્ય ધરાવે છે અને તેને એવું લાગે છે કે, લોકોના મનમાં મહિલાઓ લગ્ન પછી શું કરી શકેને શું ન કરી શકે તે વિશે ઘણી માન્યતા છે. તે માને છે કે, મિઠાઈ જેવી મહિલાઓ પાસે એક સ્વતંત્રતા છે કે, તે તેના સપના પૂરા કરી શકે અને લગ્નને કારણે તે તેના પાત્રો સુધી મર્યાદિત નહીં થઈ જાય.
તેણે થોડા સમય પહેલા કહ્યું હતું કે, હું મિઠાઈનું મારું પાત્ર કરતા ખૂબ જ મજા આવે છે કેમકે, મને ભાવનાની એક વિશાળ રેન્જ દર્શાવવાની તક મળી છે. શોના તાજેતરના સીનમાં મેં અનુભવ્યું કે, મહિલાઓ લગ્ન બાદ તેના ખભે લગ્નની જવાબદારી આવ્યા બાદ તેના સપના પૂરી નથી કરી શકતી. મેં આ અનુભવ્યું અને તેમાંથી નિકળી ત્યારે અનુભવ્યું કે, તે દિલ તોડીને પણ તેના સપના ગુમાવી દે છે. વ્યક્તિગત રીતે, હું માનું છું કે, જ્યારે તે લક્ષ્યાંક તરફ આગળ વધવા ઇચ્છતી હોય ત્યારે લગ્નને જાળવવાની બધી જ જવાબદારી પણ મહિલાઓના ઉપર જ આવે છે. એક છોકરીએ લગ્નના લીધે તેના સપના અટકાવવા જોઈએ નહીં.
તે વધુમાં ઉમેરે છે, હું એક એવી મહિલા છું, જે માને છે કે, દરેકની પાસે તેના પોતાના નિર્ણય લેવાની આઝાદી હોવા જોઈએ. જ્યાં સુધી તે તેના જીવનમાં કોઈપણ દખલગીરી વિના લેવામાં આવેલા નિર્ણય લેવામાં આવ્યો હોય ત્યારે તે ખરેખર કંઈક કરવાની ઇચ્છા ધરાવે તો તે તેના જીવનમાં કંઈ પણ કરી શકશે. હું મારી જાતને ધન્ય માનું છું કે, મને આટલા સહકાર આપતા માતા-પિતા મળ્યા છે, જે મને હંમેશા સાચો રસ્તો બતાવે છે અને તે ખરેખર મને સમર્થ બનાવે છે. હું આશા રાખું છું કે, દર્શકો પણ મિઠાઈના પ્રવાસની સાથે સંકળાશે, તથા તેના મૂલ્યો, તેના નિર્ણયને સમજશે તથા તેમના સપના પ્રાપ્ત કરવા પ્રોત્સાહન મેળવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp