CM યોગીને સુનિલ શેટ્ટીએ કહ્યું ‘બોયકોટ બોલિવુડ’ પ્લીઝ PMને કહીને અટકાવો

PC: timesnowhindi.com

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુરુવારે મુંબઈના પ્રવાસે હતા, જ્યાં તેઓ ઘણા સ્ટાર્સને મળ્યા હતા. CM યોગી ઉત્તર પ્રદેશમાં ભાવિ ફિલ્મ સિટી અને રોકાણ અંગે ચર્ચા કરવા મુંબઈ પહોંચ્યા હતા, જ્યાં તેમણે યુપી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટને લઈને કેટલાક ઉદ્યોગપતિઓ સાથે પણ ચર્ચા કરી હતી. આ સાથે તેઓ બોલિવુડના ઘણા મોટા કલાકારોને મળ્યા હતા. આ દરમિયાન બોલિવુડ એક્ટર સુનીલ શેટ્ટીએ CM યોગી સાથે બોલિવુડ સાથે જોડાયેલા કેટલાક ખાસ મુદ્દાઓ પર ખુલીને ચર્ચા કરી હતી.

છેલ્લા એક-બે વર્ષમાં બોલિવૂડમાં મોટી-મોટી ઘટનાઓ બની છે. મોટા કલાકારોના અવસાનથી લઈને ડ્રગ્સ અને ‘બૉયકોટ બૉલીવુડ’ ઉદ્યોગે ઘણા મુશ્કેલ સમય જોયા છે. આવી સ્થિતિમાં સુનીલ શેટ્ટીએ CM યોગીને કહ્યું,આ હેશટેગ જે ચાલી રહ્યું છે, ‘હેશટેગ બોયકોટ બોલિવૂડ’ એ તમારા કહેવાથી પણ અટકી શકે છે. એ વાત પણ લોકો સુધી પહોંચાડવી જરૂરી છે કે અમે સારું કામ પણ કરીએ છીએ. આ જે ટ્વીટર ટ્રેન્ડ ચાલે છે, તેને કેવી રીતે રોકી શકાય. જો આપણે ધ્યાન આપીએ તો બોયકોટ બોલીવુડને અટકાવી શકાય તેમ છે. હું આજે જે કંઇ પણ છું તે પ્રેક્ષકોને કારણે છું. ઉત્તર પ્રદેશની જનતાનો મને ઘણો પ્રેમ મળ્યો છે.

સુનિલ શેટ્ટીએ CM યોગીને કહ્યુ કે ફિલ્મ ઉદ્યોગમાં 99 ટકા લોકો એવા છે જે ડ્રગ્સ નથી લેતા. શેટ્ટીએ કહ્યું કે નથી અમે ડ્રગ્સ લેતા કે નથી કોઇ ખરાબ કામ કરતા. ઘણા સારા લોકો છે જેમને કારણે બોલિવુડે બહારના દેશોમાં પણ પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે. આપણી વાર્તાઓ અને સંગીત દ્વારા ભારત અન્ય દેશો સાથે જોડાયેલું છે. વર્તમાન સમયમાં બોલિવૂડની છબિ ઘણી ખરડાઇ રહી છે.

સુનિલ શેટ્ટીએ CM યોગીને કહ્યુ કે ,લોકો સુધી એ વાત પણ પહોંચવી જરૂરી છે કે બોલિવુડમાં અમે સારું કામ પણ કરીએ છીએ. જો તમે આ વાત પ્રધાનમંત્રી મોદી સુધી પહોંચાડી શકો એનો ઘણો મોટો પ્રભાવ પડશે. જેથી બોલિવુડની ઇમેજને ઘસારો પહોંચ્યો છે તેમાં સુધારો આવી શકે.શેટ્ટીએ એક ઉદાહરણ આપતા કહ્યુ કે એક ટોકરીમાં બગડેલું સફરજન હોય શકે છે, પરંતુ અમે બધા એ બગડેલાં સફરજન નથી.

આ મીટિંગમાં સુનિલ શેટ્ટી ઉપરાંત કૈલાશ ખેર, જેકી શ્રોફ, સુભાષ ઘાઈ, રવિ કિશન, બોની કપૂર અને સોનુ નિગમ જેવા ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી સાથેની મુલાકાત દરમિયાન અન્ય સ્ટાર્સે પણ પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું હતું.

બોની કપૂર કહ્યું હતું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રી મુંબઈમાં શૂટિંગ માટે આરામદાયક છે. CM યોગીએ ઉત્તર પ્રદેશને ક્રાઈમ ફ્રી સ્ટેટ બનાવ્યું છે. આ જ કારણ છે કે હવે ઉત્તર પ્રદેશમાં શૂટિંગમાં કોઈ સમસ્યા નથી. મેં ઉત્તર પ્રદેશમાં બે ફિલ્મોનું શૂટિંગ કર્યું છે અને આગળની યોજનાઓ પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp