પોર્નોગ્રાફી કેસના આરોપી રાજ કુન્દ્રા પર હવે બનશે ફિલ્મ, પોતે ફિલ્મનો હીરો બનશે

બિઝનેસમેન રાજ કુન્દ્રા ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. 2021માં રાજ કુન્દ્રાને પોર્નોગ્રાફીના કેસમાં જેલમાં જવું પડ્યું હતું. આ તેમના જીવનનો સૌથી મુશ્કેલ સમય હતો. સૂત્રોના અહેવાલ છે કે રાજ કુન્દ્રાના જીવનના આ અંધકારમય સમય પર એક ફિલ્મ બનવા જઈ રહી છે.
શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા તેના બોલિવૂડ ડેબ્યૂની તૈયારી કરી રહ્યા છે. 2021માં રાજને પોર્નોગ્રાફીના કેસમાં જેલમાં જવું પડ્યું હતું. તે એક મહિનાથી વધુ સમય સુધી આર્થર રોડની જેલમાં રહ્યો હતો. આ તેમના જીવનનો સૌથી મુશ્કેલ સમય હતો. હવે નવા સમાચાર છે કે, રાજ કુન્દ્રાના જીવનના આ અંધકારમય સમય પર એક ફિલ્મ બનવા જઈ રહી છે.
મીડિયા સૂત્રોના અહેવાલે જણાવ્યું છે કે, રાજ કુન્દ્રા તેની ધરપકડ અને જેલમાં વિતાવેલા સમયને એક ફિલ્મ દ્વારા સ્ક્રીન પર લાવવાના છે. સૂત્રએ કહ્યું, 'રાજ કુન્દ્રાએ સૌથી વધુ ભીડવાળી જેલ, આર્થર રોડ જેલમાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, તે તમામ મુશ્કેલીઓ ફિલ્મમાં બતાવવામાં આવશે. અત્યારે ડિરેક્ટરના નામની ઓળખ આપવામાં આવી નથી, પરંતુ રાજ કુન્દ્રા દરેક રીતે સર્જનાત્મક રીતે સામેલ થશે. જેમાં પ્રોડક્શનથી લઈને સ્ક્રિપ્ટ સુધીની તમામ બાબતો સામેલ હશે.'
સૂત્રે વધુમાં કહ્યું કે, 'આ ફિલ્મમાં રાજ કુન્દ્રાની તમામ બાબતો બતાવવામાં આવશે. તેના પર લાગેલા આરોપોના પહેલા સમાચારથી લઈને મીડિયા રિપોર્ટિંગ અને જેલમાં સમય વિતાવવો અને ઘરે પાછા આવવા સુધી બધું જ આ ફિલ્મમાં હશે. આ વાર્તા કુન્દ્રા અને તેના પરિવારના દ્રષ્ટિકોણથી બનાવવામાં આવી હશે.' આ ફિલ્મ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.
19 જુલાઈ 2021ના રોજ, રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફી કેસના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. તેના પર એડલ્ટ ફિલ્મો બનાવવાનો અને હોટશોટ્સ નામની એપ દ્વારા તેનું વિતરણ કરવાનો આરોપ હતો. આ પછી કેસમાં ઘણા અલગ-અલગ વળાંક આવ્યા અને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો. રાજ કુન્દ્રા 63 દિવસ જેલમાં રહ્યા. આ પછી તેને જામીન મળી ગયા અને તે ઘરે આવ્યો. ઘરે પરત ફર્યા બાદ રાજ પાપારાઝીને ટાળતો જોવા મળે છે. તેઓ મીડિયાને પોતાનો ચહેરો પણ બતાવવા માંગતા નથી. તેણે સોશિયલ મીડિયાથી પણ પોતાને દૂર કરી લીધા છે.
રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીએ વર્ષ 2009માં લગ્ન કર્યા હતા. તેમના સંબંધો અને લગ્નને લઈને પણ ઘણી ચર્ચા થઈ હતી. બંનેને બે બાળકો છે- એક પુત્ર વિયાન અને પુત્રી સમિષા. શિલ્પા અને રાજે વર્ષ 2020માં સરોગસીની મદદથી દીકરીનું સ્વાગત કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp