
સ્ટાર કપલ અજય દેવગણ અને કાજોલ કોઈ પાર્ટી અને ઈવેન્ટમાં ઓછા જોવા મળે છે. બોલિવુડમાં થનારી પાર્ટીઓથી પણ તેઓ દૂરી બનાવીને રાખે છે પરંતુ એવું લાગે છે કે તેમની પુત્રી ન્યાસા દેવગણ આ મામલામાં તેમનાથી એકદમ અલગ છે. ન્યાસાને પાર્ટીઝ કરવાની ઘણી પસંદ છે. સોશિયલ મીડિયા પર રોજ તેની પાર્ટીઓ અને કપડાંના કારણે ચર્ચાનો વિષય બનેલી રહે છે. ન્યુ યર પર ન્યાસા પોતાના મિત્રો સાથે સેલિબ્રિટ કરતી જોવા મળી છે. હવે તેના કેટલાંક લેટેસ્ટ ફોટા સામે આવ્યા છે.
View this post on Instagram
ન્યાસા આ સમયે દુબઈમાં પોતાના મિત્રો સાથે મજા માણી કરી છે. તેના મિત્રો ઓરહાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર પાર્ટીની ઝલક દેખાડી છે. અજય દેવગણની છોકરી ન્યાસાએ આ ઉજવણીમાં ડીપ નેકલાઈનનો બ્લેક ડ્રેસ પહેર્યો છે. તેણે નેચરલ મેકઅપ કર્યો છે અને પિંક કલરની લિપસ્ટીક લગાવી છે. ન્યાસા અને ઓરહાનની સાથે તેમના અન્ય મિત્રો પણ જોવા મળી રહ્યા છે.
બોલ્ડ લૂકમાં નજર આવી રહેલી ન્યાસા દેવગણને તેના કપડાંના લીધે ટ્રોલ કરવામાં આવી રહી છે. એક યુઝરે લખ્યું છે- નશા ચઢા જો શરાફત ઉતાર ફેંકા હૈ. એકે કહ્યું છે- બધા ડ્રિંક કરેલા લાગી રહ્યા છે. એક યુઝર લખે છે ગંદકી મચા રખી છે. ઓરહાન અને ન્યાસાની વચ્ચે ઘણું સારું બોન્ડિંગ જોવા મળે છે. બંનેને ઘણી વખતે સાથે જોવામાં આવે છે. ન્યુ યર સેલિબ્રેશન માટે તે થોડા દિવસો પહેલા દુબઈ જવા રવાના થઈ હતી. ઓરહાને આ પહેલા એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો, જેમાં ન્યાસા, વેદાંત મહાજન, ગુરુ રંધાવા પણ જોવા મળ્યા હતા.
તેણે તેની સાથે કેપ્શનમાં લખ્યું છે-બધી સારી વસ્તુઓ ખતમ કેમ થઈ જાય છે. આ પહેલા પણ ન્યાસાના પાર્ટીઝના ઘણા ફોટોઝ અને વીડિયોઝ વાયરલ થયા છે. ન્યાસા તેના બોલ્ડ લૂકના કારણે ફેન્સમાં જાણીતી છે અને આ સાથે તેને પાર્ટી ઘણી પસંદ હોવાના કારણે લોકો તેને પાર્ટી એનિમલ પણ કહે છે. દિવાળીના સમયે પણ ન્યાસા બોલિવુડના ઘણા કિડ્સ સ્ટાર સાથે પાર્ટી કરતી જોવા મળી હતી. બોલિવુડના નિર્માતા અને લેખક અમૃત પાલ બિન્દ્રાની દિવાળી પાર્ટીમાં શાહરુખ ખાનનો છોકરો આર્યન ખાન સહિત બોલિવુડ કિડ્સ સ્ટાર અનન્યા પાંડે, સારા અલી ખાન, જ્હાન્વી કપૂર, ન્યાસા દેવગણ અને ઈબ્રાહિમ અલી ખાન પણ જોવા મળ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp