આદિપુરુષના ડિરેક્ટરે મંદિર પરિસરમાં કૃતિને કિસ કરી, BJP નેતા અને પૂજારીઓ ભડક્યા

PC: in.mashable.com

6ઠ્ઠી જૂનના રોજ આંધ્ર પ્રદેશના તિરૂપતિમાં આદિપુરૂષની પ્રી રીલિઝ ઇવેન્ટ થઇ હતી. ફિલ્મને લઇને જોરદાર માહોલ બનાવવા માટે કોશિષ કરવામાં આવી રહી હતી. ફિલ્મના ડાયરેક્ટર ઓમ રાઉત સહિત પ્રભાસ અને કૃતિ સેનન પણ ત્યાં હાજર હતી. ઇવેન્ટ બાદ ઓમ અને કૃતિ તિરૂપતિના વેંકટેશ્વર મંદિરમાં દર્શન માટે ગયા હતા. સોશિયલ મીડિયા પર તેમનો આ વીડિયો જોરદાર રીતે વાયરલ થઇ રહ્યો છે. જોકે, લોકો તેના પર નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે. તેમની ભાવનાઓ આહત થઇ રહી છે. તેમાંથી એક ભાજપના નેતા પણ છે.

મંદિરમાં દર્શન કર્યા બાદ કૃતિ પોતાની ગાડીમાં રવાના થઇ રહી છે. તે પહેલા ઓમ રાઉત તેને વિદા કરતી વખતે ભેટે છે અને ગાલ પર કિસ કરે છે. કોઇને વિદા કરતી વખતે ગાલ પર કિસ કરવી સામાન્ય બાબત છે. આંધ્ર પ્રદેશ ભાજપના સ્ટેટ સેક્રેટરી રમેશ નાયડૂને તેનાથી પ્રોબ્લેમ થઇ રહ્યો છે. તેમનું કહેવું હતું કે, મંદિર જેવી જગ્યા પર કોઇ આમ કઇ રીતે કરી શકે છે. તેમણે કૃતિ સેનન અને ઓમ રાઉતને ટેગ કરતા લખ્યું કે, શું આ પવિત્ર જગ્યા પર આવી હરકતો કરવી સારી બાબત છે, ભગવાન વેન્કટેશ્વર સ્વામી મંદિરમાં ભેટવું, કિસ કરવી કેટલું અપમાનજનક છે. આ સ્વીકાર્ય નથી.

રમેશ નાયડુએ પોતાની આપત્તી વ્યક્ત કરતા એક ટ્વીટ કરી. જ્યારે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ટેગ કર્યા હતા. પણ પછી અચાનક થોડા સમય પછી આ ટ્વીટ ડીલિટ કરી નાખી. આવું કેમ કર્યું, તેનું કારણ તેમણે ન કહ્યું.

મેકર્સ આદિપુરૂષને મોટી ફિલ્મ બનાવવા માટે દરેક સંભવ કોશિષ કરી રહ્યા છે. તિરૂપતિમાં જે પ્રી રીલિઝ ઇવેન્ટ થઇ હતી ત્યાં લગભગ એક લાખ લોકો પહોંચ્યા હતા. સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન રાખવા માટે 2000 પોલિસ કર્મીઓ તહેનાત હતા. મેકર્સે આ ઇવેન્ટ પર ખુલીને ખર્ચ કર્યો હતો. ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા રિપોર્ટ અનુસાર, આ ઇવેન્ટ પર જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે એટલી તો આ ફિલ્મમાં કૃતિની ફીઝ હતી.

કહેવાઇ રહ્યું છે કે, આ ઇવેન્ટમાં ફટાકડા પર 50 લાખ રપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. લગભગ અઢી કરોડના ખર્ચે આ ઇવેન્ટ થઇ છે. રિપોર્ટમાં ઉલ્લેખ જોવા મળે છે કે, આદિપુરૂષ માટે કૃતિએ ત્રણ કરોડ રૂપિયાની ફીઝ લીધી છે. આ ઇવેન્ટમાં પ્રભાસે પોતાના ફેન્સને કહ્યું કે, તે વર્ષમાં કમ સે કમ બે ફિલ્મ જરૂર કરશે અને બધું ઠીક રહ્યું તો આ આંકડો ત્રણ ફિલ્મો સુધી પણ પહોંચી શકે છે. આદિપુરૂષ 16મી જૂનના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થશે. આ પહેલા 13મી જૂનના રોજ ન્યુયોર્કના ટ્રાઇબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં પણ આ ફિલ્મનું પ્રીમિયર રાખવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp