માત્ર 'હેરા ફેરી 3' જ નહીં, અક્ષય-પરેશ રાવલ-સુનીલ વધુ બે ફિલ્મો માટે સાથે આવશે!

'હેરા ફેરી' અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીની કોમેડી ત્રિપુટીની કલ્પના કરવાથી ઘણા બોલિવૂડ ચાહકોના ચહેરા પર સ્મિત આવે છે. લોકોને પૂરી આશા હતી કે 'હેરા ફેરી 3'માં ફરી એકવાર આ ખ્યાતનામ જોડી કોમેડીની ધમાલ લઈને આવશે.પરંતુ સમાચાર આવ્યા કે અક્ષય 'હેરા ફેરી 3'માં કામ કરવાનો નથી.

ખુદ અક્ષયે પણ એક સમારોહમાં આ વાતની સાબિતી આપી હતી અને કહ્યું કે તે હવે આ ફ્રેન્ચાઈઝીથી અલગ થઈ રહ્યો છે. આ સાંભળીને ચાહકોનું દિલ તૂટી ગયું અને અક્ષયના ફેન્સ ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યા કે જો અક્ષય નથી તો 'હેરા ફેરી 3' નથી.

આ પછી, કેટલાક સકારાત્મક સમાચાર આવવા લાગ્યા અને અહેવાલ છે કે, અક્ષય ફરીથી 'હેરા ફેરી' ફ્રેન્ચાઇઝીના નિર્માતા ફિરોઝ નડિયાદવાલાને મળ્યો છે. હાલમાં આવી રહેલા લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર આ અદ્ભુત ત્રિપુટીના ચાહકોને એક મોટું ઇનામ મળવા જઈ રહ્યું છે.

એક રિપોર્ટ અનુસાર, અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ માત્ર 'હેરા ફેરી 3' માટે જ નહીં, પરંતુ તેમની વધુ બે ફિલ્મોની સિક્વલ માટે પણ સાથે આવવાના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ત્રણેયએ હાલમાં જ મુંબઈમાં એક ખાસ પ્રોમો શૂટ કર્યો છે, જેમાં તેઓ ત્રણ ફિલ્મો માટે તેમના જોડાણની જાહેરાત કરશે.

રિપોર્ટમાં એક સૂત્રના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, 'અક્ષય, સુનીલ અને પરેશ માત્ર હેરાફેરીની સિક્વલમાં જ નહીં પરંતુ 'આવારા પાગલ દીવાના' અને 'વેલકમ'ની સિક્વલમાં પણ સાથે આવશે. ત્રણેયના એકસાથે આવવા અને આ ત્રણેય ફિલ્મોની વિગતો પર હજુ કામ ચાલી રહ્યું છે, પરંતુ આ ત્રણેય હિટ કલાકારોનું એકસાથે આવવાનું નક્કી થઇ ગયું છે.

તમને જણાવી દઈએ કે, 'હેરા ફેરી' સિવાય ફિરોઝ 'આવારા પાગલ દીવાના' અને 'વેલકમ'ના નિર્માતા પણ હતા. પરંતુ 'વેલકમ'માં સુનીલ શેટ્ટીનું કોઈ પાત્ર નહોતું. એ જોવું રસપ્રદ રહેશે કે જો સુનીલ શેટ્ટીની 'વેલકમ'ની સિક્વલમાં એન્ટ્રી થાય છે તો તે નવા પાત્રમાં જોવા મળશે. કારણ કે 'વેલકમ'માં અક્ષય અને પરેશ સિવાય નાના પાટેકર અને અનિલ કપૂરના પાત્રો પણ ખૂબ લોકપ્રિય હતા. જો સુનીલ શેટ્ટી પણ આ જબરદસ્ત કાસ્ટ સાથે જોડાય છે, તો ચોક્કસપણે કોમેડીનો ડોઝ ખૂબ જ મજબૂત હશે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.