- Entertainment
- 20 વર્ષ કરતા પણ નાની ઉંમરમાં આ અભિનેત્રી બની પોતાના ઘરની માલિક
20 વર્ષ કરતા પણ નાની ઉંમરમાં આ અભિનેત્રી બની પોતાના ઘરની માલિક
નાની ઉંમર સપના મોટા... અને જ્યારે એ મોટા સપના સાકાર થાય છે ત્યારે ખુશીની કોઈ સીમા નથી હોતી. આ દિવસોમાં ખુશીથી ફુલી નથી સમાતી ટીવી એક્ટ્રેસ રૂહાનિકા જે માત્ર 15 વર્ષની છે અને તેણે પોતાની કમાણીથી પોતાનું ઘર ખરીદવાનું સપનું સાકાર કર્યું છે. તેણે આ સારા સમાચાર સોશિયલ મીડિયા પર બધા સાથે શેર કર્યા છે. આ સાથે તેણે જણાવ્યું કે, તેની મહેનતની કમાણીથી કેવી રીતે તેની માતાએ યોગ્ય રીતે તેને વધારવાનો પ્રયાસ કર્યો અને આજે તે પોતાનું ઘર ખરીદવામાં સફળ રહી છે.
View this post on Instagram
પરંતુ આ લિસ્ટમાં માત્ર રૂહાનિકા જ નથી પરંતુ ટીવી જગતની ઘણી અભિનેત્રીઓ ઘણી નાની ઉંમરમાં સપનાનું ઘર ખરીદીને તેમની માલકિન બની ગઈ છે. આ યાદીમાં જન્નત ઝુબૈરનું નામ પણ સામેલ છે.

છેલ્લા ઘણા વર્ષોથી ઈન્ડસ્ટ્રીમાં રહેલી જન્નતે ઘણું નામ કમાઈ લીધું છે, તો કમાણીની બાબતમાં તે કોઈથી પાછળ નથી. સપ્ટેમ્બરમાં જ જન્નતે એક તસવીર શેર કરીને તેના બની રહેલા નવા મકાનની ઝલક બતાવી હતી, જેમાં તે તેના પિતા સાથે ઊભી રહેલી જોવા મળી રહી હતી અને તેના સપનાનું ઘર બનતા જોઈ રહી હતી.
View this post on Instagram
અવનીત કૌરે પણ નાની ઉંમરમાં મોટા સપના સાકાર કર્યા છે. ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવનાર અવનીતે 2019માં જ ઘર ખરીદ્યું હતું, જ્યારે તે માત્ર 18 વર્ષની જ હતી. તેના ખાસ મિત્ર સિદ્ધાર્થ નિગમે આ માહિતી ચાહકો સાથે શેર કરી હતી અને તેના ઘરની તસવીર બતાવીને આ ખુશખબર સંભળાવી હતી, જ્યારે બાદમાં અવનીતે તેના સુંદર બેડરૂમની ઝલક પણ બતાવી હતી.

View this post on Instagram
અશનૂર કૌર એક જાણીતી ટીવી સેલેબ છે જેણે ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ અને પૈસા કમાવ્યા છે. ઘણા ટીવી શોમાં દેખાઈ ચૂકેલી અશનૂરે 2021માં પોતાનું ડ્રિમ હોમ ખરીદ્યું હતું. જેની ઝલક તેણે સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી.

