બોલિવુડના કોઈ પણ વ્યક્તિ ઘરે બોલાવવાને લાયક નથી: કંગના

PC: khabarchhe.com

કંગના રણૌતનું કહવું છે કે કે બોલિવુડના કોઈ પણ વ્યક્તિને ઘરે નહીં બોલાવે કારણ કે તેઓ એને લાયક નથી. 

કંગનાને બોલિવુડની પંગા ક્વીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે નાહકનો કોઈની પણ સાથે પંગો લેતી ફરે છે. તેની ફિલ્મ જ્યારે આવીને હોય ત્યારે તે સતત બોલિવુડ પર અટેક કરે છે. તેણે ફિલ્મના પ્રમોશન દરમ્યાન એક ઇન્ટરવ્યુ આપ્યું હતું જે ખૂબ જ ધારદાર હતું.

‘એક ઇન્ટરવ્યુમાં કંગનાને ઇન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સ વિશે સવાલ કરવામાં આવ્યો હતો. કંગનાનો ઇન્ડસ્ટ્રીમાં કોઈ ફ્રેન્ડ નથી અને એથી જ એ કોઈને પણ તેના ઘરે બોલાવવા નથી માગતી. તેને બોલિવુડના ત્રણ સેલિબ્રિટીનું નામ પૂછવામાં આવ્યું હતું જેને તે ઘરે બોલાવવા માગતી હોય. આ વિશે કંગનાએ કહ્યું હતું કે ‘બોલિવુડમાં આ સેવાને લાયક કોઈ નથી. ઘરે તો હું કોઈને નહીં બોલાવું. બાહર કોઈને મળી લઉં તો ઠીક છે, પરંતુ હું ઘરે કોઈને નહીં બોલાવું.’

આ પહેલી વાર નથી કે કંગનાએ બોલિવુડ પર નિશાનો સાધ્યો હોય. તે હંમેશાં ઇન્ડસ્ટ્રી અને સેલિબ્રિટીઝને તેના ટાર્ગેટ બનાવતી રહે છે. તે નેપોટિઝમને લઈને ઘણી હસ્તીઓને આટીમાં લેતી જોવા મળી છે.  કોઈ સેલિબ્રિટીઝના ટેલેન્ટને લઈને પણ નિશાનો બનાવે છે.

તેની છેલ્લી ફિલ્મો બોલિવુડમાં પિટાઈ જતા હવે તે બહુ જલદી નવી ફિલ્મનું કામ શરૂ કરવા જઈ રહી છે. સલમાન ખાને પણ તેની ફિલ્મ ‘ધાકડ’નું ટ્રેલર શેર કર્યુ હતુ અને ટીમને શુભેચ્છા પણ આપી હતી. કંગનાએ પણ તેનો જવાબ આપી આભાર માનવામાં રાહ નહોતી જોઈ. ત્યારે કંગનાએ કહ્યું હતું કે આજ ફરી તે ક્યારેય એવું નહીં કહે કે ઇન્ડસ્ટ્રીમાં તે એકલી છે. જોકે પોતાના જ સ્ટેટમેન્ટથી વિપરિત કરતાં  ફરી ટ્રોલરના નિશાના પર આવી ગઈ છે. જોકે તેના માટે આ ટ્રોલ્સ પણ કઈ નવા નથી. તે મોટાભાગે ટ્રોલ કરતી અને થતી બન્ને જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp