ટ્રેનમાં એવી હરકત કરી કે ભારતીય રેલવેએ સોનુને લગાવી ફટકાર, સૂદે આપ્યો જવાબ

PC: indiatv.in

બોલિવુડ એક્ટર સોનુ સૂદ માટે આમ તો હંમેશાં જ લોકો વખાણ જ કરતા જોવા મળે છે પરંતુ આ વખતે સોનુ સૂદે રેલવેની નારાજગી ઝેલવી પડી છે. અસલમાં સોનુ સૂદે 13 ડિસેમ્બરના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે એકદમ ઝડપથી ચાલતી ટ્રેનના દરવાજા પાસે બેસીને સફર કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સોનુ સૂદ દરવાજાનું હેન્ડલ પકડીને પોતાની સફરની મજા માણતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોના વાયરલ થવા પછી  સોનુ સૂદને સોશિયલ મીડિયા પર લોકોના ટ્રોલિંગની સાથે સાથે રેલવે પાસેથી પણ ફટકારનો સામનો કરવો પડ્યો છે.

સોનુ સૂદના આ વીડિયો પર ઉત્તર રેલવેએ રિએક્ટ કરીને લખ્યું છે- પ્રિય સોનુ સૂદ..દેશ અને દુનિયાના  લાખો લોકો માટે તમે આદર્શ છો. ટ્રેનના દરવાજા પાસે બેસીને યાત્રા કરવી ખતરનાક છે, આ પ્રકારના વીડિયોથી તમારા પ્રશંસકોને ખોટો સંદેશો જઈ શકે છે. મહેરબાની કરીને આવું ન કરો. સુગમ તથા સરુક્ષિત યાત્રાની મજા માણો.

મુંબઈ પોલીસે પણ સોનુ સૂદના આ વીડિયોની નિંદા કરી હતી. GRP મુંબઈના ટ્વીટમાં લખવામાં આવ્યું હતું, ફુટબોર્ડ પર સફર કરવું ફિલ્મોમાં મનોરંજનનો સોર્સ હોઈ શકે છે, પરંતુ રિયલ લાઈફમાં નથી. આવો બધા સુરક્ષાના દિશા-નિર્દેશોનું પાલન કરીએ અને બધા માટે હેપ્પી ન્યુ યર નિશ્ચિત કરીએ. કોરોના કાળમાં કોઈની લોકપ્રિયતા વધી છે તો તે છે બોલિવુડ એક્ટર સોનુ સૂદની.

કોરોનાના કારણે જ્યારે લોકડાઉનમાં સોનુ સૂદે જે રીતે લોકોની મદદ કરી છે, તેનાથી લોકોનો મસિહા બની ગયો હતો. સોનુ સૂદે લોકોને હોસ્પિટલ, બેડ, દવા અને ઈન્જેક્શનનું પણ અરેન્જમેન્ટ કરી આપ્યું હતું. ફિલ્મ 'શહીદ-એ-આઝમ'થી બોલિવુડમાં ડેબ્યૂ કરનારા સોનુ સૂદે અત્યાર સુધીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. સોનુ સૂદ બોલિવુડની સાથે સાથે સાઉથની ઈન્ડ્સ્ટ્રીમાં પણ ઘણો એક્ટિવ છે.

સોનુ સૂદની છેલ્લી ફિલ્મ અક્ષય કુમાર સાથેની 'પૃથ્વીરાજ ચૌહાણ' આવી હતી. આ સિવાય પહેલા પણ સોનુ સૂદે પોતાના કરિયરની શરૂઆતમાં લોકલ ટ્રેનથી સફર કરતો હોવાની વાત જણાવી હતી અને મુંબઈ લોકલ ટ્રેનમાં સફરનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જે લોકોને ઘણો પસંદ આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp